SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ www wwww શુ કરવાનું છે!' એમ પૂછતા રાજા ભરત પાસે ઉપસ્થિત થયા.(૧) રાજાની આજ્ઞાથી તેણે દેવપૂજનવિધિ કરીને પછી પળવારમાં જ આવાસભવન સહિત સ્કન્ધાવારની રચના કરી દીધી. (૨) સ્કન્ધાવારની રચના કરીને પછી પૌષધશાળાની રચના કરી, કરીને જતાં ભરત રાજા હતા ત્યાં આવ્યા-પાવ-આજ્ઞાનું શીઘ્ર પાલન કર્યાની જાણ કરી, બાકી વર્ણન પૂર્વવત્યાવત્–રાજા સ્નાન ગૃહમાંથી નીકળ્યા, નીકળીને જયાં બહારના સભાખંડ હતા અને જ્યાં ચાર ઘ'ટવાળા અશ્વરથ હતા ત્યાં આવ્યા. ૫૫. તે રથ ધરતી પર ચાલવામાં અત્યંત તીવ્ર ગતિવાળા હતા, અનેક શુભ લક્ષણવાળા હતેા, હિમવંત પર્યંતની કદરાઓમાં, ગુફાઓમાં પવનરહિત સ્થળમાં ઉત્પન્ન થયેલ અને ઉછરેલ સુંદર તિનિશવૃક્ષના લાકડામાંથી બનાવવામાં આવેલ હતા, જંબૂનદ જાતના સુવર્ણમાંથી તેની ધૂંસરી બનાવેલ હતી, તેના આરાના દંડ સુવણ ના બનાવેલા હતા અને પુલક, ઇંદ્રનીલ, રાયક, પ્રવાળ, સ્ફટિક, રત્ન, લેટુક મર્માણ, વિક્રમ આદિથી શણગારેલ હતા, એના અડતાલીશ આરા હતા જેના પર તપનીય સુવર્ણના પટ્ટો હતા, તે આરા ઘસી ઘસીને ચીકણા બનાવેલ પટ્ટા પર બરાબર લગાવેલા હતા, તે રથ ખાસ પ્રકારની સુંદર અને લેાખંડની ખીલીઓથી જોડાયેલ હતા, તેનાં રત્નમય ચક્રો શ્રીકૃષ્ણના શસ્ત્ર (સુદર્શન ચક્ર) જેવાં હતાં, તેનાં જાળીઝરૂખા કેતન, ઇન્દ્રનીલ, સસ્યક આદિ રત્ના જડેલાં હતાં, તેની ધૂંસરી પ્રશસ્ત,વિસ્તી, સમ અને શ્રેષ્ઠ નગરની જેમ સુરક્ષિત હતી, સુંદર કિરણાવાળા તપનીય સુવર્ણની ઘેાડાની લગામા હતી, જે બખ્તરોથી ઢંકાયેલ હતા, જેમાં પ્રહાર કરવા માટે અસ્ત્ર-શસ્ત્ર રાખવામાં આવ્યા હતા–જેવાં કે તરવાર, કનક, ધનુષ, મંડલાકાર તરવાર, શક્તિ, ભાલા, તામર, સેંકડો બાણા Jain Education International ધર્મ કથાનુયોગ-ભરત ચક્રવતી-ચરિત્ર : સુત્ર ૫૧૫ wwwwnn અને બત્રીશ પ્રકારનાં ભાથાં, સુવર્ણ અને મણિમય ચિત્રાકૃતિવાળા, હલીમુખ, બગલા, હાથીદાંત, ચંદ્ર, માતી, ઝાકળ, માગરાનાં ફૂલ, કુટજપુષ્પ, સિંદુવારપુષ્પ, નિર્ગુ'ડી, કંદલ (વૃક્ષવિશેષ), ફીણસમૂહ, હાર, કાસપુષ્પ વગેરેના જેવા ઘવલ તથા દેવ, મન અને પવનના વેગથી વધુ વેગવાળા, ચપળ, શઘ્રગામી, તથા ચામરો અને સુવર્ણ-આભૂષણોથી શણગારેલ અશ્વો જોડેલ, જેના પર છત્ર હતું તેવો, ધ્વજાવાળા, ઘંટવાળા, પતાકાઓવાળે, સારી રીતે જેનું જોડાણ કરવામાં આવ્યું છે તેવો, યુદ્ધને માટે ખૂબ જ મેાગ્ય સમરકાક (નામે વાદ્ય)ના ઘાષ જેવા ગંભીર ાષવાળા હતા. તે રથના બન્ને કૂપર (અગવિશેષ) ઉત્તમ હતા, આરારા ઉત્તમ હતા, ધૂંસરીના બન્ને છેડા ઉત્તમ હતા, ધૂંસરીના આગળના ભાગ ઉત્તમ વજ્રરત્નના બનેલા હો, ઉત્તમ સુવથી તે રથ સુશાભિત હતેા, ઉત્તમ શિલ્પીએ બનાવેલા હતા, ઉત્તમ અશ્વો જોડેલ હતા, ઉત્તમ સારથી દ્વારા 'કારાતા હતા, ઉત્તમ ને મહાન પુરુષ માટે બેસવાલાયક હતા, તે રથ ઉત્તમ રત્નાથી સુશાભિત હતા, સુવણ ની ઘૂઘરીઆથી શાભિત હતા, તેની યુદ્ધમાં બરોબરી કરી ન શકાય તેવા હતા, વિદ્યુતૂ, તપ્ત કનક, પંકજ, જાસુદ, અગ્નિજ્વાળા અને પાપટની ચાંચ જેવા તેના રાતા રંગ હતા, ચણાઠીના અધ ભાગ, બંધુજીવ પુષ્પ, રાતા હિંગળાના ઢગ, સિંદૂર, રુચિર કુકુમ, પારેવાના પગ, કોયલની આંખ, ર`ગેલા અધરોષ્ઠ, રકતવ અશાક, કનક, કેશુડા, હાથીનું તાળવું, ઇન્દ્રગાપ (જંતુવિશેષ)—આ બધાં જેવા રાતા ર`ગના તથા બિબફળ, શિલાપ્રવાળ અને ઊગતા સૂર્ય જેવી રાતી આભાવાળા તે રથ હતા. તે રથ પર બધી ઋતુઓનાં સુગધી પુષ્પાની માળાઓ લટકાવવામાં આવી હતી તથા ઊ'ચા શ્વેત ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા. મહીમેઘની ગર્જના જેવા તેના સ્નિગ્ધ ગભીર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy