SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. wwwww www આવા પ્રકારના અભિગ્રહ (સંકલ્પ) ધારણ કર્યા— હું બાર વર્ષ સુધી શરીરના વ્યુત્સગ કરીને, શરીરની સારસભાળ છોડીને જેકોઈ ઉપસગ ઉત્પન્ન થશે, જેવા કે દિવ્ય અથવા માનુષી અથવા નિય ચ–સંબંધી-તે બધા ઉપસર્ગ કલેશરહિતપણે, નિશ્ચલપણે, અદીન મનથી, મન-વચન-કાય એ ત્રણે ગુપ્તિપૂર્વક, સમ્યક્ પ્રકારે સહન કરીશ, ક્ષમાપૂર્વક સહન કરીશ, ખેદરહિતપણે સહન કરીશ. મહાવીરના વિહાર– ૩૦૧ આ રીતના અભિગ્રહ ધારણ કરી પછી શરીરનું મમત્વ છોડી તથા સારસભાળ છોડી શ્રમણ ભગવાન મહાવીર મુહૂર્ત માત્ર દિન બાકી રહ્યુ કર્માર ગામ પહેોંચ્યા. ત્યારથી શ્રમણ ભગવાન મહાવીર શરીરનું મમત્વ તથા સારસભાળ છોડી અનુત્તર (સોષ્ઠ) જ્ઞાન–વાવ-અનુત્તર ચારિત્ર, અનુત્તર આલય (નિર્જન સ્થળનિવાસ), અનુત્તર વિહાર, અનુત્તર સયમ, અનુત્તર ઉપધિ, અનુત્તર સંવર, અનુત્તર તપ, અનુત્તર બ્રહ્મચર્ય, અનુત્તર ક્ષમા, અનુત્તર નિર્વ્યાભતા, અનુત્તર મુક્તિ, અનુત્તર તુષ્ટિ, અનુત્તર સમિતિ, અનુત્તર ગુપ્તિ, અનુત્તર સ્થાન, અનુત્તર કર્યું, અનુત્તર સુચરિત પુરુષા દ્વારા સેવિત અને સર્વાં દુ:ખાથી નિવૃત્તિરૂપ નિશ્ચિત ફળ આપનાર મુક્તિમાર્ગથી યુક્ત થઈ, આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા. પરિષહજય ૩૦૨, આ રીતે વિહાર કરતાં કરતાં જે કોઈ ઉપસગ ઉત્પન્ન થયા-દેવકૃત, મનુષ્યકૃત કે તિ``ચકૃત-તે સર્વ ઉપસ કલેશરહિતપણે, નિશ્ચળપણે, અદીન મનથી તથા મન, વચન, કાયાની ગુપ્તિપૂર્વક, સમભાવપૂર્વક, ક્ષમાપૂર્ણાંક, સમત્વપૂર્વક સહ્યા, અને ખમ્યા. Jain Education International ધર્મ કથાનુયાગ—મહાવીર-ચરિત્ર : સૂત્ર ૩૦૪ wwwwwwn દેશ સ્વતાનું ફળ— ૩૦૩. ઇન્નાવસ્થા દરમિયાન એક વખત રાત્રિના અંતિમ પ્રહરમાં શ્રમણ ભગવાન મહાવીરે આવા પ્રકારનાં દશ મહાસ્વપ્ન જોયાં અને જાગી ગયા-જેમ કે, ૧. એક મહાદ્રાર આકૃતિવાળા અને તેજસ્વી તાપિશાચને પરાજિત કર્યાં, એવું સ્વપ્ન જોયું અને જાગ્યા. ૨. એક શ્વેત પાંખાવાળા માટા નરકેાકિલ પક્ષીને સ્વપ્નમાં જોઈને જાગ્યા, ૩. એક ચિત્રવિચિત્ર પાંખાવાળા મેટા નરકોકિલ પક્ષીને સ્વપ્નમાં જોઈને જાગ્યા. ૪. એક સરત્નમય મહાન માળાયુગલ સ્વપ્નમાં જોઈને જાગ્યા. પ. એક માટા અને શ્વેત ગૌધણને સ્વપ્નમાં જોઈને જાગ્યા. ૬. એક ચાપાસ કુસુમાચ્છાદિત મેટા પદ્મ સરોવરને સ્વપ્નમાં જોઈને જાગ્યા. ૭. હજારો તર’ગો—કલ્લાલાથી યુક્ત એક મહાસાગરને પાતાની ભુજાએથી તરી ગયા એવું સ્વપ્ન જોઈને જાગ્યા. ૮. તેજથી ઝળહળતા એક મહાન સૂર્યને સ્વપ્નમાં જોઈને જાગી ગયા. ૯. એક વિશાળ માનુષોત્તર પતને લીલા વૈદૂ મણિ જેવા રંગની પોતાની આંતરડીઓથી ચાપાસથી વીંટો એવું સ્વપ્ન જોઈને જાગ્યા. ૧૦. એક મહાન મેરુ પર્વતની મંદરચૂલિકા પર સિહાસન પર પાતાને બેઠેલા સ્વપ્નમાં જોઈને જાગ્યા. ૩૦૪. (૧) શ્રમણ ભગવાન મહાવીર જે એક માટા ભયંકર તેજસ્વી રૂપવાળા તાલિપશાચને પરાજિત કર્યાનુ` સ્વપ્ન જોઈને જાગ્યા તેના અર્થ એમ કે શ્રમણ ભગવાન મહાવીરે માહનીય કને મૂળથી નષ્ટ કર્યું. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy