SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૩૯ કૂમ કથાનક વારાણસીની બહાર મૃતગંગાતીર નામક એક કહ (તલાવ) હતું. એમાં રંગબેરંગી કમલ ખીલી રહ્યાં હતાં. અનેક પ્રકારનાં મછ, ક૭૫, મગર, ગ્રાહ વગેરે જલચર પ્રાણીઓ આ તલાવમાં રહેતાં હતાં. એક સમયે બે કાચબા તળાવની બહાર નીકળ્યા અને આસપાસ આહારની શોધ કરતા ફરવા લાગ્યા. એ સમયે બે શિયાળ ત્યાં આવી પહોંચ્યાં. શિયાળને જે કાચબાઓ ભયભીત થઈ ગયા. એમણે પોતાના પગ, ડોક અને શરીરને છુપાવી દીધાં. શિયાળની નજર આ કાચબાએ. પર પડી. તે બંને એના પર તૂટી પડ્યાં. તેમણે એમને કાપવા-તેડવાને ઘણે પ્રયાસ કર્યો પણ તેઓ સફલ ન થઈ શક્યાં. શિયાળ બહુ ચાલાક જાનવર હોય છે. શિયાળે વિચાર્યું : “જ્યાં સુધી તે પિતાના અંગોને છુપાવીને રહેશે ત્યાં સુધી આપણે એને વાળ પણ વાંકે નહીં કરી શકીએ. એટલે આપણે ચાલાકીથી કામ કરવું પડશે.” તે બંને શિયાળ કાચબાઓ પાસેથી હટી ગયાં અને ઝાડીમાં છુપાઈ ગયાં. બેમાંથી એક કાચબો ચંચળ પ્રકૃતિનો હતો. તેણે ધીમેધીમે પિતાના અવયવ બહાર કાઢયા. શિયાળ એના પર તૂટી પડ્યાં અને એને મારીને ખાઈ ગયાં. બીજા કાચબાએ લાંબા સમય સુધી પિતાનાં અંગ છુપાવીને રાખ્યાં. જ્યારે શિયાળ ચાલ્યાં ગયાં ત્યારે ઝડપથી તલાવમાં પહોંચી ગયે. શિયાળ આ કાચબાને વાળ પણ વાંકે કરી શક્યાં નહીં. આવી રીતે જે સાધક પિતાની ઇન્દ્રિયો પૂર્ણ પણે વશમાં રાખે એનું કઈ પણ નુકશાન થતું નથી. સૂત્રકૃતાંગમાં પણ અત્યંત સંક્ષેપમાં કાચબાના રૂપકને સાધકના જીવન સાથે નિરૂપિત કરવામાં આવ્યું છે. શ્રીમદ્દ ભગવતગીતામાં પણ શ્રીકૃષ્ણ સ્થિરપ્રજ્ઞનું સ્વરૂપ પ્રતિપાદિત કરતાં કેટલાંક દૃષ્ટાંત આપ્યાં છે ? તથાગત બુદ્દે પણ સાધકના જીવન માટે કાચબાનું રૂપક પ્રસ્તુત કર્યું છે. આ પ્રમાણે કાચબાનું રૂપક જૈન, બુદ્ધ અને વૈદિક ત્રણેય પરંપરામાં ઇન્દ્રિયનિગ્રહ માટે આપવામાં આવ્યું છે. કથાના માધ્યમમાં આપવામાં આવેલ આ રૂપક અત્યંત પ્રભાવશાળી બની ગયું છે. હિણીજ્ઞાત રાજગૃહનગરમાં ધન્ય સાર્થવાહને ધનપાલ, ધનદેવ, ધનગેપ અને ધનરક્ષિત-એ ચાર પુત્ર હતા. એમની ઉજિઝકા, ભગવતી, રક્ષિકા અને રોહિણીએ ચાર પત્નીઓ હતી. ધન્ય સાથે વાહ અત્યંત દૂરદશી હતા. જ્યારે તે વૃદ્ધાવસ્થાથી ઘેરાઈ ગયે ત્યારે એને પિતાના કુટુંબની સુવ્યવસ્થા માટે ચિંતા થઈ. ચારેય પુત્રવધૂઓની પરીક્ષા માટે એણે એક સમારોહમાં પાંચ પાંચ ચેખાના દાણુ એમને આપ્યા અને કહ્યું: “જ્યારે હું મારું ત્યારે મને પાછા આપજે. પહેલી વહુએ વિચાર્યું : સસરાજીની બુદ્ધિ બહેર મારી ગઈ છે. એટલે જ આટલે મોટો સમારોહ કરીને કેવળ પાંચ દાણું આપ્યા અને વળી એને પાછા આપવાની વાત કરી. અત્રે દાણાની કયાં ખોટ છે ? તેઓ જ્યારે પણ તે માગશે ત્યારે હું તે આપી દઈશ.’ એમ વિચારીને એણે દાણું ફેંકી દીધા. બીજી વહુએ વિચાર્યું. જોકે દાણુનું મૂલ્ય નથી તથાપિ પૂજા સસરાજીને આ દિવ્ય પ્રસાદ છે' એમ વિચારી તે તે દાણું ખાઈ ગઈ. ત્રાજી વહુએ વિચાર્યું: “કઈ ખાસ કારણને લીધે આ દાણું આપવામાં આવ્યા છે. માટે એને સંભાળપૂર્વક રાખવા યોગ્ય છે.” એથી વહુ બુદ્ધિશાળી હતી. એણે વિચાર્યું: “કઈ ને કે ઈ ગૂઢ રહસ્ય આમાં છુપાયેલું છે.” એણે પાંચ દાણુ પિયર મોકલાવી દીધા. એની સૂચના પ્રમાણે તે દાણું ખેતરમાં વાવવામાં આવ્યા. પાંચ વર્ષમાં તે દાણાને મોટો ઢગલે થઈ ગયે. પાંચ વર્ષ પછી કોષ્ઠીએ દાણું પાછા માગ્યા, બધીએ સત્ય કહી દીધું. પહેલી પુત્રવધૂને ઘરની સફાઈનું કાર્ય સંપ્યું. બીજી પુત્રવધુને ભોજનશાળાનું કાર્ય આપવામાં આવ્યું કેમકે તે ખાવામાં દક્ષ હતી. ત્રીજી પુત્રવધૂને કષાધ્યક્ષપદે નિયુક્ત કરવામાં આવી. એથી વહુએ પાંચ દાણું માગવામાં આવતાં તેણે અનાજને ઢગલે રજૂ કર્યો. એટલે એને ગૃહસ્વામિનીપદ પર બેસાડવામાં આવી અને કહ્યું: “તું ખરેખર યશસ્વી પુત્રવધૂ છે. તારા કારણે જ આ ઘર ફળશે–ફૂલશે.' પ્રસ્તુત રૂપકના માધ્યમ વડે શાસ્ત્રકારે કહ્યું : “જે સાધક પહેલી પુત્રવધૂની જેમ મહાવ્રતે ગ્રહણ કરીને એને ફેંકી (છોડી) દે છે, તેઓ આ ભવમાં અને પરભવમાં સર્વત્ર તિરસ્કારને પાત્ર બને છે. જે મહાવતેને ગ્રહણ કરી સાંસારિક ઉપગમાં પડયા રહે છે, તે પણ નિંદાપાત્ર છે. જે સાધક રક્ષિતાની માફક મહાવ્રતની સુરક્ષા કરે છે તે પ્રશંસાને પાત્ર બને છે અને જે સાધકે રોહિણીની માફક સદ્ગુની અભિવૃદ્ધિ કરે છે, તે પરમાનંદના ભાગીદાર બને છે. પ્રોફેસર ટાઈમને પિતાના જર્મન ગ્રંથ “બુદ્ધ અને મહાવીરમાં મેથ્ય અને લૂક'ની કથાની સાથે આ કથાની તુલના કરી છે. ત્યાં શાલિ–ચેખાના દાણાના સ્થાને ટેલેન્ટર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ટેલેન્ટ એ યુગને એક સિક્કો ૧. જહા કુમ્મસઅંગાઈ, સએ દેહે સમાહરે, એવં પાવાઈ મેહાવી, અજઝપેણ સમાહરે સૂત્રકૃતાંગ, પ્ર. શ્રત. અ. ૮, ગાથા ૪ર૬ ૨ યદા સંદરતે ચાય મેગોનીવ સર્વશર, ઈન્દ્રિયાણીન્દ્રિયાથેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા | શ્રીમદ્ ભગવદ્ ગીતા, ૨૫૮ ૩. ટેલેન્ટ (Talent) શબ્દનો વાસ્તવિક અર્થ બુદ્ધિ તથા માનસિક વિશિષ્ટ શક્તિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy