________________
પૃથ્વી સ્કંધનો બુદ્ધિકલ્પિત દેશ ભારત” છે. કોઈ ટેબલ એક સ્કંધ છે. તેનો એક હિસ્સો છે તેનાથી અલગ નથી થયો તે જ ટેબલ સ્કંધનો દેશ' કહેવાય છે. સ્કંધથી અવિભક્ત પરમાણુ પ્રદેશ” કહેવાય છે. જ્યારે તે સ્કંધથી પૃથક થઈ જાય છે ત્યારે 'પરમાણુ' કહેવામાં આવે છે. તે પુદ્ગલનો અવિભાજ્ય અંશ હોય છે. પુદ્ગલને સ્કંધની અપેક્ષાએ ભિદુર સ્વભાવવાળો તથા પરમાણુની અપેક્ષાએ અભિદુર સ્વભાવવાળો કહેવામાં આવે છે. ઈન્દ્રિય ગ્રાહ્ય પુદગલ બાદર અને શેષ સૂક્ષ્મ છે.
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનમાં પરિણમિત થવાની દૃષ્ટિથી પુદગલ પાંચ પ્રકારના હોય છે – (૧) વર્ણપરિણત, (૨) ગંધપરિણત, (૩) રસ પરિણત, (૪) સ્પર્શ પરિણત અને (૫) સંસ્થાન પરિણત. પરંતુ પ્રત્યેક પુદ્ગલ દ્રવ્યમાં એ પાંચે ગુણ રહે છે. કોઈપણ પુદગલ એવો નથી જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન (આકાર)થી રહિત હોય.
વર્ણના પાંચ પ્રકાર છે - (૧) કાળો, (૨) લીલો, (૩) લાલ, (૪) પીળો અને (૫) સફેદ, ગંધના બે પ્રકાર છે – (૧) સુરભિગંધ અને (૨) દુરભિગંધ. રસના પાંચ પ્રકાર છે - (૧) તિખો, (૨) કડવો, (૩) કપાયેલો, (૪) પાટો અને (૫) મીઠો. સ્પર્શના આઠ પ્રકાર છે - (૧) કર્કશ, (૨) મૃદુ, (૩) ગુરુ, (૪) લઘુ, (૫) શીત, (૬) ઉષ્ણ, (૭) રુક્ષ અને (૮) સ્નિગ્ધ. સંસ્થાનના પાંચ કે છહ પ્રકાર પ્રતિપાદિત છે. પાંચ પ્રકાર છે - (૧) પરિમંડળ, (૨) વૃત્ત, (૩) ત્રિકોણ, (૪) ચતુષ્કોણ અને (૫) આયત, છહ પ્રકાર માનીએ તો (૬) અનિયતની પણ ગણના થાય છે.
પુદ્ગલ દ્રવ્ય પરમાણુના પછી ક્રિપ્રદેશ, ત્રિપ્રદેશી, ચતુ પ્રદેશી, પંચપ્રદેશી -પાવત- દશ પ્રદેશી થાય છે. દેશના પછી સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી અને અનંત પ્રદેશી પુદ્ગલોનું નિરૂપણ કરવામાં આવે છે. એક પરમાણુ પુદ્ગલ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શવાળા હોય છે. ઢિપ્રદેશી ઢંધ કોઈ એકવર્ણવાળો, કોઈ બે વર્ણવાળો, કોઈ એક ગંધવાળો, કોઈ બે ગંધવાળો, કોઈ એક રસવાળો, કોઈ બે રસવાળો, કોઈ બે સ્પર્શવાળો, કોઈ ત્રણ સ્પર્શવાળો, કોઈ ચાર સ્પર્શવાળો હોય છે. આ પ્રમાણે ત્રિપ્રદેશી આદિ સ્કંધોમાં રસ, વર્ણ આદિની સંખ્યા કદાચ વધતી જ જાય છે. તેનાથી બ્રિકસંયોગી, ત્રિકસંયોગી, વર્ણાદિની અપેક્ષાએ અનેક ભંગ બને છે.
વર્ણાદિના પરિણમનને લઈ આગમમાં વર્ણ પરિણતના ૧૦૦ ભેદ, ગંધ પરિણતના ૪૬ ભેદ, રસ પરિણતના ૧૦૦ ભેદ, સ્પર્શ પરિણતના ૧૮૪ ભેદ અને સંસ્થાન પરિણતના ૧૦૦ ભેદ પ્રતિપાદિત છે. કુલ મળી તેના પ૩૦ ભેદ કે ભંગ બને છે.'
તા ભેદ અને સંઘાતનું તત્વાર્થસત્રમાં તો વર્ણન મળે જ છે. પરંતુ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં તેનું વિસ્તારથી વર્ણન થયું છે. તત્વાર્થસૂત્રમાં સંઘાત, ભેદ અને સંઘાત-ભેદથી સ્કંધની ઉત્પત્તિનું વર્ણન છે. તથા ભેદથી અણુ કે પરમાણુની ઉત્પત્તિનું વર્ણન છે. અંધ બે પ્રકારના માનવામાં આવે છે – (૧) ચાક્ષુષ - જેને આંખથી જોઈ શકાય અને (૨) અચાક્ષુષ – જેને આંખથી ન જોઈ શકાય. ચાક્ષુષ સ્કંધની ઉત્પત્તિ ભેદ અને સંઘાતથી થાય છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે પુદ્ગલોનો સંઘાત અને ભેદ કયારેક પોતાના સ્વભાવથી થાય છે અને કયારેક બીજાના નિમિત્તથી થાય છે. પરમાણુ પુદ્ગલોના મળવાથી સ્કંધનું નિર્માણ થાય છે તથા પુદ્ગલનું વધારે વિભાજન પરમાણુ પુદ્ગલના રૂપમાં થાય છે.
એક પરમાણુ ગતિ કરે ત્યારે એક સમયમાં લોકના અંત સુધી પહોંચી શકે છે. પરમાણુની આ પ્રકારની ગતિનું વર્ણન અન્ય કોઈ ભારતીય દર્શનમાં નથી તથા તે વૈજ્ઞાનિકો માટે પણ શોધની પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે. વૈજ્ઞાનિકોના અનુસાર આ સમયે સર્વાધિક ગતિશીલ વસ્તુ પ્રકાશ' છે. જે એક સેકંડમાં લગભગ ૩ લાખ કિલોમીટરની દૂરી પાર કરે છે. જૈનદર્શનના અનુસાર પ્રકાશ પણ પુદ્ગલનો જ એક પ્રકાર છે. પુદ્ગલની ગતિ આનાથી પણ તીવ્ર થઈ શકે છે. એક પરમાણુ એક સમયમાં સંપૂર્ણ લોક સુધી પહોંચી શકે છે. ભગવતી સૂત્રમાં વર્ણિત અસ્પૃશગતિથી પણ આનું સમર્થન થાય છે.' ૧. વિવરણ માટે દૃષ્ટવ્ય દ્રવ્યાનુયોગ ભાગ ૪, પૃ. ૨૩૮૦ - ૨૪૦૬ ૨. “સંપતામ્યઃ ૩Fચન્ત” - તત્વાર્થસૂત્ર - પ/૨૬
મેવાળું:” તેજ. ૫/૨૭
“મે સંપાતામ્યાં વાકું:” - તેજ પ૨૮ ૫. પરમાણુ પુદગલોથી લઈ અનંતપ્રદેશી ઢંધોને પરસ્પર સ્પર્શ કર્યા સિવાય થવાવાળી ગતિ અસ્પૃશદ્ગતિ કહેવાય છે.
37
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org