SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન, સાધારણ એવા અપરાધ માટે ધા સાથે વાહને પણ એક દિવસે જેલમાં પૂરી દેવામાં આવ્યો. વિજય તસ્કર અને ધન્ના સાર્થવાહ બને એક જ બેડીમાં બંદીવાન હતા. ધન્ના સાથે વાહની પત્ની ભદ્રાએ જેલમાં ઉત્તમ ભેજન મોકલ્યું. ધન્ના સાથે વાત જ્યારે ભોજન કરવા બેઠે ત્યારે વિજય તરકરે તે ભોજનમાંથી થોડીક સામગ્રી ખાવા માટે માગી. ધન્ના સાર્થવાહ પિતાના પુત્રના ઘાતકને એમાંથી ભજન કઈ રીતે આપી શકે ? એણે ઈન્કાર કર્યો. જ્યારે ધન્ના સાર્થવાહને મલમૂત્ર ત્યાગ કરવાની ઈચ્છા થઈ ત્યારે એણે વિજય તસ્કરને કહ્યું, કેમ કે તે બને એક જ બેડીમાં બંદીવાન હતા. તેઓ એકબીજા વગર ત્યાંથી ખસી શકતા ન હતા. એટલે વિજય ચોરે કહ્યું: “હું તે ભૂખેતર છું. તારે જવું હોય તે જા. કેટલાક સમય સુધી તે મલમૂત્ર રોકવાને પ્રયાસ કરતો રહ્યો. પણ ક્યાં સુધી રોકી રાખે ? અંતમાં વિવશ થઈને ધન્ના સાર્થવાહે આહારપાણી આપવાનું વચન આપ્યું, ત્યારે તે એની સાથે જવા લાગે. આહારપાણી લાવવાનું કાર્ય પંથક અનુચર કરતો હતો. એણે વિજય શેઠને આહાર આપતા જોઈને વિચાર કર્યો: “આ કે શેઠ છે? જે પોતાના પુત્રના હત્યારાને આહાર આપે છે ?' એણે આ વાત શેઠાણીને કહી. શેઠાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો કે, શેઠ પુત્રના હત્યારાનું પેષણ કરી રહ્યા છે. કેટલાક વખત પછી શેઠને જેલમાંથી મુક્તિ મળી. તે ઘેર ગયે પણ શેઠાણીની મુખમુદ્રા જોઈને શેઠે કહ્યું : “શું તને જેલમાંથી થયેલી મારી મુક્તિ સારી લાગી નથી ?” ભદ્રા સાથે વાહીએ કહ્યું: “આપે મારા લાડકા પુત્રના હત્યારા વિજય ચારને આહાર વગેરે આપ્યાં એ જ મારા ગુસ્સાનું કારણ છે.” શ્રેઠીએ કહ્યું : “કર્તવ્ય, ધર્મ યા પ્રત્યુપકારની દૃષ્ટિથી નહીં, પરંતુ મલમૂત્ર વિસર્જનમાં સહાયક થવાની દષ્ટિએ આહારપાણે આપ્યાં હતાં. આ સાંભળી ભદ્રાને સંતોષ થયો. પ્રસ્તુત કથાપ્રસંગ આપીને શાસ્ત્રકારે કહ્યું : “શેઠને વિવશતાથી પુત્રઘાતકને ભોજન આપવું પડ્યું, એવી રીતે સાધકે સંયમનિર્વાહ માટે જ આહાર આદિ શરીરને આપવું પડે છે. શ્રેષ્ઠીએ તરકરને પિતાને પરમ હિતેષી સમજીને ભજન નહોતું આપ્યું, પણ કાર્યસિદ્ધિ માટે આપ્યું હતું. એવી રીતે જ પ્રમાણે પણ જ્ઞાન-દર્શનની સિદ્ધિને માટે આહાર ગ્રહણ કરવો જોઈએ. આગમ સાહિત્યમાં શ્રમણના આહારગ્રહણ અંગે વિસ્તારથી નિરૂપણ છે. આ ગુરુતમ રહસ્ય અહીં કથાના માધ્યમથી વ્યક્ત કરવામાં આવ્યું હતું. મયૂરીનાં ઇંડાં આધ્યાત્મિક સમુત્કર્ષ માટે શ્રદ્ધાની આવશ્યક્તા છે. ગીતામાં “શ્રદ્ધાવાનું લભતે જ્ઞાન” એમ કહ્યું છે. આ વિશ્વમાં જ્ઞાન બધાથી મહાન છે. તે જ્ઞાન શ્રદ્ધાથી પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીરે શ્રદ્ધાને દુર્લભ જ નહીં પણ પરમ દુર્લભ ગણાવી છે. એટલે કે તે સાધકને એવી પ્રેરણા આપે છે: “તમેવ સર્ચ નીસં જે જિર્ણહિ પવઈયં” જેનું મન ચંચલ છે, મન ડામાડોળ છે તે સિદ્ધિ પામી શકતા નથી. સફલતાને માટે શ્રદ્ધા અનિવાર્ય છે. | ચંપાનગરીમાં જિનદત્ત–પુત્ર અને સાગરદન-પુત્રએ બને સાર્થવાહ-પુત્ર હતા. બને પરમ મિત્રો હતા. તેઓ ધૂપછાયાની માફક સાથે રહેતા હતા. પણ બનેની વૃત્તિ એક બીજાથી જુદી જ હતી. એકવાર તેઓ ગણિકા દેવદત્તા સાથે સરભિ ઉદ્યાનમાં ગયા. સ્નાન, ભજન, સંગીત, નૃત્યને આનંદ લેતા એવા તેઓ સધન ઝાડીમાં બનેલા “માલૂકાક'માં ગયા. એમને એકાએક નિહાળીને એક મયૂરી ગભરાટથી કેકારવ કરતી વૃક્ષની ડાળી ઉપર જઈને બેઠી. સાર્થવાહપુત્રોને ત્યાં આગળ બે ઈડાં જોવા મળ્યાં. બનેએ એક એક ઈ ઉડાવી લીધું. સાગરદત્ત–પુત્રનું મન શંકાશીલ હતું. તે વારંવાર ઈડાને ઊલટાવી–પલટાવીને જોતા કે કયારે ઈડામાંથી બચુ નીકળશે. વારંવાર હલાવવાને કારણે ઈ નિર્જીવ થઈ ગયું. પુત્રે તે ઈડું મયુર–પાલકને સોંપી દીધું. એમાંથી બચ્યું નીકળ્યું. એને વિવિધ પ્રકારની નૃત્યકલા શીખવવામાં આવી. આ કારણે આખા નગરમાં એની પ્રસિદ્ધિ થઈ ગઈ. પ્રસ્તુત રૂપકના માધ્યમથી એ દર્શાવવામાં આવ્યું છે કે “શકારના વિનતિ. અને જે શ્રદ્ધાશીલ હોય છે તે સિદ્ધિ પામે છે. આ પ્રમાણે ભલે શ્રમણ હોય, ભલે શ્રમણ હોય, એણે શ્રદ્ધાનિષ્ઠ થઈને સાધના કરવી જોઈએ. જે શ્રદ્ધા સાથે સાધના કરે છે તે સફળતા પ્રાપ્ત કરે છે. આ કથાના વર્ણનથી એ પણ જાણવા મળે છે કે એ યુગમાં માનવ આજની માફક પશુપક્ષીઓને કેળવતા હતા, કેળવણી આપવાથી પશુપક્ષીગણ એવી કલા પ્રદર્શિત કરતા હતા કે જેનાથી દર્શક મન્ત્રમુગ્ધ થઈ જાય. પશુપક્ષી કે જેમનું જીવન વિકલ છે તે પણ કેળવણીથી કલાવંત બની શકે છે. જે માનવ શિક્ષણક્ષેત્રમાં આગળ વધે તે સ્વ અને પર બન્નેના જીવનનું કલ્યાણ કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy