SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયાગ—મહાવીર–તી માં મેધકુમાર શ્રમણુ : સૂત્ર ૨૯૨ www તે શ્રેણિક રાજાની નંદા નામે રાણી હતી, જે સુકોમળ હાથપગવાળી હતી–વન, તે શ્રેણિક રાજાના પુત્ર અને નદાદેવીના આત્મજ અભય નામે હતા તે અવિકલ કુમાર પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયા અને શરીરવાળા હતા યાવ–શ્રેણિક રાજાના રાય, રાષ્ટ્ર, કોષ, કોષ્ઠાગાર (અન્નભડાર), સૈન્ય, વાહના, નગર અને અંત:પુરના સ્વય દેખભાળ કરતા હતા. કોણિકની ધારિણી રાણી— ૨૯૨. તે શ્રેણિક રાજાની ધારિણી નામે રાણી હતી. યાવત્ સુકોમળ હાથપગવાળી હતી, ધારિણીનું' સ્વપ્ન-દ્રુઈન ૨૯૩. તે ધારિણી રાણી કોઈ એક સમયે તથાવિધ તેવા પ્રકારના શયનગૃહમાં સૂઈ રહી હતી— જેના મનહર, સુંવાળા, શિલ્પકામવાળા ઊંચા સ્થ‘ભા પર ઉત્તમાત્તમ શાલભજિકા શાભી રહી હતી. જેનાં છજા મણિમય, કનક, રત્ન ચિત થાંભલીઓવાળા અધ'ચ'દ્રાકાર ગવાક્ષ તારણાથી શાભતાં હતાં, જેના દ્વારભાગાની વચ્ચે કનકમય અટારીએ શાભતી હતી, જેને સ્વચ્છ ગેરુઆ રંગે રંગવામાં આવ્યું હતુ', જેના બાહ્ય ભાગ કલાઈથી લી’પવામાં આવ્યા હતા અને અદરના ભાગમાં પ્રશસ્ત સુંદર આકૃતિઓ આલેખવામાં આવી હતી, વિવિધ વનાં પચર'ગી મણિરત્ને જેના ભાંયતળ પર જડવામાં આવ્યા હતા, જેમાં પાલતા, પુષ્પવલ્લિ, ઉત્તમ પુષ્પાના ચિત્રણવાળા ચંદરવા બાંધ્યા હતા, જેના દરવાજા ચંદનચિંત મંગળ સુવર્ણ કળશાની સ્થાપનાથી અને સરસ પદ્મપત્રોથી શાભતા હતા, જેના બારણે સુવણ પત્ર અને મણિમુક્તા માળાઓ લટકતી હતી, ઉત્તમસુગંધમય પુષ્પા જેવી મૃદુ અને સુગંધી શૈયા જેમાં બીછાવેલી છે, મન અને હૃદયને આનંદદાયક કપૂર, લવિંગ, મલયચંદન, કૃષ્ણાગરુ, કુન્નુરુ, તુરુષ્ક (લાબાન) જેવા અનેક સુગંધી દ્રવ્યાના સાગથી બનેલ ધૂપના દહનથી ઉત્પન્ન Jain Education International થતી મઘમઘતી સુગંધથી મનહર બનેલ હતું, ઉત્તમ સુગધથી જાણે કે ગંધવી (ધૂપસળી) સમાન જે બન્યું હતું અને જેમાં મણિ કિરણા પ્રસરવાથી અંધકારના નાશ થયા હતા તેવા ભવનમાંવધું શું કહેવુ, પાતાની કાંતિથી જે ઉત્તમ દેવવિમાનને શરમાવતું હતું—તેવા શયનગૃહમાં તે મધ્યરાત્રિ સમયે અર્ધજાગ્રત અવસ્થામાં સુતી હતી, ત્યારે— એક મહાન, સાત હાથ ઊ'ચા, રજતફૂટ (ચાંદીના શિખર) સમાન શ્વેત, સૌમ્ય અને સૌમ્યાકૃતિવાળા, લીલા કરતા (રમત કરતા) હાથીને આકાશમાંથી પેાતાના મુખમાં ઉતરતા તેણે જોયા, જોઈને તે જાગી ગઈ. શ્રેણિકને સ્વપ્ન નિવેદન— પ ૨૯૪, ત્યાર પછી આવા આ પ્રકારના ઉદાર (શુભ) મહાસ્વપ્નને જોઈને જાગી ગયેલી તે ધારિણી દેવી હુષ્ટ, તુષ્ટ અને આનંદિત થતી યાવત્ અવિલંબપણે રાજહંસી જેવી ગતિથી ચાલતી જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં આવી, ત્યાં આવીને તેણે શ્રેણિકને મધુર યાવત્ વાણીથી જગાડયો, જગાડીને શ્રેણિક રાજાની અનુમતિ લઈ તે વિવિધ પ્રકારના મણિ-રત્ન-જડિત સુવર્ણમય ભદ્રાસન પર બેઠી, બેસીને સ્વસ્થ બની, ક્ષેાભરહિત બની, બે હાથ જોડી મસ્તક પાસે અંજલિ રચી, શ્રેણિક રાજાને આ પ્રમાણે કહેવા લાગી— ‘હે દેવાનુપ્રિય! આજ હું તથાપ્રકારની (પૂર્વોકત વર્ણન અનુસારની) શૈયામાં અજાગ્રતાવસ્થામાં હતી ત્યારે યાવત્ મારા મુખમાં પ્રવેશ કરતા હાથીને સ્વપ્નમાં જોઈને જાગી ગઈ. તેા હૈ દેવાનુપ્રિય ! આ ઉદાર સ્વપ્નનું કેવું શુભ ફળ મળશે ?” કોણિક દ્વારા સ્વપ્નમહિમા-નિર્દેન— ૨૯૫. ત્યાર બાદ તે શ્રેણિક રાજા ધારિણી દેવીની આ વાત સાંભળી અને હૃદયમાં અવધારી હિત થયા, સંતુષ્ટ થયા, આન ંદિત બન્યા, તેના મનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ, પ્રસન્નતા થઈ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy