SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–ઋષભ ચરિત્રઃ સત્ર ૧૧૭ કર્મબંધનો નાશ કરવા અભ્યધત થઈને વિહરતા. ષભને કેવળજ્ઞાન૧૧૭. એ રીતે વિહાર કરતાં કરતાં એક હજાર વર્ષ વીત્યાં ત્યારે પુમિતાલ નગરની બહાર કટ મુખ ઉદ્યાનમાં શ્રેષ્ઠ વટવૃક્ષની નીચે ધ્યાનમાં લીન ભગવંતને, ફાગણ કૃષ્ણ એકાદશીના દિવસે, પૂર્વાહન કાળે, જ્યારે તેમણે નિર્જળ અઠ્ઠમ ઉપવાસ કરેલ ત્યારે, ઉત્તરાષાઢામાં ચન્દ્રનો યોગ થયો હતો ત્યારે, સર્વોત્કૃષ્ટ જ્ઞાનથાવત્ સર્વોત્કૃષ્ટ ચારિત્રની સાધના કરતા, ઉત્કૃષ્ટ તપ, બળ, વીર્યપૂર્વક, નિર્દોષ નિવાસ સ્થાનમાં વસતા વિહાર કરતા, સર્વોત્કૃષ્ટ ભાવના, ક્ષમા, ગુપ્તિ, મુક્તિ, તુષ્ટિ વડે, સર્વોત્કૃષ્ટ આર્જવ, માદવ અને લાઘવથી, સુચરિત અને સુપુષ્ટ ફળવાળા નિર્વાણમાર્ગની સાધના કરતા, આત્મધ્યાનમાં લીન હતા ત્યારે અનંત, અનુત્તર, નિર્બાબાધ, અખંડ પરિપૂર્ણ, ઉત્તમ કેવળજ્ઞાન-કેવળદર્શન થયું. ૧૧૮. તેઓ જિન, કેવળી, સર્વજ્ઞ, સર્વદશી થયા. તેઓ નારકલોક, તિર્યંચલક, મનુષ્યલોક અને દેવલોકના સમસ્ત પદાર્થોના પર્યાયને જાણવા-જોવા લાગ્યા. જેમ કે, કોઈનું આગમન, ગમન, સ્થિતિ, યવન, ઉપપાન, ભોજન, ક્રિયા, સેવા, પ્રગટ કર્મ, ગુપ્તકર્મ તે તે કાળના મન-વચન-કાયાના વ્યાપારો આદિ. જીવોના સઘળા ભાવો, અજીવોના સઘળા ભાવે, તથા “આ મોક્ષમાર્ગ મારે માટે તથા અન્ય જીવો માટે હિતકર, સુખકર, શ્રેયસ્કર, સર્વ દુઃખોમાંથી મુક્તિ અપાવનાર અને પરમ સુખદાતા થશે.’ એમ મોક્ષમાર્ગના વિશુદ્ધતર ભાવને જાણવા-જોવા લાગ્યા. ઋષભદ્વારા તીર્થ પ્રવર્તન– ૧૧૯. ત્યાર પછી તે ભગવંત શ્રમણ સાધુઓ અને - સાધ્વીઓને ભાવનાસહિત પાંચ મહાવ્રત તથા છ જવનિકાયની રક્ષાનો ધર્મ ઉપદેશતા વિહરવા લાગ્યા. જેમ કે, અહીં પૃથ્વીકાયાદિ છે જીવનિકા અને પાંચ મહાવ્રતોનું ભાવના સાથે વર્ણન આપવું. કૌશલિક ભગવંત ખભે આ અવસર્પિણીમાં નવ સાગરોપમ કોટાકોટિ વર્ષ વીત્યા પછી તીર્થ–પ્રવર્તન કર્યું. ઋષભની ગણાદિ સંપદા૧૨૦. કૌશલિક અરિહંત કાષભના ચોરાસી ગણ અને ચોરાસી ગણધર હતા. કશલિક અરિહંત રાષભની ઋષભસેન પ્રમુખ ચોરાસી હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણ -સંપદા હતી. કૌશલિક અરિહંત બાપભની બ્રાહ્મી-સુંદરી પ્રમુખ ત્રણ લાખ શ્રમણીઓની ઉત્કૃષ્ટ શ્રમણી–સંપદા હતી. કૌશલિક અરિહંતની શ્રેયાંસ પ્રમુખ ત્રણ લાખ પાંચ હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક-સંપદા હતી. કૌશલિક અરિહંત ઋષભની સુભદ્રા પ્રમુખ પાંચ લાખ ચેપન હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણે પાસિકા–સંપદા હતી. ૧૨૧. કૌશલિક અરિહંત ત્રાષભના સંઘમાં ચાર હજાર સાતસો પચાસ જિન નહીં પરંતુ જિન સમાન એવા સક્ષર સંયોગવેદી અને જિન ભગવંતની જેમ જ યથાર્થ પ્રતિપાદન કરનાર ચૌદ પૂર્વના જ્ઞાતાઓની ઉત્કૃષ્ટ ચૌદપૂવી-સંપદા હતી. કૌશલિક અરિહંત ઋષભની નવહજાર અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ મુનિ-સંપદા હતી. - કૌશલિક અરિહંત ઋષભની વીશ હજાર જિન અને વીશ હજાર છસો વૈક્રિયલબ્ધિધારક જિનોની ઉત્કૃષ્ટ સંપદા હતી. બાર હજાર છસ્સો પચાસ વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનીઓ અને બાર હજાર છસો પચાસ વાદનિપુણ શિષ્યો હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy