SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયોગ—અરિષ્ટનેમિ-તીર્થમાં થાવાપુત્ર અને ખીન્ન ઃ સૂત્ર ૨૦૦ શૈલકપુર નગર અને સુભૂમિભાગ ઉદ્યાનમાંથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કરવા લાગ્યા. ત્યાર બાદ તે શુક અનગાર કોઈ એક સમયે પેાતાના તે એક હજાર અનગારા સાથે ક્રમેક્રમે વિહરતા, ગામાગામ વિહાર કરતા, સુખપૂર્વક વિહરતા જ્યાં પુંડરીક પર્યંત હતા ત્યાં આવ્યા–માવત્સવ દુ:ખા ક્ષીણ કરી મુક્ત થયા. શૈલકને રાગાંતક ૨૦૦, ત્યાર પછી પ્રતિદિન અંત-પ્રાંત (કોઇના વધેલા ઘટેલા), તુચ્છ(અલ્પ), રૂક્ષ(સૂકા), રસહીન, ઠંડા, ગરમ, સમય બહારના, પ્રમાણથી વધતા–આછા એવા આહાર રોજ લેવાથી પ્રકૃતિથી સુકોમળ અને સુખભાગી શૈલક રાજધિ ના શરીરમાં રોગપીડા પેદા થઈયાવત્ અસહ્ય બની. ખંજવાળ, દાહ અને પિત્તજ્વરથી ઘેરાયેલા શરીરે તેઓ વિહરતા હતા. ત્યારે તે રોગપીડાથી તે શૈલક રાષિ દુર્બળ, સુકલકડી બની ગયા. ત્યાર પછી કોઈ એક વા૨ ક્રમાનુક્રમે વિહરતા વિહરતા તે શૈલક રાજ−િયાવત્ જ્યાં સુભૂમિભાગ ઉદ્યાન હતું—માવત્ વિચરવા લાગ્યા. વંદન માટે પરિષદ એકત્ર થઈ. મ ુક પણ નીકળ્યા, આવીને શૈલક અનગારને વંદન-નમસ્કાર કર્યા, પયુ પાસના કરી. મડુકે કરેલી શૈલકની ચિકિત્સા— ૨૦૧. ત્યારે મ`ડુક રાજાએ શૈલક અનગારનું સુકામેલું, નિસ્તેજ, બધી જાતના વ્યાધિ, પીડા અને રોગવાળું શરીર જોયું, જોઈને આ પ્રમાણે કહ્યું— ‘હે ભગવન્ ! હું આપની ચિકિત્સા કરવા લાયક ચિકિત્સકો પાસે મુનિએને ગ્રાહ્ય એવાં ઔષધ, ભાજન, પાન દ્વારા ચિકિત્સા કરાવીશ. તે ભગવન્ ! આપ મારી યાનશાળામાં આવી ઊતરો અને આપને પ્રાસુક Jain Education International ૫૯ તથા એષણીય પીઠ, ફલક, શૈયા, સસ્તારક ગ્રહણ કરો.’ ત્યાર પછી શૈલક અનગારે મ`ડુક રાજાની આવા આશયની વાત સાંભળીને ‘ભલે' કહી સ્વીકાર કર્યા. ત્યાર બાદ મ`ડુકે શૈલક રા`િને વંદન— નમસ્કાર કર્યાં, વંદન-નમન કરીને જ્યાંથી આવ્યા હતેા તે દિશામાં તે પાછા ગયા. ત્યાર પછી તે શૈલક રાષિ તે રાત વીતી પ્રભાત થયું યાવત્ સહારશ્મિ દિનકર સૂર્ય ઝળહળતા પ્રકાશ સાથે ઉદય પામ્યા ત્યા૨ે પાતાનાં પાત્ર-ઉપકરણ લઈને પંથક આદિ પાંચસ અનગારા સાથે શૈલકપુરમાં પ્રવેશ્યા, પ્રવેશીને જ્યાં મંડુક રાજાની યાનશાળા હતી ત્યાં આવ્યા, આવીને પ્રાસુક અને એષણીય એવાં પીઠ, ફૂલક, શૈયા, સ`સ્તારક ગ્રહણ કરીને વિચરવા લાગ્યા. ત્યાર બાદ મંડુક રાજાએ ચિકિત્સકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું—— ‘હે દેવાનુપ્રિયા ! આપ શૈલક રાષિની પ્રાસુક તથા એષણીય ઔષધ, ભૈષજ્ય, આહાર અને પાન દ્વારા ચિકિત્સા કરો.’ ત્યાર બાદ તે ચિકિત્સકો મ`ડુક રાજાની આ વાત સાંભળીને હૃષ્ટ-તુષ્ટ બની મુનિને યેાગ્ય ઔષધ, ભૈષજ્ય, ભાજન-પાન દ્વારા શૈલક રાજર્ષિ ની ચિકિત્સા કરવા લાગ્યા, અને તેમને મદ્યપાન કરવાની સલાહ આપવા લાગ્યા. ત્યાર બાદ યથાયાગ્ય ઔષધ, ભૈષજ્ય, ભાજન, પાન અને મદ્યપાન લેવાથી તે શૈલક રાજાના રાગાંતક શાંત થઈ ગયા, યાવત્ તેઓ હૃષ્ટ-તુષ્ટ અને મલ્લ જેવા બળવાન શરીરવાળા બની ગયા તથા તેમના રોગા નાશ પામ્યા. શૈલકના પ્રમત્તવિહાર– ૨૦૨. ત્યારે તે શૈલક રાષિના રોગાંતક શમી ગયા પણ તે વિપુલ અશન, પાન, ખાદિમ, For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy