________________
ધર્મ કથાનુયાગ—મહાવીર તીમાં ઋષભદત્ત દેવાનંદાનું ચિરત્ર : સૂત્ર ૨૫૪
wwwww ~wwwˇˇˇˇwww
(પછી) જયાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવી, ત્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, કરીને વંદન—નમન કર્યાં, વંદન નમન કરીને ઋષભદત્ત બ્રાહ્મણને આગળ કરી પાતાના પરિવારસહિત ઊભી રહીને શુશ્રૂષા કરતી, નમતી, અભિમુખ રહીને વિનય વડે હાથ જોડી યાવત્ ઉપાસના કરવા લાગી.
ત્યાર બાદ તે દેવાનન્દા બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની ધારા છૂટી, તેનાં લાંચના આનંદાશ્રુથી ભીનાં થયાં, તેની હર્ષોંથી એકદમ ફૂલતી ભુજાઓને તેનાં કડાંઓએ રોકી, હષઁથી શરીર પ્રફુલ્લિત થતાં તેના કંચુક વિસ્તીણ થયા, મેધની ધારાથી વિકસિત થયેલા કદબપુષ્પની પેઠે તેના રોમકૂપ ઊભા થયા, અને તે શ્રામણ ભગવંત મહાવીરને અનિમિષ દષ્ટિથી જોતી જોતી ઊભી રહી.
દેવાનન્દાના આ રૂપને જોઈને ગૌતમના પ્રશ્ન અને ભગવાન મહાવીર દ્વારા સમાધાન– ૨૫૪, ‘હે ભગવન્ !' એમ કહી ભગવાન ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદન-તમન કર્યું, વદીને-નમીને તેણે આ પ્રમાણે કહ્યું –હે ભગવન્ ! આ દેવાનન્દા બ્રાહ્મણીને સ્તનમાંથી દૂધની ધારા કેમ છૂટી ? તેનાં લેાચના આનંદાશ્રુથી કેમ ભરાઈ આવ્યાં? હર્ષાતિચેકથી ફૂલતી તેની ભુજા કડાંએ દ્વારા કેમ રોકાઈ ગઈ ? કશુક વિસ્તીર્ણ કેમ થઈ ગયા ? કદ બપુષ્પની પેઠે તેને રોમાંચ કેમ થયા? અને દેવાનુપ્રિય તરફ અનિમિષ નજરે જોતી જોતી કેમ ઊભી છે?'
‘હે ગૌતમ!' એમ કહી શ્રમણ ભગવાન મહાવીરે ભગવંત ગૌતમને આ પ્રમાણે કહ્યું
‘હે ગૌતમ ! આ દેવાનન્દા બ્રાહ્મણી મારી માતા છે, હું દેવાનન્દા બ્રાહ્મણીના પુત્ર છું. માટે તે દેવાનન્દા બ્રાહ્મણીને પૂર્વના પુત્રસ્નેહાનુરાગથી સ્તનમાંથી દૂધની ધારા છૂટી પડી—યાવત્ રોમાંચિત થઈને મારી સામું અનિમિષ નજરથી જોતી ઊભી છે.’
Jain Education International
૩૯
wwwwˇˇˇˇˇˇˇˇˇˇˇˇˇm
ભગવાન મહાવીર દ્વારા ધમ કથન— ૨૫૫. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે ઋષભદત્ત બ્રાહ્મણ, દેવાનન્દા બ્રાહ્મણી અને તે અત્યંત વિશાળ ઋષિ-પદને યાવ-માજન પન્ત વ્યાપ્ત થયેલા સ્વરથી અર્ધમાગધી ભાષામાં પ્રવચન કયુ –ધર્મ કહ્યો-યાવત્ પદ પાછી ગઈ.
ઋષભદત્તની પ્રત્રજ્યાભિલાષા—
૨૫૬. ત્યાર પછી તે ઋષભદત્ત બ્રાહ્મણ શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધને સાંભળી, હૃદયમાં ધારણ કરી હુષ્ટ થયા, તુષ્ટ થયા, અને તેણે ઊભા થઈને શ્રામણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, યાવત્ નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું—
હે ભગવન્! તે એ પ્રમાણે છે—યાવઆપ જે કહો છો તે જ પ્રમાણે છે.' એમ કહી તે [ઋષભદત્ત બ્રાહ્મણ] ઇશાન દિશા તરફ ગયા, ત્યાં જઈને પેાતાની મેળે આભરણ, માલા અને અલંકારને ઉતાર્યા, ઉતારીને પાતાની મેળે પંચમુષ્ટિક લાચ કર્યા, લાચ કરીને જયાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવ’ત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરીયાવર્તુ નમી તેણે આ પ્રમાણે કહ્યું—
‘હે ભગવન્ ! જરા અને મરણથી આ લાક ચાતરફ પ્રજ્વલિત થયેલ છે, હે ભગવન્!
આ લાક અત્યન્ત પ્રજ્વલિત થયેલા છે, હે ભગવન્! લેાકચાતરફ અને અત્યન્ત પ્રજ્વલિત થયેલા છે.' એ પ્રમાણે એ ક્રમથી સ્કંદક તાપસની પેઠે તેણે પ્રવજ્યા લીધી. ભગવાન મહાવીર દ્વારા ઋષભદત્તને પ્રવાચના— ૨૫૭. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે સ્વયં
ઋષભદત્ત બ્રાહ્મણને પ્રવ્રુજિત કર્યા, સ્વયં મુ`ડિત કર્યા, સ્વયં શિક્ષણ આપ્યું, સ્વયં પ્રશિક્ષણ આપ્યુ..., સ્વયમેવ આચાર, ગોચર, વિનય, સયમ, આસન, પ્રવૃત્તિ આદિ ધર્માચરણ શીખવ્યુ
For Private Personal Use Only
www.jainelibrary.org