SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ધર્મકથાનુગ: એક સમીક્ષાત્મક અધ્યયન လိုနေနေယုံဖ$$$နေနီးနီးနီးနီးနီးနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနန်အနေ મહાનુભાવોએ એવી શંકા વ્યક્ત કરી છે કે, ભગવાન મહાવીરે છદ્મસ્થ અવસ્થામાં ગૌશાલકની રક્ષા કરી જ્યારે સમવસરણમાં ગૌશાલકે તેજલેશ્યાથી સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર મુનિ પર પ્રહાર કર્યો, ત્યારે મહાવીરે એમને કેમ ન બચાવ્યા ? ટીકાકારે સ્પષ્ટ કર્યું છે કે, ભગવાન એ સમયે વીતરાગી હતા. તેઓ જાણતા હતા કે એનાં નિમિત્તથી મુનિઓનાં મરણ છે. કેવલી અવસ્થામાં લબ્ધિને પ્રયોગ કરવામાં આવતા નથી. છમસ્થ અવસ્થામાં અનુકંપાથી એમણે ગૌશાલકને બચાવ્યો હતો. કેટલાક એમ પણ માને છે કે ગૌશાલક પર દયા બતાવીને મહાવીરે ભૂલ કરી હતી. જો ભગવાન તેમ ન કરત તે કુમતને પ્રચાર ન થાત અને ન તે મુનિ હત્યા થાત. પણ એમણે એ વિચારવું જોઈએ કે મહાપુરુષ ભેદભાવ વિના બધા પર ઉપકાર કરે છે. પ્રતિફલની કામનાથી તેઓ કદી સદાબાજી કરતા નથી. ભગવાને છમસ્થ અવસ્થામાં એવું કંઈ કાર્ય નથી કર્યું કે જેમાં પ્રમાદ અને પાપ કર્મ હોય.૧ ભગવાન મહાવીર દ્વારા શીતલલેશ્યાને પ્રયોગ એક પરમ કારુણિક ભાવનાનું નિદર્શન છે. જયારે સામે જ પંચેન્દ્રિય પ્રાણી બળી રહ્યું હોય અને બીજી વ્યક્તિ નિરપેક્ષ ભાવથી એને નિહાળતા રહે, (તે વખતે) એના અંતરમાનસમાં અનુકંપાની લહેર ન ઊઠે એ કેમ સંભવે ? આચાર્ય ભીખણજીએ આ અનુકંપાપ્રસંગને ભગવાન મહાવીરની ભૂલ બતાવી છે. એમણે કહ્યું છે કે, “છમસ્ય ચૂક્યા તિણ સર્ગ–અર્થાત મહાવીરે ગોશાલકને બચાવીને ભૂલ કરી હતી. અમારી દૃષ્ટિએ અહિંસાને એકાતિક આગ્રહ અથવા એકાંગી ચિંતન છે. ભગવાન મહાવીરની અહિંસા નકારાત્મક જ નહીં, ક્રિયાત્મક પણ હતી. ગૌશાલકના પ્રાણની રક્ષા કરી ભગવાને એક આદર્શ ઉદાહરણ ઉપસ્થિત કર્યું છે.' આ પ્રમાણે પાંચમો ખંડ નિહ તથા ગૌશાલકની ચર્ચાની સાથે સમાપ્ત થયું. છઠ્ઠા સ્કલ્પમાં પ્રકીર્ણક કથાઓ છે. શ્રમણ-શ્રમણીઓનું નિદાન પૂના પૃષ્ઠોમાં આપણે મુનિ દ્વારા સમ્રાટ શ્રેણિક પ્રતિબોધ પામ્યો એ ઉલ્લેખ કર્યો છે, ત્યાં એના મહાવીર સાથેના સાક્ષાત્ સંપર્ક અને એમના પ્રત્યેની એની અસાધારણ શ્રદ્ધાનું પ્રતિપાદન કર્યું છે. મહારાજ શ્રેણિકે કૌટુંબિક (રાજકર્મ ચારી) પુરુષોને બોલાવી એવો આદેશ આપ્યો કે, રાજગૃહ નગરની બહાર જેટલા બગીચાઓ, ઉદ્યાને, શિ૯૫–શાળાઓ, આયતને, દેવકુલ, સભાઓ, પરબો, ઉદકશાળાઓ, પાંથશાલાઓ, ભોજનશાળાઓ, ચુનાના ભઠ્ઠાઓ, વ્યાપારનાં બઝારે, લાકડાની લાટીઓ, મૂજ વગેરેનાં કારખાનાં વગેરેના જે અધ્યક્ષ હોય એને જઈને કહે કે, “જ્યારે, શ્રમણ ભગવાન મહાવીર આ નગરમાં પધારે ત્યારે તમે લેકે સ્થાન, શયનાસન વગેરે ગ્રહણ કરવાની આજ્ઞા કરો અને એમના પધારવાની ખબર મને પહોંચાડજે.” કુંટુબીજનોએ એ પ્રમાણે જ કર્યું. જ્યારે ભગવાન મહાવીરનું રાજગૃહમાં પદાર્પણ થયું ત્યારે તે અંગે રાજા શ્રેણિકને ખબર આપવામાં આવી. રાજા શ્રેણિક ખૂબ હર્ષ પામ્યો અને એણે એ ખબર આપનારને ઈનામ આપ્યું. મહારાણી ચેલના સાથે નાનાદિથી પરવારી બહુમૂલ્ય વસ્ત્રાભૂષણ ધારણ કરી રાજા શ્રેણિક ભગવાનની ધર્મ સભામાં ગયે. ભગવાન મહાવીરે ધર્મોપદેશ આપે. પરિષદ વિસર્જિત થઈ. શ્રેણિકની દિવ્ય ઋદ્ધિ જોઈને કેટલાય શ્રમના મનમાં વિચાર આવ્યું : ધન્ય છે આ શ્રેણિક બિંબસાર ! જે ચેલના જેવી રાણી અને મગધ જેવા રાજ્યને ઉપભોગ કરી રહ્યો છે. અમારી તપસાધનાનું (જે કઈ) ફલ હોય તે અમે પણ આ પ્રકારના મરમ કામભોગોને પ્રાપ્ત કરીએ. ચેલનાની દિવ્ય ઋદ્ધિ જોઈને કટલીયે શ્રમણીઓના મનમાં એ વિચાર આવ્યો કે ચેતનાની માફક અમે પણ કામભોગને ઉપભોગ કરીએ. ભગવાન મહાવીરથી આ રહસ્ય કેટલો સમય છૂપું રહી શકે ? એમણે પિતાના દિવ્ય જ્ઞાનબળથી શ્રમણશ્રમણીએના નિદાનની વાત જાણી અને તેમને નિદાનના કુપરિણામને પરિચય કરાવ્યું. શ્રમણ-શ્રમણીઓએ પિતાના દુઃસંક૯૫ની આચના કરી. પ્રસ્તુત કથાનકથી એ સ્પષ્ટ થાય છે કે શ્રેણિકની ભગવાન મહાવીર પ્રત્યે અપૂર્વ ભક્તિ હતી. સાથે સાથે એ બાબત અંગે પણ સંકેત પ્રાપ્ત થાય છે કે અહીં (જે પ્રસંગને ઉલ્લેખ છે તેમાં) તે પ્રથમ વાર જ ભગવાન મહાવીર પાસે ગયો હતો. જૈન પરંપરાની દૃષ્ટિએ શ્રેણિક પહેલાં અન્ય ધર્માવલંબી હતો. ચેલના તે પિતૃપક્ષમાં પણ નિગ્રંથ ધર્મને માનનારી હતી. એના પ્રયત્નથી સમાપ્રાટ શ્રેણિક નિગ્રંથ ધર્મને ઉપાસક તેમજ જૈન બન્યા હતા. એટલે સંભવ છે કે ચેતનાને આગળ કરવામાં આવી હોય. શ્રમણ અને શ્રમણીઓએ જે નિદાન કરવાનો વિચાર કર્યો તે પ્રથમ સંપર્કમાં જ સંભવિત છે. વારંવાર મળ્યા પછી તેવી ભાવના થઈ શકે નહીં, ૧. છમિન્થાવિ પરક્કમમાણે શું પમાયં સપિ કુશ્વિત્થા // આચા. શ્રુત-૧, અધ્ય. ૮, ઉદ્દેશા ૪, ગા–૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy