________________
૧૨
ધર્મકથાનુયોગ–ઋષભ ચરિત્ર : સૂત્ર ૫૪
૪૩. ત્યારબાદ તે દેવેન્દ્ર દેવરાજ શક તે વૈમાનિક
દેવ-દેવીઓને શીધ્ર પોતાની પાસે હાજર થયેલાં જુએ છે, જોઈને હર્ષિત થઈને પાલક નામના આભિયોગિક દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે–
હે દેવાનુપ્રિય! તરત જ એક સેંકડો થાંભલાવાળું, લીલા કરતી પૂતળીઓ (શાલભંજિકા) કોતરેલું, ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, બાળ, કિન્નર, રુરુ (એક પ્રકારના મૃગ), શરભ (અષ્ટાપદ), ચમર, હાથી, વનલતા, પદ્મલતા વગેરેનાં આલેખન જેમાં કર્યા હોય તેવું, પ્રત્યેક સ્તંભની વેદિકા વજની હોય તેવું, જેના પર વિદ્યાધર યુગલોની યંત્રમય પૂતળીઓ હોય એવું, જે સહસ્રરમિસૂર્યની જેવું ચમકતું હોય, હજારો આકૃતિઓ વાળું, પ્રકાશિત, દેદીપ્યમાન, આંખોને આકર્ષતું, સુસ્પર્શ, શ્રીયુક્ત, ઘંટાવલિના હલવાથી થતા મધુર મનહર અવાજવાળું, શુભ, કાન્ત, દર્શનીય, કુશળતાપૂર્વક કંડારેલું, ચમકતાં મણિ–રત્નોથી જડેલ ઘંટડીઓની હાયુક્ત, હજાર યોજન વિસ્તારવાળું અને પાંચસો યોજન ઊંચું એવું, શીધ્ર-ત્વરિત ગતિવાળું દિવ્ય યાન-વિમાન વિકુર્વિન કરો અને વિકવિત કરીને આજ્ઞાપૂર્તિ થયાની
જાણ કરો.' ૪૪. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શકે આ પ્રમાણે કહેતાં
તે પાલક દેવ હૃષ્ટ, તુષ્ટ આદિ થઈને વૈકિય સમુદ્દઘાત કરીને તે પ્રમાણે વિમાનનું નિર્માણ
કરે છે. ૪૫. તે દિવ્ય યાન-વિમાનની ત્રણ દિશામાં ત્રણ
સુંદર એકસરખાં સોપાન હતાં-પૂર્વ વર્ણન
પ્રમાણે વર્ણન. ૪૬. તે ત્રણે સંપાન પ્રતિરૂપકોમાંના પ્રત્યેકની સામે
તોરણાર-પાવતુ-પ્રનિરૂપ’ શબ્દ સુધી વર્ણન. ૪૭. તે યાન-વિમાનમાં રમણીય અને સમતળ
ભેંયતળિયું હતું. તે મુદગ કે ઢોલકના મુખભાગ જેવું યાવત્ ચિત્તાની ખાલ જેવું, અનેક
સહસ્ત્ર ખીલી-ખીલા જડેલું, એમાં સુઘડતાપૂર્વક જડેલાં રંગબેરંગી વિવિધ પ્રકારનાં મણિ-માણેકમાંથી કેટલાંક આવર્ત–પ્રત્યાવર્તવાળાં (ચઢાવ-ઉતારવાળા), શ્રેણી-પ્રશ્રેણીવાળાં, સુરેખ, સ્વસ્તિક, વર્ધમાનક, મંગલપાઠક, મસ્ય અંડ અને મકર અંડ જેવા આકારનાં, જાર-માર (?), પુપાવલિ, પદ્મપત્ર, સાગરતરંગ, વસંતલતા અને પમલતા આદિનાં રંગરંગી ચિત્રોથી તથા સુંદર છાયા પ્રકાશ વાળા, કિરણોવાળા, જાતિવાળા વિવિધ
પ્રકારના પચરંગી મણિથી શોભતું હતું. ૪૮. તે મણિનાં વર્ણ, ગંધ અને સ્પર્શનું
રાજપ્રક્સીયસૂત્ર પ્રમાણે વર્ણન કરવું. ૪૯, તે ભોંયતળિયાની બરોબર વચ્ચેના ભાગમાં
સેંકડો સ્તંભોવાળો સભામંડપ હતો-કાવત્
સુંદર (પ્રતિરૂ૫) હતો ત્યાં સુધીનું વર્ણન કરવું. ૫૦. તે (સભાગૃહ-મંડપમાં બાંધેલ) ચંદરવો પદ્મ
લતા–રંગોળીઓ-યાવતુ-ચમકદાર સોનેરી
તારોથી ગૂંથેલ-વાવ-સુંદર હતા. ૫૧. તે મંડપના અતિ સમતળ અને રમણીય
ભૂ ભાગની બરાબર વચ્ચે એક આઠ યોજન લાંબી-પહોળી અને ચાર જન ઊંચી, સંપૂર્ણ
મણિમય મણિપીઠિકા હતી. પૂર્વવત્ વર્ણન. ૫૨. તેના પર એક મેટું સિંહાસન હતું. પૂર્વવત્
વર્ણન. ૫૩. તેની ઉપર એક સંપૂર્ણ રત્નમય વિજયદુષ્ય
હતું. પૂર્વવત્ વર્ણન. પ૪. તેની વચ્ચે એક વજામય અંકુશ હતા. તે પર
કુંભ જેવડાં મોતીની બનેલી એક માળા હતી, તે માળા તેની ચોપાસ તેનાથી અર્ધા કદની અર્ધકુભ માપનાં મોતીની બનેલી ચાર માળાઓથી વીંટળાયેલ હતી.
તે માળાઓ સુવર્ણ—લંબૂષકો(ગોળાકાર આભૂષણે)વાળી અને સુવર્ણનાં પતરાં મઢેલી હતી. અનેકવિધ મણિરત્નોની હાર અને અર્ધ હારોથી સુશોભિત અને સમુદયવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org