SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ધર્મકથાનુગ: એક સમીક્ષાત્મક અધ્યયન ઘરે માં આહાર કરતો હતો. એની આચારૂંહિતા શ્રમણચાર સાથે મળતી હતી. તેપણ કાચા પાણુ વગેરેનો ઉપયોગ એ એવી વાત છે, જે શ્રમણના આચાર સાથે મેળ ખાતી નથી. એટલે અંબડ પરિવ્રાજકને શ્રમણે પાસક માનવામાં આવ્યો છે. એણે શ્રાવક વ્રત ગ્રહણ કર્યા હતાં. અંબડને ભગવાન મહાવીર પ્રત્યે અનન્ય શ્રદ્ધા હતી. અંતમાં માસિક સંલેખના સહિત આયુષ્ય પૂર્ણ કરી તે બ્રહ્મ દેવલોકમાં ઉત્પન્ન થયે. અને ત્યાંથી તે મૃત થઈને મહાવિદેહમાં દઢપ્રતિજ્ઞ કુમાર થશે, જ્યાંથી તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. સ્થાનાંગમાં જે અંબડ પરિવ્રાજકનો ઉલલેખ છે, એણે ભગવાન મહાવીરને ચંપાનગરીમાં ધર્મોપદેશ શ્રવણ કર્યો હતા. ત્યાંથી તે રાજગૃહી તરફ પ્રસ્થાન કરવા લાગે ત્યારે ભગવાને અંબાને કહ્યું: ‘શ્રાવિકા સુલતાને કુશલ સમાચાર ડે વિચાર્યું: ‘ત મહાને પુણ્યવતી છે, જેને ભગવાન સ્વયં કુશલસમાચાર મેકલાવે છે. સુલસામાં એ કયો ગુણ છે ? હું એને સમ્યકત્વની પરીક્ષા કરીશ.” પરિવ્રાજકના વેશમાં જ અબડ સુલસાને ઘેર ગયો અને બે : “આયુષ્યમતી, મને આહારદાન આપે. તમને ધર્મ થશે.” સુલતાએ કહ્યું: “કેને દેવાથી ધર્મ થાય છે, તે હું સારી રીતે જાણું છું.” અંબડ આકાશમાં પદ્માસનની મુદ્રામાં સ્થિર થઈને કાના માનસને વિમિત કરવા લાગ્યું. લેકેએ ભેજને અથે એને નિમંત્રણ આપ્યું. એણે કંઈ . પણને નિમત્રણને સ્વીકાર ન કર્યો અને કહ્યું કે હું અલસાને ત્યાં જ ભોજન ગ્રહણ કરીશ.' લેકે હર્ષથી વિભોર થઈને વધાઈ આપવા માટે સુલસાને ત્યાં ગયા. સુલતાએ કહ્યું: “મારે પાખંડીઓ સાથે કઈ લેવા-દેવા નથી.” લેકેએ સુલસાની વાત અંબાને કહી. અબડે કહ્યું: ‘તે વિશુદ્ધ સમ્યક્દર્શનની ધારિકા છે. એના અંતરમાનસમાં કિંચિતમાત્ર પણ વ્યામોહ નથી.” તે સ્વયં સુલસાને ત્યાં ગયો. સુલસાએ એનું સ્વાગત કર્યું. તે એનાથી પ્રતિબુદ્ધ થયું. દીઘનિકાયમાં અબડાસામાં અબડ નામના એક પંડિત બ્રાહ્મણનું વર્ણન છે. નિશીથચૂર્ણિની પીઠિકામાં પ્રસંગ છે : ભગવાન મહાવીર અબડને ધર્મમાં સ્થિર કરવા માટે રાજગૃહ પધાર્યા હતા.' મદ્રુક શ્રમણોપાસક રાજગૃહમાં ગુણશીલક ઉદ્યાનની સમીપમાં કાલદાયી, શૈલદાયી વગેરે અન્યતીથીઓ રહેતા હતા. રાજગૃહમાં મદ્રક શ્રમણોપાસક રહેતા હતા, જે જીવાદિ તરવોને જાણકાર હતા. ભગવાન મહાવીરના આગમનની વાત સાંભળી તે એમને વંદન કરવા જઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં અન્ય તીથીઓએ પૂછ્યું: ‘તારા ધર્માચાર્ય ભગવાન મહાવીર પંચાસ્તિકાયની પ્રરુપણ કરે છે, પણ એને કેમ માની શકાય ?' મક્ક : “વસ્તુના કાર્યથી એનું અસ્તિત્વ જાણું અને માની શકાય છે. કાર્ય વગર કારણ દેખાતું નથી.” અન્ય તીથી : ‘તુ કેવો શ્રમ પાસક છે, જે પંચાસ્તિકાયને જાતિ, જેતે, નથી પણ માને છે ?” મક: “પવન વહે છે તે સત્ય છે ને ?” અન્ય તીથી : “હા, વહે છે.” મક્ક : “વહેતી હવાને તમે જોઈ શકે છે ?' અન્ય તીથી : “તે દેખાતી નથી.” મદ્રક : “પવનમાં સુગંધ અને દુર્ગધ બન્નેના અનુભવ થાય છે ને ? આ સુગધ અને દુધવાળાં પગલોને શું તમે જોઈ શકે છે ?' અન્ય તીથી : “નથી દેખાતાં. મદ્રક : “સમુદ્રની પાસે ગામ, નગર, જંગલ વગેરે ઘણા પદાર્થો છે. શું તમે એને જુઓ છો ?' અન્ય તીથી : 'ના.' મદ્રક : “દેવલેકમાં વિવિધ પ્રકારના પદાર્થ છે. શું તેમને તમે જુઓ છો?' અન્ય તીથી : “ના” પ્રસ્તુત કથાનકમાં મદ્રક શ્રમણોપાસકનું ગંભીર જ્ઞાન પ્રગટ થયું છે. ૧. નિશીથર્ણિ, પીઠિક પૃ. ૨૦ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy