SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ યૌવન અને પાણિગ્રહણ તથા ઇષ્ટ, પ્રિય ભાગા ભાગવવા ઇત્યાદિ વન; વિશેષ માત્ર એટલું છે કે તેનું નામ ગૌતમ હતું, માતાપિતાએ એક દિવસમાં જ રાજાઓની આઠ સુંદર કન્યાએની સાથે તેનાં લગ્ન કરાવ્યાં, વિવાહમાં તેને પણ આઠ પ્રકારના દાયજો મળ્યા. અરિષ્ટનેમિના ધર્મોપદેશ અને ગૌતમની પ્રાજયા ૧૦૨, તે કાળે તે સમયે ધર્મના આદ્ય ઉપદેશક (પોતાના શાસનની અપેક્ષાએ) ભગવાન અર્હત અરિષ્ટનેમિયાવતુ~તપ અને સયમથી આત્માને ભાવિત કરતા દ્રારિકાના નંદનવન ઉદ્યાનમાં રહેવા લાગ્યા. ત્યાં ભવનપતિ, વ્યન્તર, મેાતિક અને વૈમાનિક-ચારે પ્રકારના દેવા ધમ કથા સાંભળવા આવ્યા. વાસુદેવકૃષ્ણ પણ પાતાના મહેલમાંથી નીકળી ભગવાનની પાસે ધ શ્રવણ કરવા આવ્યા. ત્યાર પછી જનકોલાહલ સાંભળીને તથા જોઈને તથાવિધ અધ્યવસાય, સંકલ્પ, મનારથ થવાથી ગૌતમકુમાર પણ મેઘકુમારની પેઠે ધમ કથા સાંભળવા માટે ઘેરથી નીકળ્યા. ધમ સાંભળીતે તથા તેને હૃદયથી અવધારણ કરી ભગવાનની પાસે તેણે પ્રાથના કરી–‘હે ભગવન્ ! હું માતાપિતાને પૂછીને પછી ગૃહવાસ છોડી આપની પાસે અનગારિક દીક્ષા લેવા ચાહું છું.' ત્યાર પછી ગૌતમકુમાર મેઘકુમારની જેમ અનગાર-બન્યા-યાવત્ ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિ ધારણ કરી-પાવ-નિગ્રંથ પ્રવચનને સતત દષ્ટિ સમક્ષ રાખી વિહરવા લાગ્યા. ત્યાર પછી ગૌતમ અનગારે અહત અરિષ્ટનેમિના ગીતા સ્થવિરોની પાસે સામાયિક આદિ અગિયાર અંગાનુ અધ્યયન ક્યુ, અને અધ્યયન કર્યા પછી ઘણાં ચતુર્થાં, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, અમાસ અને માસક્ષમણ આદિ વિવિધ તપ કરીને આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. Jain Education International For Private ધર્મ કથાનુયાગ—ગૌતમ આદિ અનગારા સૂત્ર ૧૦૫ ગૌતમની શત્રુ ંજય પર્વત પર સિદ્ધિ— ૧૦૩ ત્યારબાદ કોઈ સમયે અર્હત્ અરિષ્ટનેમિ દ્વારકાનગરીના નન્દનવન ઉદ્યાનથી વિહાર કરીને ધર્મપદેશ કરતા કરતા બાહ્ય જનપદામાં વિચરવા લાગ્યા. ત્યાર પછી એક દિવસ અનગાર ગૌતમ, જયાં અંતે અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યા અને અત્ અરિષ્ટનેમિને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહેવા લાગ્યા— ‘હે ભદન્ત ! આપની આશા મેળવી માસિક ભિક્ષુપ્રતિમાના સ્વીકાર કરી હું વિચરણ કરવા ઇચ્છા રાખું છું.' (ભગવાનની આશા મેળવી) સ્કન્દકની પેઠે તેમણે બાર ભિક્ષુ પ્રતિમાઓની સમારાધના કરી, ત્યાર પછી ગુણરત્ન નામની તપસ્યાનુ પણ પૂર્ણ પણે આરાધન કર્યું. જેવી રીતે સ્કન્દકે વિચાર કર્યા અને જેમ તેમણે ભગવાનને પૂછ્યું તે રીતે ગૌતમે પણ વિચાર કર્યા અને પૂછ્યું તથા એવી જ રીતે સ્થવિરોની સાથે શત્રુ ંજય પર્વતપર આરોહણ કર્યું. ત્યારબાદ તે ગૌતમ અણગાર બાર વર્ષ સુધી શ્રમણપર્યાય પાળી, માસિક સ`લેખના દ્વારા આત્માને નિર્મળ કરી, સાઠ ભક્તપાનના અનશન દ્વારા ત્યાગ કરી,-યાવત્ સર્વોત્તમ કેવળજ્ઞાન-દર્શન પામી પછી સિદ્ધ થયા. સમુદ્ર આદિ ૧૦૪ જેવી રીતે ગૌતમ અધ્યયનનું પ્રતિપાદન કર્યું છે તેવી રીતે શેષ સમુદ્રાદિ અધ્યયનાનુ વર્ષોંન સમજી લેવું જોઈએ. એ સહુના પિતાનું નામ અન્ધકવૃષ્ણિ, માતાનું નામ ધારિણી, અને કુમારોનાં નામ સમુદ્ર, સાગર, ગંભીર, સ્તિમિત, અચલ, કામ્બિલ્ય, અક્ષાભ, પ્રસેનજિત્ અને વિષ્ણુકુમાર છે. આ બધાનુ' વન એક સમાન છે. અહ્વાભાઢિ કુમાર અનગાર— ૧૦૫ (સગ્રહણી ગાથા ) Personal Use Only ૧. અક્ષાભ www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy