SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ધર્મ સ્થાનુગ–ભરત ચક્રવતી-ચરિત્રઃ સુત્ર પ૬૧ વિનીતા રાજધાની પ્રતિ પ્રતિગમનપ૬૦. ત્યાર બાદ અન્યદા એક દિવસ તે દિવ્ય ચક્રરત્ન આયુધશાળામાંથી બહાર નીકળ્યું, નીકળીને આકાશમાં અદ્ધર રહીને હજાર ય વડે વીંટળાઈને તથા દિવ્ય વાજિંત્રોના-ચાવતુઆકાશને ભરતું વિજય છાવણીની વચોવચ્ચ થઈને બહાર નીકળ્યું, નીકળીને દક્ષિણ-પશ્ચિમ દિશામાં રહેલી વિનીતા રાજધાની તરફ જવા લાગ્યું. ત્યારે તે ભરત રાજાએ-વાવ-જોયું, જોઈને હૃષ્ટ-તુષ્ટ યાવત્ કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિયા તમે તરત જ અભિષેકહતીને તૈયાર કરો યાવતુ-તે આજ્ઞા પૂરી કરી જાણ કરી. ત્યાર બાદ જેણે રાજય મેળવ્યું છે, જેણે શઓ પર વિજય મેળવ્યો છે, સમસ્ત રત્નોમાં પ્રધાન ચક્રરત્ન જેને ત્યાં ઉત્પન્ન થયું છે, જે નવ નિધિઓનો સ્વામી બન્યા છે, જેને કોશ સમૃદ્ધ બન્યો છે, જે બત્રીસ હજાર રાજાએથી અનુસરણ કરાય છે, સાઠ હજાર વર્ષમાં જેણે ભરતવર્ષ પોતાને અધીન કરી લીધું છે તેવા ભરત રાજાએ કટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! તરત જ અભિષેક-હસ્તીરત્ન સજજ કરો’ હાથી, ઘોડા, રથ આદિ પૂર્વાનુસાર–પાવત્ અંજનગિરિના શિખર સમાન ગજપતિ પર નરપતિ આરૂઢ થયો. ત્યાર પછી ભારત રાજા અભિષેક-હસ્તી પર આરૂઢ થયો કે તરત જ તેની આગળ આઠ મંગળો યથાક્રમ ચાલવા લાગ્યાં, જેમ કે સ્વસ્તિક, શ્રીવત્સ યાવત્ દર્પણ. ત્યાર બાદ પૂર્ણ કળશ, ઝારી, દિવ્ય છત્ર અને ધ્વજા આદિ ચાલવા લાગ્યાં. ત્યાર બાદ વૈદૂર્યરત્નથી ઝગમગતો વિમલ દંડ-ભાવતુ-પથાક્રમ ચાલવા લાગ્યા. ત્યાર બાદ એકેન્દ્રિય એવાં સાત રને અનુક્રમે ચાલવા લાગ્યાં, જેમ કે ૧. ચક્રરત્ન ૨. છત્રરન ૩. ચામરરત્ન ૪. દડરન ૫. અરિત્ન ૬. મણિરત્ન ૭. કાકિણીરને. ૫૬૧. ત્યાર બાદ અનુક્રમે નવ મહાનિધિઓ ચાલવા લાગી, જેમ કે- નૈસર્પ, પાંડુક યાવત્ શંખ. ત્યાર બાદ યથાનુક્રમ સોળ હજાર દેવો ચાલવા લાગ્યા. ત્યાર બાદ બત્રીસ હજાર રાજાઓ ક્રમાનુસાર ચાલવા લાગ્યો. ત્યાર બાદ સેનાપતિ રતન, પછી ગૃહપતિ રત્ન, વર્ધકિરન, પુરોહિત રત્ન, ક્રમે ચાલવા લાગ્યા. ત્યાર બાદ સ્ત્રી-રત્ન ચાલવા લાગી. ત્યાર બાદ યથાનુક્રમ બત્રીસ હજાર ત્રાસુકલ્યાણીઓ ચાલવા લાગી, ત્યાર બાદ અનુક્રમ બત્રીસહજાર જનપદ કલ્યાણીઓ ચાલવા લાગી, ત્યાર બાદ બત્રીસ બત્રીસના યૂથમાં ગોઠવાયેલા બત્રીસહજાર નાટકમંડળીવાળા ચાલવા લાગ્યા, ત્યાર બાદ ત્રણસો સાઠ સ્વસ્તિપાઠક ચાલવા લાગ્યા, ત્યાર બાદ અનુક્રમે અઢાર શ્રેણી–પ્રશ્રેણીના લોકો ચાલવા લાગ્યા, ત્યાર બાદ ચોરાશી લાખ અશ્વો ક્રમબદ્ધ ચાલવા લાગ્યા, ત્યાર બાદ ચોરાશી લાખ હાથીઓ ક્રમસર ચાલવા લાગ્યા, ત્યાર બાદ ચોરાશી લાખ રથ ચાલવા લાગ્યા, ત્યાર બાદ છ— કરોડ મનુષ્યો અનુક્રમે ચાલવા લાગ્યા, ત્યાર બાદ અનેક રાજાઓ, ઈશ્વર, તલવરોથાવતુ-સાર્થવાહ વગેરે પોતપોતાના સ્થાન, પ્રમાણે ચાલવા લાગ્યા. પ૬૨. ત્યાર બાદ અનેક તરવારધારીઓ,લાઠીધારીઓ, ભાલાધારીઓ, ધનુર્ધારીએ, ચામરધારીઓ, પાશધારીએ, ફલકધારીએ, પરશુધારીએ, પુસ્તકધારીઓ, વીણાધારીઓ, કૃપીધારીઓ, ખાનદાનધારીઓ, મશાલધારીઓ પોતપોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy