________________
પ્રથમ શ્રેણી શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલ
અમદાવાદ મૂળ સાણંદ (ગુજરાત)ના રહેવાસી. ઘણાં વર્ષોથી અમદાવાદમાં વેપારવ્યવસાય કરી રહ્યા છે. વ્યાપારી સમાજમાં મહત્વપૂર્ણ પ્રતિષ્ઠા છે. તેઓ ગુજરાત વ્યાપારી મહામંડળના પ્રમુખ પણ રહેલા છે. અ.ભા. શાસ્ત્રોદ્ધાર સમિતિના પ્રમુખ છે. તેમ જ અનેક સામાજિક સંસ્થાઓના સક્રિય કાર્યકર્તા છે. લોકકલ્યાણના કાર્ય માં સદા તત્પર રહે છે. મૂક પશુઓની સેવામાં તેમની વિશેષ લાગણી છે. ઘણુ વર્ષોથી બ્રહ્મચર્ય વ્રત તેમ જ ચૌવિહાર વગેરેનું પાલન કરે છે. નિયમિત સામાયિક, પ્રતિક્રમણ તથા ધાર્મિક ગ્રન્થાને અભ્યાસ તેમની દિનચર્યાનું પ્રમુખ અંગ છે. તેઓ દૃઢધમી, ઉદારહુદયી શ્રાવક છે. તેઓ સંકટ નિવારણ સોસાયટીના માનદ્ મંત્રી છે. કાલુપુર કે મશિયલ કે-એ. બેંકના તેઓ ચેરમેન છે.
અનુયેગ-પ્રવર્તક પૂજય ગુરૂદેવ શ્રી કનૈયાલાલજી મ, કમલ”ના સમ્પર્ક માં સને ૧૯૭૬ માં આવ્યા. તેમના અનુયેાગ લેખનકાર્યથી પ્રભાવિત થઈ આગમ અનુગ ટ્રસ્ટની સ્થાપના કરી. અત્યારે તેઓ ટ્રસ્ટના પ્રમુખ છે. તેમના ધર્મ પત્ની શ્રી મતી રુકમણીબેન બહુ જ ધાર્મિક ભાવનાવાળાં છે. તેમના સુપુત્ર બચુભાઈ, બકુલભાઈમાં આવા જ ધર્મ ના સુસંસ્કાર ઊતરી આવેલ છે.
શ્રી હિંમતલાલ શામળભાઈ શાહ
અમદાવાદ
તેઓ ઘણી જ ઉત્સાહી કાર્ય કર્તા છે. શામળભાઈ અમરશીભાઈના સુપુત્ર છે. તેમના ઘેર જૈન ધર્મના મહત્ત્વપૂર્ણ ગ્રંથનું મોટું પુસ્તકાલય છે. અભ્યાસીઓ માટે આ સંગ્રહ ધણા જ ઉપયોગી છે. તેઓ સાધુ સાધ્વીઓની જ્ઞાનવૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. દરિયાપુરી સમ્પ્રદાયના તારાબાઈ મ. સ.ની પ્રેરણાથી તેઓ સ્વાધ્યાય પ્રત્યે વિશેષ રૂચિ ધરાવે છે. એક મોટી સિદ્ધાંતશાળાનું સંચાલન પણ કરે છે. આગમ અનુગ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આગમ અનુગના પ્રકાશનની પ્રગતિમાં તેમનું મહત્ત્વપૂર્ણ સક્રિય યોગદાન રહ્યું છે. વૃદ્ધાવસ્થામાં પણ તેમને પુરુષાર્થ આદરણીય છે. અનુગ પ્રકાશન માટે તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org