SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન કરવામાં આવ્યું છે તે સમયે આ શિનાં નામ યાદ ન હોવાને કારણે સાંકેતિકરૂપમાં અભેદેપચારની દૃષ્ટિથી આચાર્ય આષાઢનું નામ આપી દેવામાં આવ્યું છે. આચાર્ય અભયદેવને એ મત છે કે, આચાર્ય અષાઠ અવ્યક્તમતની સંસ્થાપના કરનારા શ્રમના આચાર્ય હતા, એટલે તેઓ અવ્યક્તિવાદના આચાર્ય તરીકે જાણીતા થયા.૧ સમુર છેદવાદના પ્રરૂપેક : આચાર્ય અશ્વમિત્ર ભગવાન મહાવીરના પરિનિર્વાણનાં બસો વીસ વર્ષ પછી મિથિલાપુરીમાં “સમુછેદવાદ'ની ઉત્પતિ થઈ. એના પ્રવર્તક આચાર્ય અશ્વમિત્ર હતા. એકવાર મિથિલા નગરીમાં લક્ષમગૃહ ચેત્યમાં આચાર્ય મહાગિરિ અવસ્થિત હતા. એમના શિષ્યનું નામ કૌડિન્ય અને પ્રશિષ્યનું નામ અશ્વમિત્ર હતું. દશમા અનુપ્રવાદ (વિદ્યાનુપ્રવાદ) પૂર્વના નિષણિક વસ્તુનું અધ્યયન ચાલી રહ્યું હતું. એમાં છિન છેદ નયની દૃષ્ટિએ તે આલાપક હતો કે પ્રથમ સમયમાં સમુત્પન્ન નારક વિછિન્ન થઈ જશે. દ્વિતીય-તૃતીય આદિ સમયમાં ઉત્પન્ન કરીયિક વિછિનન થઈ જશે. એવી રીતે બધા જીવ વિચ્છિન્ન થઈ જશે. આ પ્રમાણે પર્યાયવાદના પ્રકરણને સાંભળીને અશ્વમિત્રનું મન શંકિત થઈ ગયું. તે વિચારવા લાગ્યો: ‘વર્તમાન સમયમાં સમુપન બધાં જીવ વિચ્છિન્ન થઈ જશે તે સુકત અને દુષ્કત કર્મોનું વદન કેણું કરશે ? ઉત્પન્ન થયા પછી બધાનું જ મૃત્યુ જ થઈ જશે.” મહાગિરિએ કહ્યું: “વત્સ, એમ નથી. આ જે કથન કરવામાં આવ્યું છે, તે એક નયની અપેક્ષાએ છે, સર્વ નયેની અપેક્ષાએ નહીં નિન્ય પ્રવચન સર્વનય સાપેક્ષ છે, એટલે શંકા કરવી ઉચિત નથી. વસ્તુમાં અનેક ધર્મ હોય છે, પણું એક પર્યાય નષ્ટ થઈ જવાથી વસ્તુ નષ્ટ થતી નથી.” આચાર્યના સમજાવવા છતાં સમજ્યા નહી એટલે એમને સંઘની બહાર કાઢી મૂકવામાં આવ્યા. એકવાર અશ્વમિત્ર કંપિલપુર ગયા. ત્યાં “અંડરક્ષા” નામને શ્રાવક ચુંગી અધિકારી હતા. એને અશ્વમિત્રની વિચારધારાનું જ્ઞાન હતું એટલે એણે એમને પકડયા અને માર્યા. અશ્વમિત્રે કહ્યું : “મેં સાંભળ્યું હતું કે, તું શ્રાવક છે. શ્રાવક થઈને સાધુઓને મારે છે? શું તે ઉચિત છે?” શ્રાવક: “આપના મત અનુસાર એ શ્રાવક પણ વિચ્છિન્ન થઈ ગયા અને જે પ્રજિત શ્રમણ છે તેઓ પણ વિછિને થઈ ગયા. અમે ન શ્રાવક રહ્યા અને ન આપ સાધુ ૨ચો. લાગે છે કે આપ ચેર છે.’ અશ્વમિત્ર સમજી ગયા. એને એની ભૂલ સમજાઈ ગઈ, તે પ્રતિબુદ્ધ થઈને ફરીથી ભગવાન મહાવીરના સંઘમાં જોડાઈ ગયા. સમુછેદવાદી પ્રત્યેક પદાર્થના સંપૂર્ણ વિનાશને માને છે. તે એકાંત સમુછેદનું નિરૂપણ કરવાને કારણે નિહ્નવ કહેવાયા. દ્વિકિયાવાદના પ્રવર્તક આચાર્ય ગંગ ભગવાન મહાવીરના નિર્વાણુનાં બસો અઠ્ઠાવીસ વર્ષ પછી ઉલૂકાતીર નગરમાં કિક્રિયાવાદની ઉત્પત્તિ થઈ.* એના પ્રવર્તક આચાર્ય ગંગ હતા. ઉલૂકા નદીના એક પટ પર ખેડા વસેલું હતું. તો બીજા પટ પર ઉ૯લૂકાતીર નામનું નગર આવેલું હતું. ત્યાં આ મહાગિરિના શિષ્ય આર્ય ધનગુપ્ત રહેતા હતા. એમના શિષ્યનું નામ ગંગ હતું. જે ખેડામાં નિવાસ કરતા હતા. તે આચાર્યને વંદન કરવા ચાલી નીકળ્યો. માર્ગમાં ઉ૯લુકા નદી હતી, પગમાં પાણીની ઠંડકનો અનુભવ થઈ રહ્યો હતો, તે મસ્તક ઉગ્ર તાપથી ગરમ થઈ રહ્યું હતું. એણે વિચાર્યું : “આગમોમાં વર્ણન છે. એક સમયમાં એક જ ક્રિયાનું સંવેદન થાય છે, બે ક્રિયાઓનું નહીં. પણ મને બન્ને ક્રિયાઓનું સાથે જ સંવેદન થઈ રહ્યું છે. તે આચાર્યદેવની પાસે આવ્યા અને પોતાની વાત કહી. આચાયે કહ્યું: “વત્સ, એક સમયમાં એક જ ક્રિયાનું વદન થાય છે. મનને ક્રમ એટલે સૂક્ષ્મ હોય છે, એટલે આપણને એની પૃથકતાને અનુભવ થતો નથી. વિવિધ રીતે સમજાવવા છતાં ગંગ માન્ય નહીં, એટલે આચાર્યે એને સંઘમાંથી કાઢી મૂક્યો. આચાર્ય ગંગ વિચરણ કરતા કરતા રાજગૃહમાં આવી પહોંચ્યા. રાજ૧. અપવ્યક્તમતધર્મોચાર્યો, ન ચાયે તન્મતપ્રરૂપકન કિન્તુ પ્રાગવસ્થાયામિતિ . –સ્થાનાંગવૃત્તિ પત્ર, ૩૯૧ ૨. વીસા દે વાસસયા તઈયા સિદ્ધિ ગયેસ્સ વીરસ્સા સામુશ્કેઈઅદિડી મિહિલપુરીએ સમુશ્મન્ના છે –આવશ્યકભાષ્ય, ગાથા ૧૩૧ ૩. આવશ્યક, મલયગિરિવૃત્તિ, પત્ર ૪૦૮, ૪૦૯. ૪. અઠ્ઠાવીસા દે વાસસયા તઈયા સિદ્ધિ ગયસ્ય વીરસ્સા | દે કિરિયાણું દિઠ્ઠી ઉલ્લગતીરે સમુપન્નારે . –આવશ્યક ભાષ્ય, ગાથા ૧૩૩ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy