SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૦૯ આસક્તિ અને આધ્યાનમાં નંદ મણિયાર મૃત્યુ પામે છે અને તે જ વાપીમાં ‘દર્દ” બને છે. કેટલાક સમય બાદ શ્રમણ ભગવાન મહાવીરના આગમનની વાત સાંભળી એને જાતિસ્મરણુજ્ઞાન થઈ આવે છે અને તે (દ૬૨) ભગવાનને વંદન કરવા જાય છે. ઘોડાની હડફેટમાં તે ઘાયલ થઈ ગયે. સંથારો કરી તે ત્યાંથી સ્વર્ગ ને અધિકારી બને. પ્રસ્તુત કથાનકમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યું છે કે સદગુરુને સમાગમથી આમિક ગુણોની વૃદ્ધિ થાય છે અને આસક્તિથી પતન થાય છે. આસક્તિ આબાદ જીવનને બરબાદ કરી નાંખે છે. આનદ ગાથાપતિ શ્રમણ ભગવાન મહાવીરના શ્રમણોપાસકોમાં આનંદ શ્રમણોપાસકનું સ્થાન મૂર્ધન્ય છે. તે લિવિઓની રાજધાની “વૈશાલી” ની સમીપમાં આવેલા વાણિજયગ્રામમાં રહેતો હતો. એની પાસે અઢળક વૈભવ હતું. આજની ભાષામાં કહીએ તો તે અજબપતિ હતા. ખેતી એને મુખ્ય ધંધે હતા. એને ત્યાં દશ દશ હજાર ગાવાળાં ચાર ગોકુલ હતાં. આનંદ ગાથાપની સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા હતી. બધા વર્ગના લોકોમાં એનું સંમાનનીય સ્થાન હતું. વિલક્ષણ પ્રતિભાશાળી હોવાથી જનમાનસમાં એના પ્રત્યે અત્યધિક વિશ્વાસ હતો. જેથી તેઓ પોતાની છુપાવવા જેવી વાત પણ એની સમક્ષ પ્રગટ કરી દેતા હતા. એની ધર્મપત્નીનું નામ શિવાનંદા હતું. તે પતિપરાયણ હતી. ભગવાન મહાવીરના ઉપદેશથી પ્રભાવિત થઈ એણે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા હતાં. એણે શિવાનંદાને પણ પ્રેરણા આપી. અને શિવાનંદાએ પણ શ્રાવકવત સ્વીકાર્યા. આમ ધર્મારાધના કરતાં ચાદ વર્ષ પસાર થઈ ગયાં. એકવાર રાત્રિના કેટલા પ્રહરમાં તે ધર્મચિંતન કરતો વિચાર કરવા લાવ્યો : “હું જે સમાજમાં રહું છું એમાં મેં અનેક વિશિષ્ટ પ્રકારની જવાબદારી રાખી છે. જેથી હું મારા જીવનને વધુ સમય ધર્મારાધનામાં વીતાવી શકતા નથી. એણે પોતાના મોટા પુત્રને સામાજિક જવાબદારી સોંપી અને પોતે કેટુંબિક અને સામાજિક જવાબદારીઓથી અલગ થઈ ગયો. તે કલાકસન્નિવેશમાં આવેલ પૌષધશાળામાં ધર્મની ઉપાસના કરવા લાગ્યો. તેણે કમશઃ શ્રાવકની અગિયાર પ્રતિમાની આરાધના કરી. ઉગ્ર તપમય જીવન વિતાવવાને લીધે એનું શરીર ખૂબ દૂબળું પડી ગયું. એક દિવસ ફરી ધર્મચિંતન કરતાં એના મનમાં એ વિચાર આવ્યો: ‘હવે મારું શરીર ખૂબ દૂબળું થઈ ગયું છે. મારા માટે એ વધારે સારું છે કે, જીવનભર અન્નને ત્યાગ કરી શાંતચિત્તે મારે અંતિમ સમય પસાર કરું.' આ પ્રમાણે તે ચિંતનમાં લીન થઈ ગયો. અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષપશમ થવાથી એનામાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ભગવાન મહાવીર વાણિજય ગામમાં પધાર્યા. ગણધર ગૌતમે ભીક્ષા અથે ભ્રમણ કરતાં સાંભળ્યું કે, આનંદ શ્રાવકને સંથારામાં અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે. તેઓ આનંદની પાસે ગયા. આનંદ શ્રાવકનું શરીર એટલું દૂબળું પડી ગયું હતું કે, આથી તેમ ફરવાનું પણ શક્ય ન હતું. તેણે ગૌતમને પાસે પધારવાની વિનંતિ કરી. જેથી તે સવિધિ વંદન કરી શકે. આનંદે ભક્તિપૂર્વક વંદન કરીને પૂછયું : “શું ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે ?' હા, થઈ શકે છે.' ગૌતમે જવાબ આપ્યો. “ભગવાન, મને પણ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે. હું તે વડે પૂર્વની બાજુ લવણસમુદ્રમાં ૫૦૦ જન સુધી તથા અલોકમાં લોલુયાગ્રુત નરક સુધી, ઉત્તર દિશામાં ચૂલહેમવંત વર્ષધર પર્વત સુધી, ઉર્વ દિશામાં સૌધર્મ કલ્પ-પ્રથમ દેવલોક સુધી, પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં પાંચસો પાંચસે યોજન સુધીના લવણસમુદ્રના ક્ષેત્રને જાણવા લાગ્યો છું.. ગૌતમે કહ્યું : “આનંદ અવધિજ્ઞાન તે થઈ શકે છે, પણ આટલું વિશાલ નહીં. એટલે તું આલોચના કરીને પ્રાયશ્ચિત્ત કરી લે.” આનંદ : “જિનશાસનમાં શું સત્યની પણ આલોચના કરવામાં આવે છે ?' ગૌતમ ઃ “ના.” આનંદ: ‘તે ભગવન, મેં અસત્ય કહ્યું નથી. ગૌતમ ભગવાનના ચરણમાં આવી પહોંચ્યા. અને સર્વ વૃત્તાન કહ્યો. ભગવાને કહ્યું : “ગૌતમ, આનંદનું કથન બરાબર છે. તું આલેચન કર અને આનંદ પાસે ક્ષમાયાચના પણ કર.” ગૌતમ સરલ ચિત્તવાળા સાધક હતા. એમણે પોતાના દેષની આલોચના કરી અને આનંદ પાસે જઈને ક્ષમાયાચના પણ કરી. જેન ધર્મને એ મહાન આદર્શ છે કે વ્યક્તિ મટી નથી, સત્ય મેટું છે. સત્ય પાસે દરેક જણે નમ્ર થવું જોઈએ. આનંદ ઉજજવલ પરિમાણમાં ઉત્તરોત્તર દઢ-દઢતર થતા ગયા અને દેવલોકમાં દેવ બન્યા. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy