SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયોગ–જિતશત્રુ–સુબુદ્ધિ કથાનક : સત્ર ૨૩૫ ૭૧ ત્યાર બાદ તે ખાઇનું પાણી સાત સપ્તાહને અંતે પરિવર્તિત થઈને ઉદકરત્ન (શ્રેષ્ઠ પાણી) બની ગયું-તે સ્વચ્છ, પથ્ય, જાત્ય, હળવું, સફટિક સમાન નિર્મળ, મનોજ્ઞ વર્ણવાળું, મનોશ ગંધવાળું, મનોજ્ઞ રસવાળું, મનોશ સ્પર્શવાળું, આસ્વાદન યોગ્ય, વિશેષ આસ્વાદન યોગ્ય, પુષ્ટિદાયક, દીપ્તિકારક, દર્પકારક, મદજનક, બળવર્ધક તથા સર્વ ઇન્દ્રિયો અને શરીરને વિશિષ્ટ આલાદ આપનાર બની ગયું. સુબુદ્ધિ દ્વારા જલ–પ્રેષણ – ૨૩૫. ત્યાર બાદ જ્યાં તે ઉદકરત્ન હતું ત્યાં સુબુદ્ધિ આવ્યો, આવીને હથેળીમાં લઈ તેણે તે ચાખ્યું, ચાખીને જાણ્યું કે તે ઉત્તમ જળ મનોશ વર્ણવાળું, મનોશ ગંધવાળું, મનોજ્ઞ રસવાળું, મનશ સ્પર્શવાળું, આસ્વાદન યોગ્ય, વિશેષ આસ્વાદન યોગ્ય, પુષ્ટિદાયક, દીપ્તિજનક, દર્પજનક, બળવર્ધક તથા બધી ઈદ્રિયો અને શરીરમાં વિશિષ્ટ આહલાદ ઉત્પન્ન કરનાર બની ગયું હતું. તે જાણીને તે હૃષ્ટ-તુષ્ટ થયો. પછી તે જળને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં બીજા અનેક દ્રવ્યો તેણે નખાવ્યાં અને સુગંધી બનાવ્યું. પછી તેણે રાજા જિતશત્રુના જળગૃહના અધિકારીને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! આ ઉદકરત્ન લે, લઈને ભોજન સમયે જિતશત્રુ રાજાને આપજે.' જિતશત્રુ દ્વારા ઉદકરન–પ્રશંસા૨૩૬. ત્યાર બાદ જળગૃહના તે અધિકારીએ સુબુદ્ધિની આ વાત સ્વીકારી, સ્વીકારીને તે ઉદયરત્ન લઈ લીધું, લઈ જઈને ભોજન સમયે જિતશત્રુ રાજાની સામે હાજર કર્યું” (પીરસ્યું). ત્યારે જિતશત્રુ રાજા તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું આસ્વાદન કરતો, વિશેષ આસ્વાદન કરતો બીજાઓને તે વહેંચતો-પીરસતો અને પોતે ભોજન કરતો હતો. ભોજન કર્યા પછી સારી રીતે હાથ-મોં સ્વચ્છ કરી તેણે જળરત્નનું પાન કર્યું, ત્યારે તેનાથી વિસ્મિત થઇને તે અનેક રાજાઓ, સામંતો થાવત્ સાર્થવાહને કહેવા લાગ્યો-અહેદેવાનુપ્રિમો ! આ ઉદકરત્ન સ્વચ્છ ભાવત્ સર્વ ઈન્ડિયા અને ગાત્રોને આહલાદકર છે.” ત્યારે તે અનેક રાજાઓ, સામંતો યાવત્ સાર્થવાહ આદિએ આ પ્રમાણે કહ્યું – “હે સ્વામિ! જેમ આપ કહો છો તે તેમ જ છે. આ ઉદકરત્ન સ્વચ્છ ભાવતુ સમસ્ત ઇન્દ્રિયો અને શરીરને આહલાદજનક છે.' જિતશત્ર દ્વારા ઉદક—આનયન વિશે પૃચ્છા– ૨૩૭. ત્યાર બાદ જિતશત્રુ રાજાએ જળગૃહના અધિકારીને બોલાવ્યો અને બોલાવીને આ પ્રમાણે કહ્યું દેવાનુપ્રિય! તે આ ઉદકરત્ન ક્યાંથી પ્રાપ્ત કર્યું ?” ત્યારે તે જલગૃહના અધિકારીએ જિતશનું રાજાને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિ ! આ ઉદયરત્ન મેં સુબુદ્ધિ અમાત્ય પાસેથી મેળવ્યું છે.' ત્યાર બાદ જિતશત્રુએ સુબુદ્ધિ અમાત્યને બલા, બોલાવીને આ પ્રમાણે કહ્યું અરે સુબુદ્ધિ! ક્યા કારણે હું તને અનિષ્ટ : થાવત્ અણગમતે લાગું છું કે જેથી તું મારા માટે રોજ ભોજનવેળાએ આવું ઉદકરત્ન મોકલાવતો નથી ? દેવાનુપ્રિય! આ ઉદકરત્ન તે ક્યાંથી મેળવ્યું છે? સુબુદ્ધિના ઉત્તર૨૩૮. ત્યારે સુબુદ્ધિએજિતશત્રુને આ પ્રમાણે કહ્યું – “હે સ્વામિ! આ છે તે જ ખાઇનું પાણી છે.” ત્યારે જિતશત્રુએ સુબુદ્ધિને આ પ્રમાણે કહ્યું- “હે સુબુદ્ધિ! આ તે જ ખાઈનું પાણી છે તેમ તું કઈ રીતે કહે છે ?” ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને આ પ્રમાણે કહ્યું– હે સ્વામિ! તે સમયે મેં આ રીતે કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy