________________
૨૦ દ્વારોના વર્ણનમાં યત્ર-તત્ર નવ ગમકોના પણ પ્રયોગો થયા છે. આ નવ ગમક ઓઘ, જઘન્ય અને મધ્યમ સ્થિતિઓના કારણે બન્યા છે. ગમક અધ્યયનનો આધાર વ્યાખ્યા પ્રજ્ઞપ્તિસૂત્રનો ચોવીસમો શતક છે માટે વિશેષ જાણકારી પ્રાપ્ત કરવા આ શતકની ટીકા કે વૃત્તિનું અનુશીલન સહાયક થશે. આત્મા :
આત્મા” અને “જીવ” શબ્દ આગમમાં એકાર્થક છે. એટલા માટે જીવ અધ્યયનનું વિવેચન થયા પછી આત્માના પૃથફ અધ્યયનની આવશ્યકતા રહેતી નથી તથા પણ આત્મા શબ્દથી આગમમાં જે વિશિષ્ટ વિવેચન ઉપલબ્ધ છે તેનો આ અધ્યયનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
“આત્મા” શબ્દ જીવનું સૂક્ષ્મ અને વિશિષ્ટ વિવેચન કરે છે. આ આત્માને જીવાત્મા પણ કહેવામાં આવે છે. વેદાન્ત દર્શનમાં “આત્મા” શબ્દ બ્રહ્મના માટે પ્રયુક્ત થયો છે તથા જીવ” શબ્દ અજ્ઞાનાચ્છિન્ન સાંસારિક પ્રાણિઓ માટે પ્રયુક્ત થયો છે. જૈન દર્શનમાં જીવ અને આત્મામાં એવો ભેદ નથી. અહિં સંસારી પ્રાણિઓને પણ જીવ કહેવામાં આવે છે તથા મુક્ત (સિદ્ધ) જીવોને પણ જીવ કહેવામાં આવે છે. આ પ્રમાણે જીવોની સંખ્યા અનંત છે. છતાં પણ ચેત ઠાણાંગસૂત્રમાં “ સાથી” અર્થાતુ આત્મા એક છે. એ કથનનો પ્રયોગ થયો છે.
સંખ્યાની દૃષ્ટિથી જૈનદર્શનમાં અનંત આત્માઓ માન્ય છે. વેદાદર્શન બ્રહ્મ કે આત્માને સંખ્યાની દષ્ટિથી એક માને છે તથા સંસારી જીવોમાં તેનો જ ચૈતન્યાંશ સ્વીકાર કરે છે પરંતુ જૈનદર્શનમાં આત્મા એક નહિ અનંત છે.
આત્માનું સ્વરૂપ જ્ઞાનદર્શનમય છે. આત્મા એક અપેક્ષાએ જ્ઞાનરૂપ છે. તો બીજી અપેક્ષાએ અજ્ઞાનરૂપ પણ છે. પરંતુ જ્ઞાન નિયમથી આત્મા છે. અજ્ઞાનનો અર્થ જ્ઞાનનો અભાવ નહિ. પરંતુ મિથ્યાદર્શનની ઉપસ્થિતિમાં જે જ્ઞાન થાય છે તેને જ અજ્ઞાન કહેવામાં આવે છે. દર્શન નિયમથી આત્મા હોય છે તથા આત્મા નિયમથી દર્શન હોય છે.
બીજી અપેક્ષાએ આત્માના આઠ પ્રકાર કહ્યા છે - (૧) દ્રવ્ય આત્મા, (૨) કપાય આત્મા, (૩) યોગ આત્મા, (૪) ઉપયોગ આત્મા, (૫) જ્ઞાન આત્મા, (૬) દર્શન આત્મા, (૭) ચારિત્ર આત્મા અને (૮) વીર્ય આત્મા. આમાં દ્રવ્ય આત્માનું તાત્પર્ય છે આત્માનું દ્રવ્યથી હોવું અથવા પ્રદેશયુક્ત જીવનું દ્રવ્યના રૂપમાં હોવું. આ દ્રવ્ય આત્મા બધા જીવોમાં હંમેશા રહે છે. કપાય યુક્ત આત્માને કષાય આત્મા, મન, વચન અને કાયાના યોગથી યુક્ત આત્માને યોગ આત્મા. જ્ઞાન, દર્શનરૂપ ઉપયોગ સંપન્ન આત્માને ઉપયોગ આત્મા. જ્ઞાનગુણ લક્ષણની દૃષ્ટિથી તેને જ્ઞાન આત્મા અને દર્શનગુણ-લક્ષણની અપેક્ષાથી તેને દર્શન આત્મા કહેવામાં આવે છે. તે જ પ્રમાણે ચારિત્રયુક્ત હોવાની અપેક્ષાથી તેને ચારિત્ર આત્મા' અને વીર્ય-પરાક્રમથી સંપન્ન હોવાના કારણે તેને વીર્ય આત્મા' કહેવામાં આવે છે. તેમાં દ્રવ્ય આત્મા, ઉપયોગ આત્મા, જ્ઞાન આત્મા, દર્શન આત્મા અને વીર્ય આત્મા બધા જીવોમાં એક સાથે હોઈ શકે છે. કષાય આત્મા તો સકષાયી સંસારી જીવોમાં હોય છે તથા યોગ આત્મા સયોગી કેવળી ગુણસ્થાન સુધી જોવા મળે છે. ચારિત્ર આત્મા ચારિત્રયુક્ત જીવોમાં હોય છે. આત્માનું” આ વિશ્લેષણ એક જ જીવના વિભિન્ન આયામોને પ્રગટ કરે છે.
જાણવા યોગ્ય એ છે કે પ્રાણાતિપાત યાવત- મિથ્યાદર્શન શલ્ય, પ્રાણાતિપાત વિરમણ -યાવત- મિથ્યાદર્શન શલ્ય વિવેક ઔત્પાતિકી ચાવતુ- પારિણામિકી બુદ્ધિ, અવગ્રહ -પાવતુ ધારણા, ઉત્થાન -જાવતુ- પુરુષાકાર પરાક્રમ, નૈરયિત્વ -ભાવતુવૈમાનિત્વ, જ્ઞાનાવરણ -ચાવત- અંતરાય કર્મ, કૃષ્ણલેશ્યા ચાવત- શુક્લલેશ્યા, ત્રણે દૃષ્ટિઓ, ચારે દર્શન, પાંચો જ્ઞાન અને ત્રણ અજ્ઞાન, આહારાદિ ચાર સંજ્ઞાઓ, પાંચ શરીર, ત્રણ યોગ, સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ તથા આના જેવા બીજા પણ પદાર્થ આત્માના સિવાય અન્યત્ર પરિણમન કરતા નથી. આ બધાનો આત્મા સાથે સંબંધ છે તથા તેમાં જ પરિણમન કરે છે. શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શને ગ્રહણ કરવાનું કાર્ય આત્મા બે પ્રકારે કરે છે- શરીરના એકભાગથી અથવા સમસ્ત શરીરથી. અવભાસ, પ્રભાસ, વિક્રિયા, પરિચારણા, ભાષા, આહાર, પરિણમન, વેદના અને નિર્જરા આદિ ક્રિયાઓ પણ આત્મા ઉપર્યુક્ત બંને પ્રકારોથી કરે છે. સમુદઘાત :
વિભિન્ન કારણોથી જ્યારે જીવના આત્મ-પ્રદેશ શરીરથી બહાર નિકળે છે તે સમુઘાત કહેવાય છે. તે આત્મપ્રદેશ પુદ્ગલ્યુક્ત હોય છે. એટલા માટે સમુઘાતોનું વર્ણન કરતી વખતે આગમમાં પુદ્ગલોનું પણ શરીરથી બહાર નીકળવાનું વર્ણન મળે છે.
34 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org