SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૨૩ ગૃહમાં “મહાતપતરપ્રભ' નામનું એક ઝરણું હતું. ત્યાં “મણુનાગ નામના એક નાગનું ચૈત્ય હતું. આચાર્ય ગંગ ત્યાં થોભ્યા. ધર્મનું શ્રવણ કરવા માટે પરિષદ ઉપસ્થિત થઈ. આચાર્યે પિતાના પ્રવચનમાં દિપિયાવાદનું સમર્થન કર્યું. મણિનાગે ગંગને સમજાવવા માટે કઈ તર્ક કર્યો નહીં. એટલે તે પૂર્વ કથિત, અવ્યક્તવાદ, સમુછેદવાદ આદિની જેમ કિકિયાવાદને કઈ પ્રબલ તર્ક દ્વારા પરાસ્ત કરી ન શકો. ત્યારે મણિનાગ પરિષદને સંબોધીને કહ્યું : “આ કુશિષ્ય છે. કેમકે અહીં એકવાર ભગવાન મહાવીરે સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે એક સમયમાં એક જ ક્રિયાનું વદન થાય છે. તો શું આ પ્રભુ મહાવીરથી અધિક જ્ઞાની છે? તું તારી વિપરિત પ્રરૂપણાને પરિત્યાગ કરીશ ત્યારે જ તારુ કલ્યાણ થશે.” મણુંનાગની વાત સાંભળી ગંગ ગભરાઈ ગયો. પોતાના ગુરુની પાસે આવીને પ્રાયશ્ચિત્ત કર્યું અને તે ભગવાન મહાવીરના સંઘમાં જોડાઈ ગયો.' ક્રિક્રિયાવાદી એક જ સમયમાં બે ક્રિયાનું અનુદન થવાનું માનતા હતા. રાશિકવાદના પ્રવર્તકઃ આચાર્ય રહગુપત શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણનાં પાંચ ચુંમાલીસ વર્ષ બાદ અંતરંજિકા નગરીમાં ‘ૌરાશિક' મતનું પ્રચલન થયું. એના પ્રવર્તક આચાર્ય રહગુપ્ત હતા. જેનું અપર નામ ષડૂલુક પણ હતું. અંતરંજિકા નગરીને રાજા બલશ્રી’ હતા. ત્યાં ભૂતગૃહ નામનું ચૈત્ય હતું. આચાર્ય શ્રીગુપ્ત ત્યાં રહ્યા હતા. રાહગુપ્ત એમને સંસારપક્ષે ભાણેજ થતો હતે. તે એકવાર આચાર્યને વંદન કરવા માટે આવ્યું. એને એક પરિવ્રાજક મળે, જેનું નામ પોશાલ હતું. તેણે પોતાનું પેટ બાંધી રાખ્યું હતું અને હાથમાં જંબુવૃક્ષની એક ડાળી (ટહની) હતી. એણે કહ્યું: “કદાચ જ્ઞાનથો પેટ ફૂટી ન જાય, એટલે મેં એને બાંધી રાખ્યું છે. જંબુદ્વીપમાં મારે કઈ પ્રતિવાદ કરનારો ન હોવાથી જંબુવૃક્ષની શાખા હાથમાં ઘુમાવી રહ્યો છું. બધા ધામિકને મારો પડકાર છે કે તેઓ મને પરાજિત કરે. પણ આજ સુધી કેઈએ મારો પડકાર ઝીલ્યો નથી.” રોહગુપ્ત એના પડકારને સહર્ષ સ્વીકાર કર્યો અને આચાર્યની પાસે ગયે. આચાર્ય સમક્ષ નિવેદન કર્યું: ‘મેં પાદૃશાલને પડકાર ઝીલે છે. આચાયે કહ્યું : “વત્સ, તે સમજ્યા વગર જ તે પડકારને સ્વીકાર કરે શાલ પરિવ્રાજક વૃશ્ચિકવિદ્યા, સપવિદ્યા, મૂષકવિદ્યા, મૃગવિદ્યા, વરાહીવિદ્યા, કાગવિઘા, પોતાકવિદ્યા–એમ સાત વિદ્યામાં પારંગત છે. એટલે તે તારાથી વધુ બળવાન છે.” રોહગુપ્ત ભયથી ધ્રુજી ઊઠ્યો : “ભગવન, હવે હું શું કરું? શું અહીંથી બીજે ભાગી જાઉં?” આચાર્યું' કહ્યું: “હવે ગભરાવાની જરૂર નથી. હું તને તે સાત વિદ્યાઓની પ્રતિપક્ષી વિદ્યાઓ શિખવાડી દઉં છું. રાહગુપ્તને માયુરીનાકુલી, બિડાલ, વ્યાઘ્રી, સિંહી, અલ્કી અને ઉલાવકી એમ સાત વિદ્યાએ શિખવાડી. વધુમાં રજોહરણને અભિમંત્રિત કરી આપી કહ્યું: ‘તું આ સાત વિદ્યાઓ વડે એને પરાજિત કરી શકશે. જે આ વિદ્યાઓ સિવાયની અન્ય કોઈ વિદ્યાની આવશ્યતા હોય તે રજોહરણને ઘુમાવજે. જેથી કોઈ પણ શક્તિ તને હરાવી શકશે નહીં.' ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી રહગુપ્ત રાજસભામાં આવ્યો. પઢશાલે પોતાના પક્ષની સંસ્થાપના કરતાં કહ્યું : “રાશિ બે છેઃ જીવરાશિ અને અજીવરાશિ. રાહગુપ્ત કહ્યું: “રાશિ ત્રણ છે. છવ, અજીવ અને જીવ. ઘટ–પટ વગેરે અજીવ છે. મનુષ્ય તિર્યંચ વગેરે જીવ છે, ગરોળીની કપાઈ ગયેલી પૂછડી નજીવ છે. પોર્ટુશાલને વિવિધ યુક્તિઓ વડે પરાજિત કરી દીધે. રાહગુપ્તથી પરાજિત થઈ પદૃશાલ ખૂબ ગુસ્સે થઈ ગયું. એણે પોતાની વિદ્યાઓને પ્રયોગ કર્યો. પ્રતિપક્ષી વિદ્યાઓ વડે એની બધી વિદ્યાઓ વિફલ થઈ ગઈ. અંતે પરિવ્રાજકે ગર્દભી વિદ્યાને પ્રયોગ કર્યો. રહગુપ્ત આચાર્ય દ્વારા આપવામાં આવેલ અભિમંત્રિત રજોહરણથી એ વિદ્યાને નિષ્ફળ બનાવી દીધી. બધા સભાસદેએ પોશાલ પરિવ્રાજકને પરાજિત ઘોષિત કર્યો. | વિજય પ્રાપ્ત કરીને રાહગુપ્ત આચાર્ય પાસે આવ્યા અને એમને સંપૂર્ણ હેવાલથી માહિતગાર કર્યા. આચાર્યું ઉપાલંભ આપતાં કહ્યું: ‘તે અસત્ય પ્રરૂપણ કરી. રાશિ ત્રણ નહીં બે જ છે. હજી પણ સમય છે. રાજસભામાં જઈને પોતાની ભૂલનો સ્વીકાર કર.” પણ રેહગુપ્ત પોતાની ભૂલને સ્વીકાર કરવા તૈયાર ન થયો. એને તે પોતાની બુદ્ધિ પર અહંકાર હતો. આચાર્યે વિવિધ રૂપકે દ્વારા એને સમજાવ્યું, પણ જ્યારે તે પોતાની મિથ્યા વાતને સ્વીકાર કરવા ૧. (ક) આવશ્યક, મલયગિરિ વૃત્તિ, પત્ર ૪૦૯, ૪૧૦. (ખ) મણિનાગેશુરહો ભવત્તિ પડિવો હિતાવો[, ઇરછામે ગુરુમૂલં ગંતૂણ તો પડિકંતો // –વિશેષ આવશ્યકભાષ્ય, ગાથા ૨૪૫૦. ૨. પંચ સયા વાલા તઈયા સિદ્ધિ યરસ વીરસ્ય | પુરિમંતરજિયાએ તેરાસિયદિષ્ટિ ઉત્પન્ના છે –આવશ્યકભાષ્ય, ગાથા. ૧૩૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy