________________
પુદ્દગલ-અધ્યયન
कालओ सिय सपदेसे सिय अपदेसे,
भावओ सिय सपदेसे सिय अपदेसे । जे खेत्तओ अपदेसे से दव्वओ सिय सपदेसे सिय अपदेसे ।
कालओ भयणाए, भावओ भयणाए ।
जहा - खेतओ एवं कालओ भावओ ।
जेव्व सपदेसे से खेत्तओ सिय सपदेसे अपदेसे,
एवं कालओ भावओ वि ।
जे खेत्तओ सपदेसे से दव्वओ नियमा सपदेसे,
कालओ भयणाए, भावओ भयणाए, जहा दव्वओ तहा कालओ भावओ वि ।
प. एएसि णं भंते! पोग्गलाणं दव्वादेसेणं खेत्तादेसेणं कालादेसेणं भावादेसेणं सपदेसाण य, अपदेसाण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव- विसेसाहिया વા?
उ. नारयपुत्ता ! १. सव्वत्थोवा पोग्गला भावादेसेणं અપવેતા,
२. कालादेसेणं अपदेसा असंखेज्जगुणा,
३. दव्वादेसेणं अपदेसा असंखेज्जगुणा,
४. खेत्तादेसेणं अपदेसा असंखेज्जगुणा,
५. खेत्तादेसेणं चेव सपदेसा असंखेज्जगुणा,
६. दव्वादेसेणं सपदेसा विसेसाहिया,
७. कालादेसेणं सपदेसा विसेसाहिया,
८. भावादेसेणं सपदेसा विसेसाहिया ।
तए णं नारयपुत्ते अणगारे नियंठिपुत्तं अणगारं वंदइ नमंसइ, नियंठिपुत्तं अणगारं वंदिता णमंसित्ता एमट्ठे सम्मं विणणं भुज्जो - भुज्जो खामेइ,
Jain Education International
૨૪૯૫
કાળની અપેક્ષાએ પણ કદાચ સપ્રદેશ અને અપ્રદેશ છે. ભાવની અપેક્ષાએ પણ કદાચ સપ્રદેશ અને અપ્રદેશ છે.
જે પુદ્દગલ ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશ છે, એમાં દ્રવ્યની અપેક્ષા કદાચ સપ્રદેશ અને કદાચ અપ્રદેશ છે. કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ પણ આ જ પ્રમાણેની ભજના સમજવી જોઈએ.
જે પ્રમાણે ક્ષેત્ર વિષે કહ્યું તે જ પ્રમાણે કાળ વડે અને ભાવ વડે પણ ભજના સમજવી જોઈએ.
જે પુદ્દગલ દ્રવ્ય વડે સપ્રદેશ છે, તે ક્ષેત્ર વડે કદાચ સપ્રદેશ અને અપ્રદેશ છે.
એ જ પ્રમાણે કાળ વડે અને ભાવ વડે પણ (સપ્રદેશ અને અપ્રદેશ) સમજવું જોઈએ.
જે પુદ્દગલ ક્ષેત્ર વડે સપ્રદેશ છે, તે દ્રવ્ય વડે નિયમાનુસાર સપ્રદેશ છે.
પરંતુ કાળ વડે અને ભાવ વડે ભજના સમજવી જોઈએ. જે પ્રમાણે દ્રવ્યની અપેક્ષાએ કહેવામાં આવ્યું, એ જ પ્રમાણે કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ પણ સમજવું જોઈએ.
પ્ર. ભંતે ! (નિર્ગન્ધીપુત્ર !) દ્રવ્યાદેશ વડે, ક્ષેત્રાદેશ
વડે, કાળાદેશ વડે અને ભાવાદેશ વડે સપ્રદેશ અને અપ્રદેશ પુદ્દગલોમાં કોણ કોનાથી અલ્પ -યાવવિશેષાધિક છે ?
ઉ. નારદપુત્ર ! ૧. ભાવાદેશ વડે અપ્રદેશ પુદ્દગલ સૌથી ઓછા છે.
૨. (એનાથી) કાળાદેશ વડે અપ્રદેશ પુદ્દગલ અસંખ્યાતગણા છે.
૩. (એનાથી) દ્રવ્યાદેશ વડે અપ્રદેશ પુદ્દગલ અસંખ્યાતગણા છે.
૪. (એનાથી) ક્ષેત્રાદેશ વડે અપ્રદેશ પુદ્દગલ અસંખ્યાતગણા છે.
૫. (એનાથી) ક્ષેત્રાદેશ વડે સપ્રદેશ પુદ્દગલ અસંખ્યાતગણા છે.
૬. (એનાથી) દ્રવ્યાદેશ વડે સપ્રદેશ પુદ્દગલ વિશેષાધિક (ઘણા વધારે) છે. ૭. (એનાથી) કાળાદેશ વડે સપ્રદેશ પુદ્દગલ વિશેષાધિક છે.
૮. (એનાથી) ભાવાદેશ વડે સપ્રદેશ પુદ્દગલ વિશેષાધિક છે.
આ સાંભળીને નારદપુત્ર અણગારે નિગ્રન્થીપુત્ર અણગારને વંદન-નમસ્કાર કર્યા અને વંદન-નમસ્કાર કરીને એમનાથી વિનયપૂર્વક વારંવાર ક્ષમાયાચના કરી.
For Private Personal Use Only
www.jainelibrary.org