SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુગ–મલ્લી જિન-ચરિત્રઃ સૂત્ર ૧૭૫ અને કાન નજરે પડે તેવા ચામડાનું બનેલું હતું, તેના ઊંચા ઉઠાવેલા બન્ને હાથમાં લોહી નીતરતું વિશાળ ગજચર્મ હતું, તેવા ક્રૂર, કઠોર, કર્કશ, ગર્વિષ્ઠ, અનિષ્ટ, અશુભ, અપ્રિય અણગમતા અને વાણીથી ત્રાસ ઉપજાવતા તાલપિશાચને તેઓએ નજીક આવતો જો, જોઈને તેઓ ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન થઈને અતિ ભયથી એકબીજાના શરીરને વળગી પડયા. તેમાંનાં ઘણાએ ઇન્દ્રની, ઘણાએ સ્કંદની, ઘણાએ રુદ્રની, ઘણાએ શિવની, ઘણાએ વૈશ્રમણની, ઘણાએ નાગની, ઘણાએ ભૂતની, ઘણાએ યક્ષની અને ઘણાએ વળી કોટ્ટકિરિયા વ. દેવીઓની સેંકડો માનતા રાખી. ૧૭૩. ત્યારે તે અહંન્નેક શ્રમણોપાસકે તે દેવી પિશાચરૂપને પાસે આવતું જોયું, જોઈને તેથી ભય પામ્યા વિના, ત્રસ્ત થયા વિના, ચલિત થયા વિના, સંભ્રાંત થયા વિના, આકુળ થયા વિના, ઉદ્વિગ્ન થયા વિના, મુખ કે આંખનો રંગ બદલ્યા વિના, મનમાં દીનતા કે ઉદાસીનતા લાવ્યા વિના, તેણે વહાણના એક ભાગમાં વસ્ત્રના છેડાથી ભૂમિ સ્વચ્છ કરી પછી તેના પર બેસીને બે હથેળી મસ્તક પાસે લઈ જઈ જોડીને આ પ્રમાણે બોલ્યા- ' “અરહંત ભગવતેને નમસ્કાર-થાવત્ સિદ્ધિગતિ નામ સ્થળે પહોંચી ગયેલાઓને નમસ્કાર. જો હું આ ઉપસર્ગમાંથી બચી જઈશ તો ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન કરીને પછી પારીશ અને જો આ ઉપસર્ગમાંથી ન બચું તો જીવનાત્ત સુધી મારે પ્રત્યાખ્યાન કરવું” એમ નિશ્ચય કરી તેણે સાગાર ભક્ત-પ્રત્યાખ્યાન “અરે ઓ અહંન્નક! અનિચ્છનીયની ઇચ્છા કરનારા ! અંતકાળ નજીક આવવાનાં લક્ષણવાળા! અભાગિયા! ચઉદશિયા ! શ્રી, હી, ધૃતિ, કીર્તિદ્વારા છોડાયેલા! તું તારાં આ શીલ ઘન, ગુણવ્રત, પ્રત્યાખ્યાન અને પોષધવ્રત ઉપવાસાદિ અટકાવીશ નહીં? ભાંગીશ નહીં? ખંડિત કરીશ નહીં ? તોડીશ નહીં? કે છોડશે નહીં એમ? તે જો તું શીલવ્રત, ગુણ, પ્રત્યાખ્યાન, પોષધ-ઉપવાસાદિથી ચલિત નહીં થાય, અટકાવીશ નહીં, ખંડિત નહીં કરે, ભાંગીશ નહીં', તોડીશ નહી કે છોડશે નહીં તો હું આ તારું વહાણ બે આંગળીએથી ઊંચકીશ અને ઊંચકીને સાત આઠ તાલ(તાડવૃક્ષ) જેટલું ઊંચે આકાશમાં અદ્ધર કરીશ, અદ્ધર કરીને પાણીમાં ઊંડે ડુબાડી દઈશ, જેથી કરીને તું આર્ત-રૌદ્ર ધ્યાન કરીને અસમાધિપૂર્વક અકાળે જ જીવન વિનાનો બની જઈશ.' અહંન્નકની ધર્મમાં હતા૧૭૫. ત્યારે તે અહંન્નક શ્રમણોપાસકે તે દેવને મનોમન જ આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! જીવ-અજીવે આદિ તત્ત્વનો જાણકાર હું અનેક નામે શ્રમણપાસક છું. કોઈ પણ દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિન્નર, પિંપુરૂષ, મહોરગ, કે ગાંધર્વ મને નિગ્રન્થ-પ્રવચન (જિનપદેશિત ધર્મ)માંથી ચળાવવા, થોભાવવા કે વિપરીત ધમ બનાવવા સમર્થ નથી. તારી જે ઇચ્છા હોય તે કરી. એમ કહીને નિર્ભય-યાવતુ-મુખનો રંગ કે આંખનો વણ બદલાવ્યા વિના, મનથી પણ અડગ અચળ રહીને, નિશ્ચલ, નિષ્કપ શાંત રહીને તે ધર્મ ધ્યાન કરવા લાગ્યા. ત્યાર પછી તે દિવ્ય પિશાચરૂપે અહંન્નક શ્રમણોપાસકને બીજી વાર, ત્રીજી વાર પણ આ પ્રમાણે કહ્યું અરે એ અહંન્નક!....?--યાવતુ-તે ધર્મ, ધ્યાન કરવા લાગે. અહંન્નક્ત પિશાચબાધા૧૭૪. ત્યાર બાદ તે પિશાચરૂપી દેવ જ્યાં અહંન્નક શ્રમણોપાસક હતો ત્યાં જ આવ્યો અને આવીને અહંનકને આ પ્રમાણે કહેવા લાગ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy