________________
७०
આ ખાઈનું પાણી અમનેાસ વર્ણવાળુંયાવત્ અમનાશ સ્પવાળું છે, જેવું કોઈ મૃત સર્પનું કલેવર હોય યાવત્ એથીય અધિક અમનાશ ગંધવાળું છે.’
સુબુદ્ધિ દ્વારા પુનઃ પુદ્ગલ-સ્વભાવ વર્ણન૨૩૨, ત્યારે તે સુબુદ્ધિ અમાત્યે જિતશત્રુ રાજાની આ વાત આદરપૂર્વક ન સાંભળી, ન તેનું અનુમાદન કર્યું... પરંતુ તે મૌન રહ્યો.
ત્યાર પછી જિતશત્રુ રાજાએ બીજી વાર અને ત્રીજી વાર પણ સુબુદ્ધિ અમાન્યને આ પ્રમાણે કહ્યું
‘અહો સુબુદ્ધિ ! આ ખાઈનું પાણી અમનેાશ વ વાળુ' યાવત્ અમનેાશ સ્પર્શવાળું છે. જેવી રીતે કોઈ મૃત સપનુ` શરીર હોય યાવત્ તેના કરતાં પણ અધિક અતીવ અમનેાશ ગંધવાળુ' છે.’
ત્યારે તે સુબુદ્ધિ અમાત્ય બીજીવાર અને ત્રીજી વાર પણ જિતશત્રુ રાજાની આવી વાત સાંભળી આ પ્રમાણે બાલ્પા—‘હે સ્વામિ ! મને તેા આ ખાઈના પાણીમાં કંઈ આશ્ચર્યજનક લાગતું નથી. કારણ કે સ્વામિ ! શુભ શબ્દવાળા પુદ્ગલા પણ અશુભ શબ્દવાળા પુદ્ગલામાં રૂપાંતર થઈ જાય છે—યાવત્ દુ:ખદ સ્પર્શીવાળા પુદ્ગલા પણ સુખદ સ્પર્શીવાળા પુદ્ગલામાં પરિવર્તન પામે છે. હે સ્વામિ ! પ્રયાગ અને વિસ્તૃસાથી પુદ્ગલાનુ પરિવર્તન થયાં જ કરતું હોય છે. અર્થાત્ પ્રયત્ન દ્રારા અને સ્વાભાવિકપણે પણ પુદ્ગલાનું પરિણ
મન થાય છે જ.'
જિતશત્રુ દ્વારા વિરોધ–
૨૩૩. ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યુ –
‘દેવાનુપ્રિય ! તું પાતાને કે બીજાઓને કે સ્વ-પર બન્નેને અસત્ વસ્તુધની ઉર્દૂભાવના કરીને મિથ્યા અભિનિવેશ—દુરાગ્રહ દ્વારા ભ્રમમાં ન પાડ, છેતર નહીં.’
Jain Education International
ધર્મ ક્યાનુયાગ—જિતશત્રુ—સુબુદ્ધિ કથાનક ઃ સૂત્ર ૨૩૪
સુબુદ્ધિ દ્વારા જળરોધન—
૨૩૪, ત્યાર બાદ સુબુદ્ધિને આવા પ્રકારના અધ્યવસાય—યાવ–સકલ્પ, વિચાર થયા-અહો ! શિતશત્રુ રાજા સ^(વિદ્યમાન) તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ અને અદ્ભુત એવા જિનપ્રરૂપિત ભાવાને જાણતા નથી. આથી મારા માટે એ શ્રેયસ્કર છે કે હું જિતશત્રુ રાજાને સત્ તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ, સરૂપ જિનપ્રરૂપિત ભાવા સારી રીતે સમજાવું અને એ વાત સ્વીકારાયુ.’ આવેા વિચાર કરીને વિશ્વાસુ સેવકો દ્વારા તેણે બજારમાંથી નવા ઘડા અને કપડાં મંગાવ્યાં, મગાવીને મનુષ્યાના સંચાર આછા થયા હતા. એવા સંધ્યાકાળ સમયે– રાત્રિ સમયે જ્યાં ખાઈનું પાણી હતું ત્યાં તે આવ્યા.
ત્યાં આવીને તેણે ખાઈનું પાણી લેવરાવ્યું, લેવરાવીને નવા ઘડાઓમાં ગળાવીને ભરાવ્યું, ભરાવીને તેમાં સાજીખાર નખાવ્યા, સાજીખાર નખાવીને પછી તે ઘડાઓને મુદ્રાંકિત કરાવ્યા અર્થાત્ ઘડાઓનાં મુખ બંધ કરાવી તે પર મુદ્રાંકન કરાવ્યુ', મુદ્રાંકિત કરાવીને સાત દિવસ તેમ જ રહેવા દીધા. સાત દિવસ-રાત તેમજ રહેવા દીધા બાદ ફરી તે ઘડાઓમાંથી પાણી બીજા નવા ઘડામાં નખાવ્યું, નખાવીને તેમાં સાજીખાર નખાવ્યા, સાજીખાર નખાવીને મુદ્રાંકિત કરાવ્યા, મુદ્રાંકિત કરાવી ફરી સાત રાત્રિ-દિવસ એમ જ રહેવા દીધા, સાન દિવસ-રાત રાખીને પછી ત્રીજી વાર પણ તેમાંનું પાણી ગળાવીને બીજા નવા ઘડાઓમાં ભરાવ્યું, ભરાવીને સાજીખાર નખાવ્યા, નખાવીને મુદ્રાંકિત કરાવીને સાત દિવસ રાત તેમ જ રહેવા દીધા.
આવી રીતના ઉપાયપૂર્વક વચ્ચે વચ્ચે પાણી ગળાવ્યું, વચ્ચે વચ્ચે નવા ઘડામાં ફેરવાવ્યું અને વચ્ચે વચ્ચે સાત દિવસ-રાત એમને એમ રહેવા દીધું. એ રીતે સાત સપ્તાહ કર્યુ.
For Private Personal Use Only
www.jainelibrary.org