________________
उग्गओ विमलो भाणू, सव्वलोगप्पभंकरो। सो करिस्सइ उज्जोयं, सबलोगंमि पाणिणं ॥७६॥
भाणू य इइ के वुत्ते ? केसी गोयममब्बवी । केसिमेवं बुवंतं तु, गोयमो इणमब्बवी ॥७७॥ उग्गओ खीणसंसारो, सव्वन्नु जिणभक्खरो। सो करिस्सइ उज्जोयं, सव्वलोगंमि पाणिणं ॥७८॥
साहु गोयम ! पन्ना ते, छिन्नो मे संसओ इमो।। अन्नो वि संसओ मझं, तं मे कहसु गोयमा ॥७९॥
१२. सारीर-माणसे दुक्खे, वज्झमाणाण पाणिणं ।
खेमं सिवमणावाहं ठाणं, किं मन्नसी मुणी ॥८०॥
अस्थि एगं धुवं ठाणं, लोगग्गंमि दुरारुहं ॥ जत्थ नत्थि जरा मच्चू, वाहिणो वेयणा तहा ॥८१॥
ठाणे य इइ के वृत्ते? केसी गोयममब्बवी। केसिमेवं बुवंतं तु, गोयमो इणमब्बवी ॥८२॥ निव्वाणं ति अवाहं ति, सिद्धी लोगग्गमेव य । खेमं सिवं अणावाहं, जं चरन्ति महेसिणो ॥८३॥
(ગણધર ગૌતમ-) સમગ્ર લોકમાં પ્રકાશ કરવાવાળો નિર્મળ સૂર્ય ઉદિત થઈ ગયો છે. તે જ સમસ્ત લોકમાં પ્રાણીઓ માટે પ્રકાશ પ્રદાન કરશે.” કેશીએ ગૌતમને પૂછયું – “આપ સૂર્ય કોને કહો છો ?” કેશીના આ પ્રમાણે પૂછવાથી ગૌતમે આ પ્રમાણે કહ્યું(ગણધર ગૌતમ-) જેનો સંસાર ક્ષીણ થઈ ગયો છે. જે સર્વજ્ઞ છે. એવા જિન ભાસ્કર ઉદિત થઈ ગયા છે. તે જ સંપૂર્ણ લોકમાં પ્રાણીઓ માટે પ્રકાશ કરશે.” (કેશીકુમાર શ્રમણ-) "ગૌતમ ! તમારી પ્રજ્ઞા નિર્મળ છે. તમે મારી શંકા દૂર કરી. હજી પણ એક શંકા રહી જાય છે. તે વિષયમાં પણ મને કહો.”
મુનિવર ! શારીરિક અને માનસિક દુઃખોથી પીડિત પ્રાણીઓ માટે ક્ષેમ, શિવ અને અનાબાધ (બાધારહિત) સ્થાન કયું માનો છો ?” (ગણધર ગૌતમ-) 'લોકના અગ્રભાગમાં એક ધ્રુવ (અચલ) સ્થાન છે જ્યાં જરા, મૃત્યુ, વ્યાધિઓ અને વેદનાઓ નથી. પરંતુ ત્યાં પહોચવું બહુ કઠિન છે.” (કેશીકુમાર શ્રમણ-) તે સ્થાન કયું કહેવામાં આવ્યું છે?” કેશીએ ગૌતમને પૂછયું અને પૂછવાથી ગૌતમે કહ્યું – (ગણધર ગૌતમ-) "જે સ્થાનને મહામુનિજન જ પ્રાપ્ત કરે છે, તે સ્થાન નિર્વાણ, અબાધ, સિદ્ધિ, લોકાગ્ર, ક્ષેમ, શિવ અને અનાબાધ ઈત્યાદિ નામથી પ્રસિદ્ધ છે.” ભવપ્રવાહનો અંત કરવાવાળા મહામુનિ જેને પ્રાપ્ત કરી શોકથી મુક્ત થઈ જાય છે, તે સ્થાન લોકના અગ્રભાગમાં શાશ્વતરૂપથી સ્થિત છે જ્યાં પહોંચવું અત્યંત કઠિન છે. તેને હું સ્થાન કહું છું.” (કેશીકુમાર શ્રમણ-)"હે ગૌતમ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારા સંશય દૂર કરી દીધા છે, સંશયાતીત હે સર્વશ્રુત મહોદધિ ! આપને મારા નમસ્કાર છે.” આ પ્રમાણે સંશય નિવારણ થઈ જવાથી ઘોર પરાક્રમી કેશીકુમાર શ્રમણે મહાયશસ્વી ગૌતમને નતમસ્તક થઈ વંદના કરીને. પૂર્વ જિનેશ્વર દ્વારા અભિમત, સુખાવહ, અંતિમ તીર્થકર દ્વારા પ્રવર્તિત માર્ગમાં પાંચ મહાવ્રતરૂપ ધર્મને ભાવથી અંગીકાર કર્યા. તે હિંદુક ઉદ્યાનમાં કેશી અને ગૌતમ બંનેનું જે સમાગમ થયું તેનાથી શ્રુત અને શીલનું ઉત્કર્ષ થયું અને મહાનું પ્રયોજનભૂત અર્થોનો વિનિશ્ચય થયો.
तं ठाणं सासयं वासं लोगग्गंमि दुरारूह । जं संपत्ता न सोयन्ति, भवोहन्तकरा मुणी ॥८४॥
साहु गोयम ! पन्ना ते, छिन्नो मे संसओ इमो। नमो ते संसयाईय ! सव्वसत्तमहोयही ॥८५॥
एवं तु संसए छिन्ने केसी घोरपरक्कमे । अभिवन्दित्ता सिरसा गोयमं तु महायसं ॥८६॥
पंचमहव्वयधम्मं, पडिवज्जइ भावओ। पुरिमस्स पच्छिमंमी, मग्गे तत्थ सुहावहे ॥८७॥
केसीगोयमओ निच्चं तम्मि आसि समागमे । सुय-सीलसमुक्करिसो, महत्थऽत्थविणिच्छओ ।।८८॥
P-115 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org