________________
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં અતિમુક્તક કુમારશ્રમણ સૂત્ર ૨૮૭
કુમાર-કુમારિકાઓની સાથે પોતાના ઘરેથી નીકળ્યા, નીકળીને જ્યાં ઇન્દ્રસ્થાન (બાળકોને રમવા માટેનું સ્થાન) હતું ત્યાં આવ્યા અને તે બધા બાળકોથી વીંટળાઈને રમવા લાગ્યા. તે જ સમયે ભગવાન ગૌતમ પલાસપુર નગરના ઉચ્ચ-નીચ-મધ્યમકુળોમાં ગૃહ સામદાયિક ભિક્ષાચર્યાને માટે ફરતા ફરતા ઇન્દ્રસ્થાનની પાસેથી પસાર થયા.
ત્યારે તે ભગવાન ગૌતમે અતિમુક્તક કુમારને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય! મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, ધર્મની આદિ કરવા વાળાયાવત્ સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની અભિલાષાવાળા શ્રમણ ભગવાન મહાવીર અહીં પોલાસપુર નગરની બહાર શ્રીવન ઉદ્યાનમાં યથાક૯૫ અવગ્રહ ધારણ કરી સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરે છે. ત્યાં જ અમે રહીએ છીએ.'
ત્યારે તે અતિમુક્તક કુમારે ભગવાન ગૌતમને પાસે જ ફરતા જોયા, જોઈને જ્યાં ભગવાન ગૌતમ હતા ત્યાં તેની પાસે આવ્યા અને ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યુંહે ભદત! આપ કોણ છો અને કયા હેતુથી ફરી રહ્યા છો ?
ત્યાર પછી ભગવાન ગૌતમે અતિમુક્તક કુમારને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિય!અમે શ્રમણનિગ્રંથ છીએ. ઈર્ષા સમિતિ આદિ સમિતિઓથી યુક્ત યાવત્ ગુપ્ત બ્રહ્મચારી છીએ અને ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહ-સામુદાયિક ભિક્ષા માટે પરિભ્રમણ કરીએ છીએ.”
ત્યારે અતિમુક્તક કુમારે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું- હે ભદન ! આપ મારી સાથે ચાલો, હું આપને ભિક્ષા આપીશ.” એમ કહી ભગવાન ગૌતમની આંગળી પકડી જ્યાં પોતાનું ઘર હતું ત્યાં લઈને આવ્યા.
ત્યારે શ્રીદેવી ભગવાન ગૌતમને આવતા જોઈને હૃષ્ટ તુષ્ટ થતી આસનથી ઊઠી. ઊઠીને
જ્યાં ભગવાન ગૌતમ હતા ત્યાં આવી, ભગવાન ગૌતમની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને વિપુલ અશન, પાન, ખાદ્યસ્વાદ્ય પદાર્થો આપ્યા-વહરાવ્યા, વહોરાવીને વિદાય કર્યા.
ત્યાર બાદ તે અતિમુક્તક કુમાર ભગવાન ગૌતમને આ પ્રમાણે બોલ્યા- હે ભદન્ત ! આપ કયાં રહે છે ?”
અતિમુક્તકકુમારની પ્રવ્રજ્યા– ૨૮૭. ત્યાર બાદ અતિમુક્તક કુમારે ભગવાન
ગૌતમને આ પ્રમાણે કહ્યું –
હે ભગવન્! પણ આપની સાથે શ્રમણ ભગવાન મહાવીરને પાય-વંદન કરવા ઇચ્છું છું.'
હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર, પરંતુ પ્રતિબન્ધ-પ્રમાદ ન કર.”
ત્યાર બાદ તે અતિમુક્ત કુમાર ભગવાન ગૌતમની સાથે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજી રહ્યા હતા ત્યાં ગયા, ત્યાં જઇ શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણાપ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન કર્યા યાવતુ-પકુંપાસના કરવા લાગ્યા.
ત્યાર બાદ ભગવાન ર્ગોતમ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં આવ્યા, ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીર પાસે ગમનાગમન સંબંધી પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરી એષણા -અનેષણાની આલોચના કરી, આલોચના કરી આહાર પાણી દેખાડયા, દેખાડીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા.
ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે તે વિશાળ પરિષદની વચ્ચે અતિમુક્તક કુમારને યોગ્ય વિચિત્ર ધર્મનું કથન કર્યું.
ત્યારે તે અતિમુક્તકકુમાર શ્રમણ ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org