SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ કે કોઈ અન્યનું આવું મારા અંત:પુર જેવુ’ અંત:પુર તમે જોયું છે ખરું ?” ત્યારે તે ચાકખા પરિવ્રાજિકા જિતશત્રુની આ વાત સાંભળી સહેજ હસી, હસીને આ પ્રમાણે બાલી— ‘હે દેવાનુપ્રિય ! તમે કૂપમ`ડૂક જેવા લાગેા છે.’ ‘હે દેવાનુપ્રિયે ! તે કૂપમંડૂક વળી શું છે?” ‘હું જિતશત્રુ ! તે એમ કે જેમ કોઈ કૂવામાં એક દેડકો હતા, તે ત્યાં જ જન્મ્યા હતા, ત્યાં જ ઊછર્યા હતા, પાતાના કૂવા સિવાય તેણે બીજો કોઈ કૂવા, તળાવ, સરોવર, દ્રહ કે સમુદ્ર જોયા નહી હોવાથી તે એમ જ માનતા કે “આ કૂવા જ કૂવા કે તળાવ કે દ્રહ કે સરોવર કે સાગર છે.” ત્યાર બાદ તે કૂવામાં એક સમુદ્રાસી દેડકો આવી ચઢયો. ત્યા૨ે તે કૂપમંડૂકે પેલા સમુદ્રમંડૂકને આ પ્રમાણે કહ્યું— ‘હે દેવાનુપ્રિય ! તું કોણ છે ? અહીં કયાંથી આવી ચઢયો છે?’ ત્યારે તે સમુદ્રમંડૂકે તે કૂપમંડૂકને આ પ્રમાણે કહ્યું– ‘હે દેવાનુપ્રિય ! હુ` સમુદ્રના દેડકો છુ.' ત્યારે તે કૂવાના દેડકાએ સમુદ્રના દેડકાને આ પ્રમાણે કહ્યું–હે દેવાનુપ્રિય ! તે સમુદ્ર કેટલા મોટા છે ?' ત્યારે તે સમુદ્રના દેડકાએ કૂવાના દેડકાને આ પ્રમાણે કહ્યું—‘હે દેવાનુપ્રિય ! તે સમુદ્ર તા ઘણા માટો છે.' ત્યારે તે કૂવાના દેડકાએ પગથી લીટી દોરીને આ પ્રમાણે કહ્યું--હે દેવાનુપ્રિય ! તે સમુદ્ર આટલા માટો છે ?” ‘આટલાથી બતાવવુ શકય નથી. તે સમુદ્ર તે ઘણા મોટા છે.' ત્યા૨ે તે કૂવાના દેડકો કૂવાના પૂર્વ કિનારેથી કૂદકો મારી પશ્ચિમકિનારે જઈ પહોંચ્યા, Jain Education International For Private ધ કથાનુયાગ—મલ્લી—જિન-ચરિત્રઃ સૂત્ર ૨૧૪ પહોંચીને બાલ્યા–હે દેવાનુપ્રિય ! તે સમુદ્ર આટલા માટો છે ?' ‘આટલુ’ય પૂરતું નથી.’ આમ હેજિતશત્રુ ! તમે પણ બીજા અનેક રાજેશ્વર,-યાવતુ–સા વાહ વગેરેની ભાર્યા અથવા ગિની અથવા પુત્રી કે પુત્રવધૂને જોઇ નથી તેથી એમ માના છે કે જેવું મારું અંત:પુર છે તેવુ બીજા કોઈને નથી. મલ્લીના રૂપની પ્રશ‘સા— ૨૧૨. એટલે હું જિતશત્રુ ! ખરેખર તેા મિથિલા નગરીમાં કુ’ભરાજાની પુત્રી, પ્રભાવતી રાણીની કૂખે જન્મેલી વિદેહવર રાજકન્યા મલ્લી રૂપમાં કે યૌવનમાં અથવા લાવણ્યમાં જેવી શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ શરીરવાળી છે, એવી કોઈ બીજી દેવકન્યા કે અસુરકન્યા કે નાગકન્યા કે યક્ષકન્યા કે ગંધકન્યા કે રાજકન્યા નથી, તે વિદેહવર રાજકન્યાના પગના અ'ગૂઠાનાય લાખમા ભાગનું મૂલ્ય તારા અંત:પુરનું નથી.' આમ કહી જ્યાંથી આવી હતી ત્યાં તે પાછી ચાલી ગઈ. જિતશત્રુના દૂતનું. મિથિલાગમન— ૨૧૩. ત્યાર બાદ પરિવ્રાજિકા વડે ઉત્પન્ન થયેલ કુતૂહલને કારણે જિતશત્રુએ દૂતને બાલાવ્યા. બાલાવીને આ પ્રમાણે કહ્યું- --યાવત્ ‘મારા રાજ્યનું મૂલ્ય ચૂકવીને પણ વિદેહવ૨ રાજકન્યા મલ્લીનું મારી ભાર્યા તરીકે માગું મૂક.’ ત્યારે જિતશત્રુની આવી આશા સાંભળીને દૂત હુષ્ટ-તુષ્ટ થઈને-યાવત્-જ્યાં મિથિલાનગરી હતી ત્યાં જવા નીકળ્યેા. દ્વતાનું સંદેશ નિવેદન— ૨૧૪. એ રીતે તે જિતશત્રુ પ્રમુખ છએ રાજાઓના દૂતે જ્યાં મિથિલાનગરી હતી ત્યાં જવા નીકળ્યા. ત્યાર બાદ તે છએ દૂતા જ્યાં મિથિલા નગરી હતી, ત્યાં આવ્યા, ત્યાં આવીને Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy