SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ તીર્થમાં નિષધ : સૂત્ર ૯૭ ધન્ય છે કે જે અહંત અરિષ્ટનેમિને વંદે છે, નમે છે યાવતું પર્યું પાસના કરે છે. જો અહંત અરિષ્ટનેમિ વિહરતા વિહરતા કાળક્રમે...નંદન વનમાં વિહરે તો હું પણ અહંત અરિષ્ટનેમિને વંદન કરું યાવત્ સેવા કરું નિષધની ઇચ્છા જાણીઅરિષ્ટનેમિનું આગમન૯૩. ત્યારબાદ અહંત અરિષ્ટનેમિ નિષધકુમારનો આ આવા પ્રકારના માનસિક સંક૯પને યાવત્ જાણી અઢાર હજાર શ્રમણો સાથે ભાવતુ નંદનવનમાં પધાર્યા. પરિષદ ધર્મ સાંભળવા એકત્ર થઈ. નિષધની પ્રવજ્યા અને સમાધિમરણ૯૪. ત્યાર પછી આ સમાચાર જાણતાં જ નિષધ કુમાર હૃષ્ટ-તુષ્ટ થઈ, ચાર ઘંટવાળા અશ્વરથમાં બેસી નીકળ્યો અને જેવી રીતે જમાલી તેવી જ રીતે યાવત્ માતા-પિતાને પૂછીને પ્રવૃતિ બન્યો, અણગાર બન્યો, ઈર્યાસમિતિ યાવતુ ગુપ્તિઓથી ગુપ્ત અને બ્રહ્મચારી બન્યો. ૮૫. ત્યારબાદ તે નિષધકુમારે અહંત અરિષ્ટનેમિના તથારૂપ-બહુશ્રુત સ્થવિરો પાસે સામાયિક આદિ અગિયાર અંગેનું અધ્યયન કર્યું, અધ્યયન કરીને અનેક ચતુર્થ, બષ્ઠ યાવત્ વિવિધ પ્રકારનાં તપકર્મથી આત્માને ભાવિત કરતાં કરતાં પૂરાં નવ વર્ષ શ્રમણ-પર્યાય પાળ્યો, પાળીને બેંતાલીસ ભક્તના ત્યાગપૂર્વક અનશન કરી, આલોચના અને પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત કરી આનુપૂવથી કાળ પામ્યા. વરદત્તના પૂછવાથી અરિષ્ટનેમિ દ્વારા નિષધના સવાથસિદ્ધ વિમાનમાં જવાનું કથન૯૬. ત્યારબાદ વરદત્ત અણગાર નિષધ અણગારને કાળ પામેલા જાણીને જ્યાં અહંત અરિષ્ટનેમિ વિરાજતા હતા ત્યાં આવ્યા, આવીને તેમણે આ પ્રમાણે કહ્યું હે ભગવંત! આપ દેવાનુપ્રિયના અંતેવાસી નિષધ અણગાર પ્રકૃતિથી ભદ્ર યાવત્ વિનીત હતા. હે ભગવંત ! તે નિષધ અણગાર કાળ કરીને ક્યાં ગયા છે? ક્યાં ઉત્પન્ન થયા છે?” હે વરદત્ત!” એમ વરદત્ત અણગારને સંબોધીને અહંત અરિષ્ટનેમિએ આ પ્રમાણે કહ્યું-“એ મારા અંતેવાસી પ્રકૃતિભદ્ર અને યાવત્ વિનીત હતા. તે વરદત્ત ! મારા યથાયોગ્ય સ્થવિરો પાસે સામાયિક આદિ અગિયાર અંગે અધ્યયન કરી પૂરા નવ વર્ષ સુધી શ્રમણપર્યાય પાળીને, બેંતાલીસ ભક્તનું અનશન પૂર્ણ કરી, આલોચના અને પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત કરી કાળમાસે (મૃત્યુકાળ આવતાં) કાળ કરી ઊર્ધ્વ દિશામાં ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારામંડળની પણ ઉપર સૌધર્મ, ઈશાન આદિ કલ્પો અને ત્રણ સો અઢાર શૈવેયક વિમાનને પણ વટાવીને સર્વાર્થસિદ્ધ નામે વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે. ત્યાં દેવેની સ્થિતિ (આયુ) તેત્રીસ સાગરોપમ છે. ત્યાં આ નિષધ દેવની સ્થિતિ પણ તેત્રીસ સાગરોપમની થઈ છે. નિષધને મહાવિદેહમાં સિદ્ધિ મળશેઃ અરિષ્ટ નેમિ-કથન૯૭. “હે ભગવંત! તે નિષધદેવ આયુક્ષય, ભવક્ષય અને સ્થિનિક્ષય થયા પછી તે દેવલોકમાંથી ચુત થઈને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?” - “હે વરદત્ત! આ જ જંબૂઢીપ નામક દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં ઉન્નાત નામક નગરમાં વિશુદ્ધ પિતૃવંશવાળા રાજકુળમાં તે પુત્રરૂપે જન્મ લેશે. ત્યાર પછી બાળપણ છોડી, જ્ઞાનવિજ્ઞાન મેળવી યુવાવસ્થામાં આવતાં તે તથારૂપ સ્થવિરો પાસે કેવલબાધિ-શુદ્ધ સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને ગૃહત્યાગ કરીને અણગારપણામાં પ્રવૃજિત થશે. તેમાં તે આણગાર ઇસમિતિ આદિથી યુક્ત યાવત્ ગુપ્તિઓથી ગુપ્ત બ્રહ્મચારી થશે. વળી તે બહુ ઘણા ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, અર્ધમાસ, માસક્ષમણરૂપી વિવિધ તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતા અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy