SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–મલ્લી-જિન-ચરિત્રઃ સુત્ર ૨૦૮ હે દેવાનપ્રિયા! ધર્મનું મૂળ શૌચ કહેવાયું છે. એટલે જ્યારે અમારી કોઈ પણ વસ્તુ અશુદ્ધ બને છે ત્યારે પાણીથી અને માટીથી તેને શુદ્ધ કરવામાં આવે છે. એ રીતે જલાભિષેકથી પવિત્ર થઈને અમે નિર્વિદન સ્વર્ગ જઈએ છીએ.' ત્યારે વિદેહવર રાજકન્યા મલ્લીએ ચોકખા પરિવ્રાજિકાને આ પ્રમાણે કહ્યું – - “હે ચોકખા! જો કોઈ માણસ રુધિરથી લિપ્ત વસ્ત્ર રુધિરથી જ ધુએ તો હે ચોકખા ! શું તે રુધિરલિપ્ત વસ્ત્ર રુધિરથી ધાવાવાથી કંઈ શુદ્ધ થશે? એમ બનવું શક્ય નથી.” એ જ પ્રમાણે તે ચકખા! જેમ રુધિરલિપ્ત વસ્ત્ર રુધિરથી લેવાથી શુદ્ધ ન થઈ શકે તે જ રીતે પ્રાણાતિપાત(જીવવધ)-વાવમિથ્યાદર્શન શલ્યથી તમારી કંઈ શુદ્ધિ થાય નહીં.' ૨૦૮. વિદેહવર રાજકન્યા મલ્લીએ આ પ્રમાણે કહેતાં જ ચોકખા પરિવ્રાજિકાને પોતાના મતમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા થઈ અને મતભેદ થવાનો ભય લાગ્યો. તે વિદેહવર રાજકન્યાના પ્રશ્નનો કોઈ ઉત્તર ન આપી શકી, એટલે મૌન બની ગઈ. ત્યાર બાદ વિદેહવર રાજકન્યા મલીની અનેક દાસીઓ ચોકખાની ટીકા કરવા લાગી, નિંદા કરવા લાગી, કટાક્ષ કરવા લાગી, કેટલીક દાસીઓ તેને ચીડવવા લાગી, કેટલીક મે મરડવા લાગી, કેટલીક મશ્કરી કરવા લાગી, કેટલીક તિરસ્કાર કરવા લાગી અને કેટલીક તેને ધક્કા મારીને બહાર કાઢવા લાગી. ચકખાનું કપિલપુરમાં આગમન૨૦૯. ત્યાર બાદ વિદેહવર રાજકન્યા મલ્લીની દાસીઓ દ્વારા તિરસ્કૃત, નિંદિન, અપમાનિત થતી તે ચોકખા કુદ્ધ-ચાવતુ-ક્રોધથી ધમધમતી, વિદેહવર રાજકન્યા મલી પર ગુસ્સે થઈ, આસન ઉપાડયું અને આસન લઈ કન્યા અંત:પુરમાંથી બહાર નીકળી, નીકળીને મિથિલા છોડી નીકળી, મિથિલાથી નીકળીને પરિવ્રાજિકાઓ સાથે જ્યાં પાંચાલ જનપદ હતું, જયાં કંપિલનગર હતું, ત્યાં આવી, આવીને ત્યાં અનેક રાજેશ્વર-યાવતુ-દાર્થવાહોને દાનધર્મ, શૌચધર્મ અને તીર્થાભિષેક ધર્મનો ઉપદેશ આપતી, નિરૂપણ કરતી, પ્રરૂપણા કરતી, રહેવા લાગી. ૨૧૦. ત્યાર બાદ એક વખત જિતશત્રુ પોતાના અંત:પુરમાં પરિવારથી વીંટળાઈને ઉત્તમ સિંહાસન પર બેઠો હતો ત્યારે પરિવ્રાજિકાઓ સાથે તે ચોકખા જ્યાં જિતશત્રુ રાજાનો મહેલ હતો, જયાં જિતશત્રુ રાજા હતો ત્યાં આવી, ત્યાં આવીને અંદર પ્રવેશી, પ્રવેશીને જિતશત્રુને જય-વિજય શબ્દોથી વધાવ્યો. ત્યારે જિતશત્રુએ ચકખા પરિવ્રાજિકાને આવતી જોઈ, જોઈને તે સિંહાસન પરથી ઊઠ્યો, ઊઠીને ચોકખાનો સત્કાર કર્યો, સન્માન કર્યું', સત્કાર-સન્માન કરીને આસન પર બેસવા કહ્યું. ત્યાર બાદ એ ચોકખાએ જળથી ભૂમિનું સિંચન કર્યું, દર્ભાસન પાથયું', આસન પર બેઠી, બેસીને જિતશત્રુ રાજાને રાજપ, રાષ્ટ્ર, કેશ, કે ઠાગાર, સેના, વાહન, નગર અને અંત:પુરના કુશળસમાચાર પૂછયા. ત્યાર બાદ તે ચોકખાએ જિનશ રાજાને દાનધર્મ, શૌચધર્મ તથા તીર્થાભિષેક ધર્મ વિશે આખ્યાન કર્યું, પ્રરૂપણા કરી, ઉપદેશ આપ્યો. ચેખાએ કહેલ કૂપમંડૂક-દષ્ટાંત૨૧૧. ત્યાર બાદ પોતાની અંત:પુર માટે અહોભાવ ધરાવતા જિતશ/એ ચોકખાને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયે ! તમે ઘણાં ગામો, કસબાભાવ-સન્નિવેશોમાં પરિભ્રમણ કરે છે, અનેક રાજાઓ, ધનવંતે, સાર્થવાહો આદિનાં ઘરોમાં તમારો પ્રવેશ છે, તો કોઈ રાજા, ધનવંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy