SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–મહાવીરચરિત્ર : સુત્ર ૨૮૩ ઊતર્યા, ઊતરીને ધીરે ધીરે પૂર્વાભિમુખ થઈને સિંહાસન પર બેઠા અને અલંકારો ઉતાર્યા. ત્યારે વૈશ્રમણ દેવે ભક્તિપૂર્વક ચરણ કમળમાં બેસી, હંસધવલ વસ્ત્રમાં ભગવાન મહાવીરના અલંકારો ગ્રહણ કર્યા. પંચમુષ્ટિ લોચ– ૨૯૩. ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીરે જમણા હાથથી જમણી બાજુ અને ડાબા હાથથી ડાબી બાજના કેશનો પંચમુષ્ટિ લોન્ચ કર્યો. ૨૯૪. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરના પાદમૂળમાં બેઠેલ દેવેન્દ્ર દેવરાજ શકે જમય થાળમાં તે કેશ ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને “હે ભગવંત! આપની આશા' એમ કહી ક્ષીરસમુદ્રમાં પધરાવ્યા. સામાયિક ચારિત્ર-પરિગ્રહણ– ૨૯૫. ત્યાર બાદ જમણા હાથે જમણી બાજુના અને ડાબા હાથે ડાબી બાજુના કેશનો પંચમુષ્ટિ લોચ કરીને શ્રમણ ભગવાન મહાવીરે સિદ્ધ ભગવંતોને નમરકાર ક્ય, નમસ્કાર કરીને “મારા માટે સર્વ પ્રકારનાં પાપ અકરણીય છે એમ કહી સામાયિક ચારિત્ર સ્વીકાર્યું, સામાયિક ચારિત્ર સ્વીકારતી વેળાએ દેવસભા અને મનુષ્યસભા ભીત પર ચીતરેલા ચિત્રની માફક રસ્તબ્ધ બની ગઈ-દિમૂઢ બની ગઈ. રહિત) અને પાણિપાત્ર (હાથમાં જ ભોજન આદિ ગ્રહણ કરનાર) બન્યા. અનગારરૂપ પ્રશંસા– ર૯૮. ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીર અનગર બન્યા. ૧-ઈર્ષા સમિતિ ૨–ભાષાસમિતિ ૩એષણા સમિતિ ૪. આદાનભાંડમાત્ર-નિર્ભપણા સમિનિ ૫-ઉચ્ચાર–પાસવણ–ખેલસિધાણ-જલ્લ–પરિસ્થાપિનિકા સમિતિ ૬મન:સમિતિ –વચન સમિતિ ૮.કાયસમિતિ, ૧. મનગતિ, ૨. વચનગુપ્તિ, ૩. કાયગુપ્તિઆ બધાંથી સમિત અને ગુપ્ત તથા ગુપ્તન્દ્રિય, ગુપ્તબ્રહ્મચારી, ક્રોધ, માન, માયા, અને લોભરહિત, શાંત, પ્રશાંત, ઉપશાંત અને સંતાપથી મુક્ત બન્યા, આશ્રવરહિત, મમતારહિત, પરિગ્રહરહિત, અકિંચન નિર્ગસ્થ થયા, નિર્લેપ થયા, ૧. જળથી પણ ન લેવાનાર શ્રેષ્ઠ નિર્મળ કાંસાના પાત્ર જેવા–પાવતુ-૨૧-જીવની જેમ અપ્રતિહત ગતિવાળા બન્યા. પ્રતિબંધાભાવ– ૨૯૮, તે ભગવંતનો ક્યાંય પણ પ્રતિબંધ ન હતો. તેઓ અપ્રતિબંધવિહારી હતા. પ્રતિબંધ આ પ્રમાણે ચાર પ્રકારનો કહેવાય છે૧. દ્રવ્ય ક્ષેત્ર ૩. કાળ ૪. ભાવ. ૧. દ્રવ્યથી_સચિન, અચિત્ત અને મિશ્ર ૨. ક્ષેત્રથી—ગામમાં પાવતુ -- આકાશમાં. ૩. કાળથી–સમય – પાવતુ – અન્ય દીર્ધકાળ સંયોગ. ૪. ભાવથી – ક્રોધમાં - પાવતુ - મિથ્યાદર્શન શિલ્પ, તેઓ ભગવંતને આ કોઈ પ્રકારને પ્રતિબંધ હોતો નથી. મહાવીરનો અભિગ્રહ૩૦૦. શ્રમણ ભગવાન મહાવીરે પ્રવૃજિત થયા પછી મિત્રો, જ્ઞાતિજન, સ્વજનો, અને સંબંધીવર્ગનું વિસર્જન કર્યું', વિસર્જન કર્યા પછી મન:પર્યવજ્ઞાનેત્તિ – ર૯૬. ત્યારબાદ ક્ષામાપશમિક સામાયિક ચારિત્ર ગ્રહણ કરતાં જ શ્રમણ ભગવાન મહાવીરને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તેઓ અઢી દ્વીપ અને બે સમુદ્ર મધ્યે રહેલ સંશી પંચેન્દ્રિય પર્યાપ્ત વ્યક્ત મનવાળા જીવોના મનોગત ભાગો જાણવા લાગ્યા. તેર માસ પછી અચલકત્વર૯૭. શ્રમણ ભગવાન મહાવીર એક વર્ષ અને એક માસ સુધી-ચાવત્ ચીવરધારી (એટલે કે વસ્ત્રધારી) હતા. ત્યાર પછી અચેલક (વસ્ત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy