________________
ધર્મકથાનુયોગ તીર્થકર સામાન્ય સૂત્ર ૪૪૪
ભગવાન વાસુપૂજયે છે સો પુરુષ સાથે દીક્ષા લીધી હતી.
ભગવાન ઋષભદેવે ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિયકુળના ચાર હજાર પુરુષો સાથે તથા બાકીના તીર્થકરોએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી.
દીક્ષા પૂર્વ તપ૪૪૪. તીર્થકર સુમતિનાથ ભગવાને નિત્ય ભજન
પૂર્વક, ભ. વાસુપૂજ્ય ચતુર્થભક્ત(એક ઉપવાસ) પૂર્વક, પાર્શ્વનાથ અને મલિનાથે અષ્ટભક્ત (ત્રણ ઉપવાસ) પૂર્વક તથા બાકીના તીર્થકરોએ ષષ્ઠભક્ત (બે ઉપવાસ)પૂર્વક દીક્ષા લીધી હતી.
પ્રથમ ભિક્ષાદાતા– ૪૫. આ ચોવીશ તીર્થકરોના ચોવીશ પ્રથમ ભિક્ષાદાતાઓ હતા, તેમનાં નામ છે–
શ્રેયાંસ, બહાદત્ત, સુરેન્દ્રદત્ત, ઈન્દ્રદત્ત, ધર્મસિંહ, સુમિત્ર, ધર્મમિત્ર
પુષ્ય, પુનર્વસુ, પૂર્ણાનંદ, સુનંદ, જય, વિજય, પદ્મ, સોમદેવ, મહેન્દ્રદત્ત, સોમદત્ત.
અપરાજિત, વિશ્વસેન, 2ષભસેન, દિન્ન, વરદત્ત, ધન્ય, બહુલ-ક્રમશ: આ પ્રમાણે તેઓનાં નામ જાણવાં.
આ બધા પ્રથમ ભિક્ષાદાતાઓએ વિશુદ્ધ અધ્યવસાયવાળા થઈ ભક્તિપૂર્વક હાથ જોડી જિનેન્દ્ર ભગવંતને તે કાળે તે સમયે પ્રથમ ભિક્ષા વહેશવી હતી.
પ્રથમ ભિક્ષાકાળ– ૪૪૬, લોકનાથ અષભદેવ ભગવાનને દીક્ષા લીધા
પછી એક વર્ષે અને બાકીના તીર્થકરને બે દિવસ પછી પ્રથમ ભિક્ષા મળી હતી. - લોકનાથ ઋષભદેવને પ્રથમ ભિક્ષામાં ઇક્ષરસ મળ્યો હતો અને બાકીના તીર્થકરોને અમૃત સમાન ખીર મળી હતી.
બધા તીર્થકરોને જ્યારે પ્રથમ ભિક્ષા મળી
ત્યારે માથાભર વરસાદ થયો હતો. Jain Educatinq gternational
ચેત્યક્ષ
[સંગ્રહણી ગાથાઓ]૪૪૭. આ ચોવીસ તીર્થંકરનાં ચોવીસ રૌત્પવૃક્ષ
હતાં, તે આ પ્રમાણે
ન્યધ, શક્તિપણ, શાલ, પ્રિયક, પ્રિયંગુ. છત્રાભ, શિરીષ, નાગવૃક્ષ, માલિ, પલાશ,
નિંદુક, પાટલ, જંબૂ, અશ્વત્થ, દધિવર્ણ, નંદીવૃક્ષ, તિલક, આમ્રવૃક્ષ,
અશોક, ચંપક, બકુલ, વેસ, ધાતકી અને શાલ. વર્ધમાન ભગવાન મહાવીરનું રૌત્પવૃક્ષ શાલ દર્શનીય, શોકહારક, શોભાદાયક, અને બત્રીસ ધનુષ ઊંચું હતું.
ઋષભ જિનેન્દ્રનું ચૈત્યવ્રુક્ષ ત્રણ ગાઉ ઊંચું હતું અને બાકીના તીર્થકરોનાં ત્ય વૃક્ષો દરેકના શરીર પ્રમાણથી બાર ગણા ઊંચા સમજવા.
પ્રથમ શિ – ૪૪૮. આ ચોવીસ તીર્થંકરોના ચોવીસ પ્રથમ શિષ્યોનાં નામ આ પ્રમાણે છે
કષભસેન, સિંહસેન, ચારુ, વજાનાભ, ચમર, સુન, વિદર્ભ, દિન, વરાહ, આનંદ, ગોતુભ, સુધર્મ, મંદર, યશ, અરિષ્ટ, ચક્રાહ, સ્વયં, કુંભ અને
ઇન્દ્ર, કુંભ, શુભ, વરદત્ત, દિન તથા ઇન્દ્રભૂતિ.
તીર્થપ્રવર્તક જિનેશ્વરના આ બધા પ્રથમ શિષ્યો ઉચ્ચ કુળ, ઉચ્ચ વંશ, વિશુદ્ધ વંશવાળા તથા ગુણસંપન્ન હતા.
પ્રથમ શિષ્યાઓ– ૪૪૯. આ ચોવીસ તીર્થકરોની ચોવીસ પ્રથમ શિષ્યાઓનાં નામ આ પ્રમાણે છે–
બ્રાહ્મી, ફલ્ગ, શ્યામા, અજિતા, કાશ્યપી, રતિ, સમા, સુમના, વારુણી, તુલસા, ધારિણી, ધરણી, ધરણીધરા,
પ્રથમ, શિવા, શુચિ, અંજુકા, ભાવિતાત્મા, રક્ષિકા, બંધુમતી, પુષ્પવતી અને ધનિલા.
For Private & Personal Use Only
www.jainelibrary.org