SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ - મરણના પાંચ પ્રકાર પણ વર્ણિત છે તથા ૧૭ પ્રકાર પણ પ્રતિપાદિત છે. પાંચ મરણ છે (૧) આવીચિમરણ, (૨) અવધિમરણ, (૩) આત્યન્તિકમરણ, (૪)બાલમરણ અને (૫) પંડિતમરણ. આમાં બાલમરણના વલયમરણ, વશાર્તામરણ આદિ ૧૨ પ્રકાર છે તથા પંડિત મરણના બે પ્રકાર છે - (૧) પાદપોપગમન અને (૨) ભક્તપ્રત્યાખ્યાન. ૧ આગમમાં મૃત્યુ વખતે જીવને નીકળવાના પાંચ માર્ગ પ્રતિપાદિત છે - (૧) પગ, (૨) ઉરુ, (૩) હૃદય, (૪) મસ્તિષ્ક અને (૫) સર્વાંગ શરીર. પગમાંથી નીકળવાવાળો જીવ નરકમાં જાય છે. ઉરુથી નીકળવાવાળો જીવ તિર્યંચગતિમાં જાય છે. હૃદયથી નીકળવાવાળો જીવ મનુષ્યગતિમાં, મસ્તિષ્કથી નીકળવાવાળો જીવ દેવગતિમાં અને સર્વાંગથી નીકળવાવાળો જીવ સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. યુગ્મ ઃ જૈનાગમોમાં યુગ્મ” શબ્દ ચારની સંખ્યાનો સૂચન કરે છે. ચારની સંખ્યાના આધારે યુગ્મનો વિચાર કરવામાં આવે છે. પ્રાયઃ ગણિતશાસ્ત્રમાં સમસંખ્યાને યુગ્મ અને વિષમ સંખ્યાને ઓજ કહેવામાં આવે છે. આ યુગ્મ અને ઓજ સંખ્યાઓનો વિચાર જ્યારે ચા૨ની સંખ્યાના આધારે કરવામાં આવે છે ત્યારે યુગ્મના ચાર ભેદ બને છે - (૧) કૃતયુગ્મ, (૨) ઓજ, (૩) દ્વાપરયુગ્મ અને (૪) કલ્યોજ. આમાંથી બે "યુગ્મ” અર્થાત્ સમરાશિઓ છે તથા બે "ઓજ” અર્થાત્ વિષમ રાશિઓ છે. આ બધાનો વિચાર ચારની સંખ્યાના આધારે ક૨વાથી આ 'યુગ્મ રાશિઓ' કહેવાય છે. જે રાશિમાંથી ચાર-ચારને બાદ કરવાથી અંતમાં ચાર શેષ રહે તે "કૃતયુગ્મ” છે, જેમકે - ૮, ૧૨, ૧૬, ૨૦, ૨૪ આદિ સંખ્યાઓ રાશિમાંથી ચાર-ચાર બાદ કરવાથી અંતમાં ત્રણ શેષ રહે તે "ત્ર્યોજ” કહેવાય છે, જેમકે - ૭, ૧૧, ૧૫, ૧૯ આદિ સંખ્યાઓ. જે રાશિમાંથી ચાર-ચાર ઘટાડવાથી અંતમાં બે શેષ રહે તે દ્વાપરયુગ્મ' અને જેમાં એક શેષ રહે તે "કલ્યોજ” કહેવાય છે, જેમકે - ૬, ૧૦, ૧૪, ૧૮ આદિ સંખ્યાઓ દ્વાપરયુગ્મ અને ૫, ૯, ૧૩, ૧૭ આદિ સંખ્યાઓ કલ્યોજ છે. ગમ્મા (ગમક) : ચોવીશ દંડકોમાં પરસ્પર ગતિ-આગતિ અથવા વ્યુત્ક્રાંતિના આધારે ઉપપાત આદિ ૨૦ દારોથી ગમક અધ્યયનનો મુખ્યરૂપે વિચાર કરવામાં આવ્યો છે. ૨૦ દ્વાર છે - (૧) ઉપપાત, (૨) પરિમાણ (સંખ્યા), (૩) સંહનન, (૪) ઉચ્ચત્વ (અવગાહના), (૫) સંસ્થાન, (૬) લેશ્યા, (૭) દૃષ્ટિ, (૮) જ્ઞાન-અજ્ઞાન, (૯) યોગ, (૧૦) ઉપયોગ, (૧૧) સંજ્ઞા, (૧૨) કષાય, (૧૩) ઈન્દ્રિય, (૧૪) સમુદ્દઘાત, (૧૫) વેદના, (૧૬) વેદ, (૧૭) આયુષ્ય, (૧૮) અધ્યવસાય, (૧૯) અનુબંધ અને (૨૦) કાયસંવેધ. ઉપપાત દ્વારમાં એવો વિચા૨ ક૨વામાં આવ્યો છે કે અમુક દંડકનો જીવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે. પરિમાણ દ્વારમાં તેની ઉત્પત્તિની સંખ્યાના સંદર્ભમાં વિચાર કરવામાં આવ્યો છે. સંહનન દ્વારના અંતર્ગત અમુક દંડકમાં ઉત્પન્ન થવાવાળા (પરંતુ અ ના -યાવત્- અનુત્પન્ન) જીવના સંહનનોની ચર્ચા છે. ઉચ્ચત્વ દ્વારમાં વર્તમાન ભવની અવગાહનાનું વર્ણન છે. સંસ્થાન, લશ્યા, દૃષ્ટિ, જ્ઞાન-અજ્ઞાન, યોગ, ઉપયોગ, સંજ્ઞા, કષાય, ઈન્દ્રિય અને સમુદ્દઘાત દ્વા૨ોમાં ઉત્પદ્યમાન જીવમાં આનાજ સંબંધનો પ્રરૂપણ છે. વેદના દ્વારમાં શાતા અને અશાતા વેદનાનું તથા વેદ દ્વારમાં સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદનો વિચાર કરવામાં આવ્યો છે. આયુષ્યદ્વારમાં "સ્થિતિની ચર્ચા છે. અધ્યવસાય બે પ્રકારના છે - (૧) પ્રશસ્ત અને (૨) અપ્રશસ્ત. જે જીવ જે દંડકમાં ઉત્પન્ન થવાનો હોય છે તેના અનુસાર જ તેના પ્રશસ્ત કે અપ્રશસ્ત અધ્યવસાય અર્થાત્ ભાવ જોવા મળે છે. અનુબંધ અને કાયસંવેધ એ બે દ્વાર આ અધ્યયનમાં સર્વોત્કૃષ્ટ વિશેષતા ધરાવે છે. અનુબંધનું તાત્પર્ય છે વિવક્ષિત પર્યાયનું અવિચ્છિન્ન કે નિરંતર બની રહેવું તથા કાય સંવેધનું તાત્પર્ય છે વર્યમાન કાયથી બીજી કાયમાં કે તુલ્યકાયમાં જઈ ફરીથી તે જ કાયમાં આવવું. આ વીસ દ્વા૨ોના માધ્યમથી પ્રત્યેક દંડકના વિવિધ પ્રકારના જીવોની જે જાણકારી આ અધ્યયનમાં સમાયેલી છે તે અત્યંત સૂક્ષ્મ અને યુક્તિસંગત છે. ૧. પંડિતમરણ અથવા સમાધિમરણના સંબંધમાં વિશેષ જાણકારી માટે પ્રકીર્ણક સાહિત્યમાં સમાધિ મરણની અવધારણા (પ્રકીર્ણક સાહિત્યઃ મનન અને મીમાંસા - ઉદયપુર) લેખ દષ્ટવ્ય છે. Jain Education International 33 For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy