SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનગ–મલ્લી–જિનચરિત્રઃ સૂત્ર ૧૭૬ ૧૭૬. ત્યાર પછી તે દિવ્ય પિશાચરૂપધારીએ આઈ. ન્નકને ધર્મધ્યાન કરતો જોયો, જોઈને અત્યંત કોપાયમાન થઈને તે વહાણને બે આંગળીઓવડે ઉપાડયું, ઉપાડીને સાતઆઠ તાડ જેટલું ઊંચું આકાશમાં ઉઠાવ્યું, ઉઠાવીને અહંન્નકને આ પ્રમાણે કહ્યું “અરે ઓ અહંન્નક! અનિચ્છિતાની ઇચ્છા કરનારા! એ ઠીક નથી કે મને તારાં તપ, શીલવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પોષધ ઉપવાસ આદિ ચળાવવા, થોભાવવા, ખંડિત કરવા, ભાંગવા, છોડાવવા કે ત્યાગ કરાવવા ફરજ પડે. તેથી જો તું શીલવન, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પષધ ઉપવાસ આદિથી ચલિત નહીં થાય, અટકીશ નહીં, તેનું ખંડન નહીં કરે, છોડશે કે ત્યજશે નહીં તે હું આ તારું વહાણ પાણીના તળિયે ડુબાડીશ, જેથી કરીને તું આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરીને, અસમાધિપૂર્વક અકાળે જ જીવન-રહિત બની જઈશ.” ત્યારે તે અર્નનક શ્રમણોપાસકે તે દેવને મનોમન આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! હું જીવ-અજીવને શાતા અહંન્નક નામે શ્રમણોપાસક છું. મને દેવ, દાનવ, યક્ષ. રાક્ષસ, કિન્નર, પિંપુરુષ, મહોરગ કે ગાંધર્વ કોઈ પણ નિર્ગથ-પ્રવચનમાંથી ચલિત કરવા, ક્ષુબ્ધ કરવા કે ઉન્મુખ કરવા સમર્થ નથી. તું તું તારી ઇચ્છા હોય તેમ કર.” એમ કહીને નિર્ભયપણે-ચાવતુ-મુખ કે આંખનો રંગ બદલ્યા વિના, દીન કે શૂન્ય મનવાળો થયા વિના, નિશ્ચળ, નિષ્કપ અને શાંત રહીને તે ધર્મધ્યાન કરવા લાગ્યો. દેવનું પિશાચરૂપ–સંહરણ અને સ્વવૃત્તાંત કથન૧૭૭. ત્યાર પછી જ્યારે તે પિશાચરૂપધારી દેવ અહંન્નકને નિગ્રન્થ-પ્રવચનમાંથી ચલિત કરવા, ક્ષુબ્ધ કરવા કે ઉન્મુખ કરવા સમર્થ ન થયો ત્યારે તે ઉપશાંત, ખિન્ન અને શરમિંદો થશે, તે વહાણને ધીરે ધીરે પાણી ઉપર મૂક્યું, મૂકીને પોતાનું દિવ્ય પિશાચરૂપ સંકેલી લીધું, સંકેલીને દિવ્ય દેવરૂપની વિદુર્વણા કરી, વિકુર્વણા કરીને આકાશમાં ઊંચે રહી, ઘુઘરીવાળા, શુદ્ધ, રંગીન અને શ્રેષ્ઠ વસ્ત્રો પહેરેલા એવા તેણે અઈનક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું – હે અહંન્નક! દેવાનુપ્રિય! તું ધન્ય છે, તે દેવાનુપ્રિય! તું પુણ્યશાળી છે, હે દેવાનુપ્રિય! નું કૃતાર્થ છે, કૃતલક્ષણ છે. હે દેવાનુપ્રિય! તેં મનુષ્યજન્મનું અને જીવનનું ફળ સારી રીતે મેળવી લીધું છે, કારણકે નિગ્રંથ-પ્રવચનમાં તે આટલી ભક્તિભાવના-દઢ શ્રદ્ધા મેળવી છે, કેળવી છે, સિદ્ધ કરી છે. હે દેવાનુપ્રિય! એમ બન્યું કે દેવરાજ દેવેન્દ્ર શક્રે સૌધર્મ કલ્પમાં, સૌધર્માવલંસક વિમાનમાં, સુધર્મા સભામાં, ઘણા દેવોની વચ્ચે, મોટા અવાજે આમ કહ્યું, દર્શાવ્યું, પ્રરૂપણ કર્યું – “હે દેવાનું પ્રિયે! જંબૂદ્વીપમાં, ભારતવર્ષમાં, ચંપાનગરીમાં જીવાજીવને શાતા અહંન્નક શ્રમણોપાસક છે. તેને નિગ્રન્થપ્રવચનમાંથી ચલિત કરવા, ક્ષુબ્ધ કરવા કે ઉમુખ કરવા કોઈ પણ દેવ, દાનવ, યક્ષ. રાક્ષસ, કિન્નર, જિંપુરુષ, મહારગ કે ગંધર્વ સમર્થ નથી.” ત્યારે હે દેવાનુપ્રિય! દેવરાજ દેવેન્દ્ર શુક્રની એ વાતમાં મને શ્રદ્ધા ન બેઠી, વિશ્વાસ ન બેઠો, રૂચિ ન થઈ. ત્યારે મારા મનમાં આવી જાતનો વિચાર, વિકલ્પ, અને સંકલ્પ થયો “અહંન્નક પાસે પ્રત્યક્ષ જ જઈ પહોંચું અને જાણ્યું કે અહંન્નક ધર્મપ્રિય છે કે ધર્મપ્રિય નથી? ધર્મમાં દઢ છે કે નથી ? શીલગ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધ અને ઉપવાસ આદિમાંથી ચલિત થાય છે કે નહીં ? ક્ષુબ્ધ થાય છે કે નહીં ? વ્રતોનું ખંડન કરે છે કે નહીં ? વ્રત ભંગ કરે છે કે નહીં? વ્રત ત્યાગ કરે છે નહીં ?” આમ વિચાર કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy