SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૪૭ ધર્મસ્થાનુગ ગ્રંથમાં સ્વયં મુનિશ્રી કનૈયાલાલજી કમલ'ને પિતાના તરફથી કાંઈ પણ આપવામાં આવ્યું નથી. પણ એમાં એમને અથાક શ્રમ છે. વર્ષો સુધી આગમસાહિત્યનું મંથન કર્યા પછી જે અમૃત નીકળ્યું તે પ્રબુદ્ધ વાંચ સમક્ષ પ્રસ્તુત કર્યું છે. મંથનની અંદર જે શ્રમ હોય છે, તે તે એને અનુભવી હોય તેને જ ખ્યાલ આવે, એ જ એનું મૂલ્યાંકન કરી શકે છે. વસ્તુતઃ મુનિશ્રીનું આ મંથને સમુદ્રમંથનની જેમ કઠિન રહ્યું છે, પણ આનંદની વાત એ છે કે એમણે અમૃત સર્વજને માટે સુલભ કરી આપ્યું. એ વાત સાચી છે કે આ મંથનમાં એમણે એમના સ્વાથ્યને ભેગ આપે છે. કઠિન પરિશ્રમની સ્વાથ્ય પર ઘેરી અસર પડે છે, પરંતુ એની ઉપેક્ષા કરી તેઓ રાતદિવસ આ કાર્યમાં મયા રહ્યા, જેનું સુફલ ધર્મ કથાનુયોગ છે. પં. મુનિશ્રીના પ્રેમભર્યા આગ્રહને માન આપી મેં આ પ્રસ્તાવના લખવાનો સ્વીકાર કર્યો છે. મારી પરમ આદરણીય સાધ્વીરત્ન માતેશ્વરી, મહાસતી શ્રી પ્રભાવતીજીને સંથારા સાથે પ્રેરોદા ગામમાં અકસ્માત સ્વર્ગવાસ થઈ ગયો. મારું પિતાનું સ્વાશ્ય તાવ આદિ કારણે અસ્વસ્થ રહ્યું. એટલે જે રૂપમાં અને જે વિસ્તારથી પ્રસ્તાવના લખવાની ઇચ્છા હતી, તે સ્વાશ્યની પ્રતિકૂળતાને કારણે લખી શકયો નથી. તથાપિ જે કાંઈ લખી શક્યો છું તે વાચકને ધર્માનુકથાનુગ સમજવામાં પૂર્ણ સહાયક થશે એવો મારો સ્પષ્ટ મત છે. મારી દૃષ્ટિએ જૈન કથાસાહિત્યનું વૈદિક અને બૌદ્ધ સાહિત્યની સાથે તુલનાત્મક તેમજ સમીક્ષાત્મક અધ્યયન થવું જોઈએ. આ અધ્યયનથી ઘણાં બધાં નવાં તથ્ય પ્રગટ થઈ શકે. આજની આવશ્યક્તા છે, શોધાથી એની વ્યાપક દૃષ્ટિથી સંશોધન કરવાની. મે મારી પ્રસ્તાવનામાં કેટલીક કથાઓનું આ દૃષ્ટિથી તુલનાત્મક અધ્યયન પણ પ્રસ્તુત કર્યું છે. આ કાર્યને વધુ વ્યાપક રૂપ આપવાની આવશ્યક્તા છે. ધર્માનુકથાનુગના પ્રસ્તુત સંસ્કરણમાં કેવલ મૂલ આગમાનુસારી કથાઓ આપવામાં આવી છે. એટલે દરેક વાચક કથાના હાર્દને સમજી શકે તે દૃષ્ટિથી મેં પ્રત્યેક કથાને સારાંશ-ફલિતાર્થ પ્રસ્તાવનામાં આપવાને પ્રયાસ કર્યો છે અને જ્યાં પણ મને લાગ્યું ત્યાં વિષયને સ્પષ્ટ કર્યો છે. પ્રસ્તાવનાનાં પૃષ્ઠને પણ એક મર્યાદા છે, આ દૃષ્ટિએ ઈચ્છા હોવા છતાં પણ અનેક વિષયોની ચર્ચા કરી નથી. જેમકે, ભૌગોલિક દૃષ્ટિથી નગરીઓને પરિચય, વર્તમાનમાં એની સ્થિતિ વગેરે. જિજ્ઞાસુ વાચકે મારા અન્ય ગ્રંથમાંથી એ અંગે જાણકારી પ્રાપ્ત કરી શકે છે. પરમ શ્રધેય સદૃગુરુવર્ય રાજસ્થાનકેસરી અધ્યાત્મગી ઉપાધ્યાય શ્રી પુષ્કરમુનિજી મ. જે “કમલ' મુનીજીના અનન્ય સહયોગી અને સ્નેહીસાથી છે, એમના માર્ગદર્શન અનુસાર મેં આ લખ્યું છે. આશા નહીં પણ શ્રદ્ધા છે કે આ શાનદાર કૃતિ ભારતના ભંડારની શેભામાં અભિવૃદ્ધિ કરશે. સોને વધારે શું કહેવું ? વિજયાદશમી દેવેન્દ્રમુનિ શાસ્ત્રી ૨૭, એકટાબર, ૧૯૮૨ સિંહપેલ, જેનસ્થાનક, જોધપુર (રાજ.) [ગુજરાતીમાં અનુવાદક : ડૉ. કનુભાઈ વ. શેઠ, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ.] ધમ્મકહાએ | ભંતે, જીવે કિં જણયઈ ? ધમકહાએ નિજજર જણવઈ, ધમ્મકહાએ શું પવયણે પભાઈ, પવયણપભાવે | જીવે આગમિસસ્સ ભદત્તાએ કર્મ નિબન્ધઇ, ઉત્તરા૦ ૨૯૨૪ –ભો, ધર્મકથાથી જીવ શું પ્રાપ્ત કરે છે ? ધર્મકથાથી નિજ રા થાય છે. જિન પ્રવચનની પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના કરનારો જીવ ભવિષ્યમાં કલ્યાણકારી ફળ આપનારાં કર્મોનું અર્જન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy