________________
૧૧૦
ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
પ્રસ્તુત કથાનકમાં આનંદના ઉપાસનામય જીવનનું શબ્દચિત્ર છે. એ સમયે ભારતની આર્થિક સ્થિતિ ખૂબ સારી હતી, આનંદની પાસે વિશાળ ભૂમિ અને મોટું પશુધન હતું અને સુવર્ણ મુદ્રાઓના તો ઢગલેઢગલા હતા. તે આધુનિક ધનવાને જેવો ન હતો કે જે પૂજીને સુરક્ષિત રાખ્યા વિના આડેધડ વ્યાપાર કરે રાખે. તેઓ પૂછને એકતૃતીયાંશ ભાગ સુરક્ષિત રાખતા, જેનાથી પોતાની કઈ પ્રકારની તંગદીલીભરી સ્થિતિ ઊભી ન થાય. જીવનના સંધ્યા સમયે તેઓ પોતાની જવાબદારીઓ પુત્રને સોંપીને પૂર્ણપણે સાધનામાં જોડાઈ જતા હતા. એમની સાધના માટે સ્વતંત્ર પિષધશાળાની વ્યવસ્થા થતી હતી. જ્યાં જાગૃત રહી તેઓ સાધનામય જીવન જીવતાં સહર્ષ મૃત્યુને સ્વીકાર કરતા હતા. આજના શ્રાવકે જે એમના જીવનમાંથી કોઈ પાઠ શીખે તે જીવનમાં સુખ અને શાંતિને સમૃદ્ધ બાગ ખીલી ઊઠે. કામદેવ ગાથાપતિ
કામદેવ ચંપાનગરીને રહેવાસી હતા, એની પત્નીનું નામ ભદ્રા હતું. એની પાસે છ કરોડ સુવર્ણ મુદ્રાઓ કાયમી મૂડીરૂપે હતી. છ કરોડ સુવર્ણ મુદ્રાઓ વ્યાપારમાં રોકાયેલી હતી. અને છ કરોડ સુવર્ણ મુદ્રાઓ ઘર વગેરેનાં કાર્ય માં રોકાયેલી હતી. એની પાસે છ છ હજાર ગાયનાં છ ગોકુલ હતાં. એનું કૌટુંબિક જીવન સુખી હતું. રાજકીય જીવનમાં પણ એની મટી પ્રતિષ્ઠા હતી. ભગવાન મહાવીરને ઉપદેશ શ્રવણ કરી કામદેવ શ્રાવકત્રત ગ્રહણ કર્યા અને છેવટે ગૃહભાર પુત્રને સોંપી પોતે પૌષધશાલામાં તન્મયતાથી સાધના કરવા લાગ્યો.
એની સાધનામાં વિદ્ધ કરવા માટે એક મિથ્યાત્વી દેવ ત્યાં આવ્યું. તેણે પહેલાં તે વિકરાળ રૂપ બનાવી કામદેવને ભયભીત કરવા પ્રયાસ કર્યો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : ‘તું (આ) ઉપાસનાને છોડી દે.’ પણ કામદેવ તે અવિચલ રહ્યો. (એ) એના શરીરના ટુકડેટુકડા કરવાનો પ્રયાસ કર્યો. ગાંડે હાથી બનીને એણે કામદેવને આકાશમાં ઉછાળ્યો, દાંત વડે વિધ્યો અને પગેથી કચડો તેપણુ કામદેવ પિતાની સાધનામાં અડગ રહ્યો. પછીથી એણે સાપનું રૂપ ધારણ કરી એને તીવ્ર ડંખ માર્યો, તોપણ કામદેવ ચલિત ન થયું. આખરે તે કામદેવ શ્રાવકના પગે પડ્યો અને બોલ્યોઃ “તું ધન્ય છે, ઈન્દ્ર તારો જેવા ગુણાનુવાદ કર્યો હતો તેનાથી પણ તું તે ચઢિયાતે નીકળે. કામદેવે ઉપસર્ગો સમાપ્ત થયા છે એમ જાણી ધ્યાન વગેરેમાંથી તે નિવૃત્ત થયું. એણે સાંભળ્યું. “ભગવાન મહાવીરનું શુભ આગમન થયું છે. એટલે તે દર્શન કરવા ગયે. સર્વજ્ઞ, સર્વદશી પ્રભુ મહાવીરે કહ્યું : “કામદેવ, શું દેવે આ પ્રમાણે રાત્રે ઉપસર્ગ કર્યા હતા ?' ‘હા ભગવાન, આપનું કહેવું યથાર્થ છે.'
ભગવાને સાધુસાવીઓને સંબોધન કરતાં કહ્યું : “કામદેવ ગૃહસ્થ હોવા છતાં આટલે દૃઢ રહ્યો. એટલે તમારે એની પાસેથી શિખામણ લેવી જોઈએ. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. કામદેવ ઉત્તરોત્તર સાધનાપથ પર આગળ વધતા રહ્યો. વીસ વર્ષ સુધી શ્રમણોપાસકનાં વ્રતનું પાલન કરી, આખરી સમયમાં સંલેખના તથા અનશન કરી તે સધર્મ દેવલોકમાં દેવ બ.
પ્રસ્તુત કથાનકનો સાર એ છે કે ઉપસર્ગ ઉપસ્થિત થાય તે પણ હિમાલયના શિખરની જેમ વ્રતના પાલનમાં સુદઢ રહેવું જોઈએ. વિન તે સાધનાની કસોટી છે. શ્રેયાંસિબહુ વિદનાનિ’–સારા કામમાં સો વિઘ્ન આવે છે. પણ જે વિને પાર કરી જાય છે તે મહાન બને છે. ચુલની પિતા
ચુલની પિતા વારાણસીને ગાથાપતિ હતા. એની પત્નીનું નામ શ્યામ હતું. એની પાસે ચોવીસ કરોડ સુવર્ણ મુદ્રા હતી. તથા દશદશ હજાર ગાયવાળાં આઠ ગોકુલ હતાં. જ્યારે ભગવાન મહાવીર વારાણસી પધાર્યા, ત્યારે એમને ઉપદેશ શ્રવણુ કરીને ચુલનીપિતાએ શ્રાવકનાં બાર વ્રત ધારણ કર્યા. એકવાર તે પૌષધશાલામાં ઉપાસનામાં મગ્ન હતા તે વખતે એક દેવ હાથમાં ચમકતી તલવાર લઈ ત્યાં પ્રગટ થયા અને બોલ્યો: ‘તું વતાને ત્યાગ કર, નહીં તે તારા મેટા પુત્રને અહીં લાવીને તારી સામે જ તેના ટુકડેટુકડા કરી નાંખીશ. ઊકળતા પાણીમાં એનું માંસ રાંધીને તારા શરીર પર છાંટીશ.” પુત્ર પ્રત્યે પિતાની સહજપણે મમતા હોય છે. પણ તે તે અવિચલ રહ્યો. દેવને ક્રોધ ઊકળી ઊઠશે. એણે દેવમાયા વડે તેવું જ કરી દેખાડયું. આવું બીભત્સ દશ્ય જોઈને પથ્થર હૃદયને પણ દ્રવિત થઈ જાય. પણ ચુલની પિતા તે અડગ જ રહ્યો. બીજી વખતે વચલા પુત્રની પણ એવી જ સ્થિતિ કરી, પણ તે સાધનામાંથી ચલિત થયા નહીં. ત્રીજીવારે તે દેવે ત્રીજા પુત્રને પણ પૂરો કરી નાંખે તેપણુ ચુલની પિતા મેરુ પર્વતની જેમ અડગ રહ્યો. ચોથીવારે દેવે એની મમતામયી માતાની હત્યા કરવા ઈચ્છા કરી, ત્યારે તેના દૌર્યનું બંધન તૂટી પડ્યું. તે ગુસ્સે થઈ દેવને પકડવા ઊભો થયો. એટલામાં દેવ અન્તર્ધાન થઈ ગયો. તેના હાથમાં (માત્ર) થાંભલે આવ્યું અને તે જોરજોરથી બૂમો પાડવા લાગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org