________________
>
>
>
s
>
s
s
W
\\
\
\\_
/
\/
\/
અજીવ :
લોકમાં મુખ્યરૂપે બે જ દ્રવ્ય છે - (૧) જીવદ્રવ્ય અને (૨) અજીવદ્રવ્ય. પદ્રવ્યોમાંથી જીવને છોડી શેષ પાંચ દ્રવ્યો(૧) ધર્મ, (૨) અધર્મ, (૩) આકાશ, (૪) કાળ અને (૫) પુદગલની ગણના અજીવ દ્રવ્યમાં કરવામાં આવે છે. જીવ દ્રવ્ય ચેતનાયુક્ત છે. તેમાં જ્ઞાન અને દર્શનગુણ રહે છે. જ્યારે અજીવ દ્રવ્ય ચેતનાશૂન્ય હોય છે ત્યારે તે જ્ઞાન-દર્શન ગુણોથી રહિત હોય છે. જીવદ્રવ્ય ઉપયોગમય હોય છે પરંતુ અજીવ દ્રવ્યમાં ઉપયોગ હોતો નથી. જીવ અને અજીવની ભેદ રેખાઓ અનેક છે. પરંતુ મુખ્યરૂપે જ્ઞાન, દર્શન, ઉપયોગ કે ચૈતન્યના આધારે એને પ્રથફ કરવામાં આવે છે.
અજીવ દ્રવ્ય પણ બે પ્રકારના હોય છે - (૧) રૂપી અજીવદ્રવ્ય અને (૨) અરૂપી અજીવદ્રવ્ય. જે દ્રવ્ય વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન (આકૃતિ)થી યુક્ત હોય છે તે રૂપી અજીવ દ્રવ્ય' કહેવાય છે તથા જે અજીવ દ્રવ્ય વર્ણાદિથી રહિત હોય છે તે અરૂપી અજીવ દ્રવ્ય” કહેવાય છે. અરૂપી અજીવ દ્રવ્યોમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યની ગણના થાય છે તથા રૂપી અજીવ દ્રવ્યમાં માત્ર પુદ્ગલ દ્રવ્યનો જ સમાવેશ થાય છે. પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન જોવા મળે છે એટલા માટે તે રૂપી” કહેવાય છે તથા શેષ ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યોમાં વર્ણાદિ જોવા મળતા નથી માટે તે અરૂપી' કહેવાય છે. પુલ :
સમસ્ત જગત્માં જે કાંઈપણ દશ્યમાન છે અથવા ઈન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય છે તે બધા પુદ્ગલ” છે. પદ્રવ્યોમાં આ જ એક એવો દ્રવ્ય છે જે મૂર્તિ કે રૂપી છે. તત્ત્વાર્થ સૂત્રમાં પુદ્ગલનું લક્ષણ આ પ્રમાણે આપવામાં આવ્યું છે- “સ્પર્શ રસ માંધવMયન્ત: પુ :” અર્થાત્ જે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણથી યુક્ત છે તે પુદ્ગલ” છે. પુદ્ગલ દ્રવ્યોની કેટલીક પર્યાયો બીજી પણ છે. જેનો પુદ્ગલની અંદર જ સમાવેશ કરવામાં આવે છે તે પર્યાયો ઉત્તરાધ્યયનસૂત્રમાં શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા અને આપના રૂપમાં કહેવામાં આવી છે તથા તત્ત્વાર્થસૂત્રમાં બંધ, સૂક્ષ્મતા, સ્થૂળતા, સંસ્થાન અને ભેદથી યુક્તને પણ પુદ્ગલ કહેવામાં આવ્યું છે.'
જે ઈન્દ્રિયગોચર થાય છે તે પુદગલ જ થાય છે. પરંતુ પુદગલના પરમાણુ, દ્ધિપ્રદેશી ઢંધ આદિ એવા સૂક્ષ્મ અંશ પણ છે જેને ઈન્દ્રિયોથી ન જાણી શકાય તથા પણ એમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ઉપલબ્ધિના કારણે તે પુદ્ગલ જ કહેવાય છે તેમજ આને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અથવા કેવળજ્ઞાનથી જાણી શકાય છે.
પુદ્ગલનો એક નિરુક્તિપરક અર્થ એ કરવામાં આવે છે કે જે પૂરણ અને ગલણ અવસ્થાને પ્રાપ્ત થાય છે તે પુદ્ગલ છે. સંઘાતથી આ પૂરણ અવસ્થાને તથા ભેદથી ગલન અવસ્થાને પ્રાપ્ત થાય છે. એક અન્ય પરિભાષાના અનુસાર જીવ જેને શરીર, આહાર, વિષય, ઈન્દ્રિય આદિના રૂપમાં ગ્રહણ કરે છે તે પુદ્ગલ છે.
પુદગલના મુખ્યરૂપે બે ભેદ છે - (૧) પરમાણુ કે અણુ અને (૨) સ્કંધ. કોઈ અપેક્ષાથી પુગલના ચાર ભેદ પણ પ્રતિપાદિત છે - (૧) સ્કંધ, (૨) સ્કંધ દેશ, (૩) સ્કંધ પ્રદેશ અને (૪) પરમાણુ. અનેક પરમાણુઓનો સંઘાત સ્કંધ” કહેવાય છે. પુદ્ગલ દ્રવ્યનો તે પ્રત્યેક ખંડ જે સ્વતંત્ર સત્તાવાનું છે તે સ્કંધ છે. જેમકે – ઈંટ, પથ્થર, ખુર્શી, ટેબલ વગેરે. એકથી અધિક સ્કંધ મળીને પણ એક નવો અંધ બની શકે છે. જેમકે- અનેક પથ્થરોથી બનેલી દિવાલ સ્કંધનું જ્યારે વિભાજન થાય છે ત્યારે તે અનેક પરમાણુઓમાં વિભક્ત થઈ શકે છે. પરંતુ જ્યાં સુધી પરમાણુની અવસ્થા નથી આવતી ત્યાં સુધી તે સ્કંધોમાં જ વિભક્ત થાય છે. આ પ્રમાણે સ્વતંત્ર સત્તાની દૃષ્ટિથી સ્કંધ અને પરમાણુ ભેદ જ પ્રાપ્ત થાય છે. દેશ અને પ્રદેશ ભેદ બુદ્ધિ કલ્પિત છે વાસ્તવિક નહિ, જ્યારે સ્કંધનો કોઈ ખંડ બુદ્ધિથી કલ્પિત કરવામાં આવે છે તે દેશ' કહેવાય છે. જેમકે - ૧. અજીવ દ્રવ્યના સંબંધમાં આ પ્રસ્તાવનામાં દ્રવ્ય, અસ્તિકાય, પર્યાય, જીવાજીવ અને પુદ્ગલ શીર્ષક દેખવ્ય છે. ૨. (અ) તત્વાર્થસૂત્ર - પ/૨૩.
(બ) રુપિણ: પુદ્ગલાઃ” - ૫૩ સૂત્ર પણ ઉપલબ્ધ છે. ૩. ઉત્તરાધ્યયનસૂત્ર - ૨૮/૧૨, દ્રવ્યાનુયોગ ભાગ ૪, પાના નં. ૨૫૩૧ ૪. “શદ્વન્દૌસ્વસ્થત્ય સંસ્થાન મેતનછીયાતપોતવત્તત્ત્વ" - તત્વાર્થસૂત્ર - પ/૨૪.
S
=
36. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org