SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુગ–અરિષ્ટનેમિ તીર્થમાં નિષધઃ સૂત્ર ૮૬ - ૨૫ મહાબલની જેમજ, વિશેષ માત્ર નામ વીરાંગદ, બત્રોશ બત્રીશ વસ્તુઓનો દાયજો, બત્રીશ ઉત્તમ રાજકન્યાઓનું પાણિગ્રહણ યાવતુપાવૃષ, વર્ષા, શરદ, હેમંત, ગ્રીષ્મ અને વસંત એ છએ ઋતુઓ પ્રમાણે શબ્દાદિ ઇષ્ટ ભોગ ભોગવતો રહેવા લાગ્યો. સિદ્ધાર્થ આચાર્યના ઉપદેશથી વીરાંગદની પ્રવજ્યા અને બ્રહ્મલોકમાં ઉત્પત્તિ૮૬ તે કાળે તે સમયે કેશી શ્રમણ જેવા જાતિસંપન્ન સિદ્ધાર્થ નામે આચાર્ય હતા. બહુશ્રુત એવા તે વિશાળ શિષ્ય-સમુદાય સાથે જ્યાં રહીનક નગર હતું, જ્યાં મેઘવર્ણ ઉદ્યાન હતું, જ્યાં મણિદત્ત યક્ષનું આયતન હતું, ત્યાં પધાર્યા યાવત્ યથાપ્રતિરૂ૫ વિહરવા લાગ્યા, પરિષદ [ધર્મશ્રમણ માટે એકઠી થઈ. ત્યાર બાદ ઉત્તમ પ્રાસાદના ઉપરના ભાગે રહેતા તે વીરાંગદકુમારે મનુષ્યોનો મહાન કોલાહલ સાંભળ્યો...અને જમાલીની જેમ તે ધર્મશ્રવણ માટે નીકળ્યો, ધર્મોપદેશ સાંભળી, સમજીપૂર્વવર્ણન પ્રમાણે, વિશેષતા આટલી કે “હે દેવાનુપ્રિય! માતાપિતાને પૂછીને હું દીક્ષિત બનીશ.' કહી આમ જમાલીની જેમ જ ગૃહવાસ છોડી નીકળ્યો-યાવતુ-અણગાર બન્યો -થાવત્ ગુપ્ત અને બ્રહ્મચારી બન્યો. ૮૭. ત્યારબાદ તે વીરાંગદ અણગારે તે સિદ્ધાર્થ આચાર્ય પાસે સામાયિક આદિથી શરૂ કરી– યાવતુ-અગિયાર અંગેનું અધ્યયન કર્યું. અધ્યયન કરી બાદમાં અનેક–યાવતુ-ચતુર્થયાવત્ આત્માને ભાવિત કરતાં કરતાં પૂરાં પિસ્તાલીસ વર્ષ સુધી શ્રમણ્ય-પર્યાય પાળી, બે મહિનાની સંલેખના કરી, આત્મારાધના કરી, એકસો વીશ ભક્તોનો અનશન દ્વારા ત્યાગ કરી, આલોચના-પ્રતિક્રમણપૂર્વક સમાધિ પ્રાપ્ત કરી, કાળમાસે કાળ કરી તેઓ બ્રહ્મલોક કલ્પમાં મનોહર દેવવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં દેવોની સ્થિતિ દશ સાગરોપમની દર્શાવાઈ છે. ત્યાં વીરાંગદ દેવની પણ દશ સાગરોપમ સ્થિતિ થઈ. બ્રહ્મલકમાંથી ચવીને નિષકુમારરૂપે જન્મ૮૮. તે વીરાંગદદેવ તે દેવલોકમાંથી આવૃક્ષય થતાં યાવતુ અનંતર શરીરમાંથી આવીને આ જ દ્વારાવતી નગરીમાં બલદેવ રાજાની રાણી રેવતી દેવીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયા. ત્યાર પછી તે રેવતી દેવીએ તે તેવા પ્રકારની શૈયામાં સુતી હતી ત્યારે સ્વપ્ન જોયું–થાવત્ તે કુમાર શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરના ભાગે રહી ભોગો ભોગવવા લાગ્યા. ૮૯, હે વરદત્ત! આ રીતે તે નિષધકુમારે આવા પ્રકારની શ્રેષ્ઠ વિપુલ મનુષ્ય-દ્ધિ મેળવી છે, પ્રાપ્ત કરી છે, ઉપલબ્ધ કરી છે. ૯૦. “હે ભદત! આ નિષધકુમાર આપી દેવાનુપ્રિયની પાસે–પાવતુ–પ્રજયા લેવા સમર્થ છે?” [વરદત્ત અણગારે પૂછ્યું] હા, સમર્થ છે.” [અહંતુ અરિષ્ટનેમિએ જવાબ આપ્યો.] “હે ભદત! એ એમ જ છે.' (અર્થાત્ સાચું જ છે.) એમ કહીને વરદત્ત અણગાર-થાવત્ આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા, ૯૧. ત્યાર પછી અહંતુ અરિષ્ટનેમિ અન્ય કોઇ સમયે દ્વારાવતી નગરીથી નીકળી–ગાવત્ બાહ્ય જનપદોમાં વિહાર કરવા લાગ્યા. નિષધકુમાર શ્રમણોપાસક બની–જાવત્ જીવાજીવ વોનો જ્ઞાતા બનીયાવત્ રહેવા લાગ્યો. નિષધની અરિષ્ટનેમિના દર્શનની ઈચ્છા૯૨. ત્યારબાદ તે નિષધકુમાર અન્ય કોઈ વેળાએ જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો, આવીને વાવનુ-દર્ભના આસન પર બેસી ધર્મ ધ્યાન કરવા લાગ્યો. ત્યારે ધર્મ જાગરણ કરતા કરતા તે નિષધકુમારને મધ્ય રાત્રિના સમયે આ પ્રકારનો વિચાર-વાવ-ઉત્પન્ન થયો તે ગામે, આકરો યાવતું સન્નિવેશ ધન્ય છે કે જ્યાં અહંત અરિષ્ટનેમિ વિચરણ કરે છે. તે રાજાઓ, સામંથાવતુ સાર્થવાહો આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy