SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનગ-અરિષ્ટનેમિ-તીર્થમાં ગજસુકુમાલ આદિ શ્રમણે સૂત્ર : ૧૪૬ ભોગવ અને ભોગો ભોગવી લીધા પછી અહંતુ અરિષ્ટનેમિ પાસે જઈ, મુંડિત બની, ગૃહવાસ છોડી, અનગારદીક્ષા લેજે ૧૪૬, ત્યાર પછી ગજસુકમાલ કુમારે માતા-પિતાની આવી વાત સાંભળી માતા-પિતાને આ પ્રમાણે “હે માતા-પિતા ! આપે મને જે કંઈ કહ્યું તે સારું છે કે “હે પુત્ર! નિગ્રંથ પ્રવચન સત્ય, અનુત્તર, અદ્વિતીય, પરિપૂર્ણ, નિશ્ચિતપણે મોક્ષદાયક, સમ્યકુપણે શુદ્ધ, શલ્યનાશક, સિદ્ધિમાગરૂપ, નિર્જરામાગરૂપ, નિર્વાણમાગરૂપ અને સર્વ દુ:ખોના નાશના માર્ગ સમાન છે તથા સર્ષની જેમ લક્ષ્ય પ્રતિ એકાગ્ર દષ્ટિવાળું, છરીની જેવું એકધારવાળું લોઢાના ચણા ચાવવા જેવું, રેતીના કોળિયા જેવું નીરસ, ગંગા મહાનદીના સામા પ્રવાહમાં તરવા જેવું, હાથ વડે મહાસમુદ્રને પાર કરવા જેવું, તીક્ષ્ણ ધાર પર આક્રમણ કરવા જેવું, ગળામાં ભાર લટકાવવા જેવું તથા તલવારની ધાર પર ચાલવા જેવું છે.” એ સાથે એ પણ કહ્યું કે “હે પુત્ર! શ્રમણનિને આધાકમી, શિક, ક્રીત-કૃત, સ્થાપિત, રચિત, દુર્ભિક્ષભકત, કાંતારભક્ત, વર્ટાલિકાભક્ત, ગ્લાનભક્ત, મૂળ, કંદ, ફળ, બીજ, લીલી વનસ્પતિ ખાવાની કે લેવાની છૂટ નથી. હે પુત્ર! તું સુખ ભોગવવા લાયક છે, દુ:ખ ભેગવવા પાત્ર નથી. અને ઠંડી, ગરમી, ભૂખ, તરસ, વાત, પિત્ત તથા કફજન્ય રોગો તથા સન્નિપાત વગેરે જેવા રોગાંતકો, ઉચ્ચ-નીચ ઇન્દ્રિય-વિષયો અને વચનો, બાવીશ પરીષહો, ઉપસર્ગો અદીનપણે સારી રીતે સહન કરવા તું સમર્થ નથી. આથી હે પુત્ર ! પહેલાં મનુષ્યસંબંધી ભોગો ભોગવ અને ભોગો ભેળવી લીધા પછી અહંતુ અરિષ્ટનેમિ ભગવંત પાસે મુંડિત બની, ગૃહવાસ છેડી અનગારદીક્ષા લે” પરંતુ તે માતા-પિતા ! આ નિગ્રંથ પ્રવચન નપુંશકે, કાયર, કાપુરુષે, આ લેકના વિષય-સુખોની અભિલાષા રાખનારા, પરલોકમાં સુખની આકાંક્ષા રાખનારા સામાન્ય માણસો માટે દુષ્કર છે, પણ ધીર વીર પુરુષ માટે દુષ્કર નથી. દઢ સંક૯૫વાળા પુરૂષાથી માટે એમાં શું દુષ્કર છે? એટલે હે માતાપિતા ! આપ આજ્ઞા આપો જેથી હું અહંતુ અરિષ્ટનેમિ પાસે ખંડિત બની, ગૃહત્યાગ કરી, અનગાર-પ્રજ્યા લઉં. કૃષ્ણને ગજસુકમાલ પાસે રાજ્યગ્રહણને પ્રસ્તાવ૧૪૭, ત્યાર બાદ આ સમાચાર (ગજસુકુમાલ દીક્ષા લેવાના છે તે સમાચાર ) જાણી કૃષ્ણ વાસુદેવ જ્યાં ગજસુકુમાલ હતા ત્યાં આવ્યા, આવીને ગજસુકુમાલને આલિંગન આપ્યું, આલિંગન આપી ખોળામાં બેસાડ્યા, બેસાડીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! તું મારે નાનો સહોદર બધુ છે, માટે [મારી વાત માન અને] હાલ અહંતુ અરિષ્ટનેમિ પાસે મુંડિત બની, ગૃહત્યાગ કરી, દીક્ષા ન લે. હું આજે જ મહાન ઉસવપૂર્વક તારો રાજયાભિષેક કરાવીશ'. કૃષ્ણ વાસુદેવની આવી વાત સાંભળી ગજસુકુમાલ કુમાર મૌન થઈ ગયા. ત્યાર પછી ગજસુકુમાલ કુમારે કૃષ્ણ વાસુદેવ તથા પોતાનાં માત-પિતાને બીજી અને ત્રીજી વાર આ પ્રકારે કહ્યું – હે દેવાનુપ્રિયા ! માનુષી કામભાગના આધારભૂત આ શરીર અશુચિનું સ્થાન છે, પિત્તનું સ્થાન છે, કફનું સ્થાન છે, મૂત્રનું સ્થાન છે, શેણિતનું સ્થાન છે, તથા દુગધયુક્ત શ્વાસોચ્છવાસ, મળ, મૂત્ર, પરુ આદિથી ભરપૂર છે, મળ, મૂત્ર, કફ, વમન, પિત્ત, શુક્ર અને શોણિતનો ભંડાર છે, તથા બધુવ છે, અનિત્ય છે, અશાશ્વત છે. સડવું, પડવું અને નષ્ટ થવું એવા ધર્મથી યુક્ત હોવાને કારણે આગળ-પાછળ કયારેક ને ક્યારેક તે અવશ્ય નષ્ટ થવાનું છે. હે દેવાનુપ્રિયા ! કોણ જાણે છે કે પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy