________________
પ્રકારની કહી છે - (૧) સમ્યગ્દષ્ટિ, (૨) મિથ્યાદૃષ્ટિ અને (૩) સમ્યમિથ્યાદષ્ટિ (મિશ્ર દષ્ટિ). જે જીવ સંસારમાં સુખ સમજી વિષય ભોગોમાં રમણ કરે છે તે મિથ્યાદષ્ટિ હોય છે. જે જીવ આનાથી થઈ મોક્ષસુખનો અભિલાષી બને છે તે સમ્યગ્દષ્ટિ હોય છે. તેની વિષય ભોગોમાં આસક્તિ ઘટી જાય છે. સૈદ્ધાત્તિક દૃષ્ટિથી સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિ માટે સાત પ્રકૃતિઓનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ થવો જરૂરી છે. તે સાત પ્રકૃતિઓ મોહકર્મની છે, જેમ-અનંતાનુબંધી કષાયનો ચતુષ્ક, સમ્યક્ત્વમોહનીય, મિથ્યાત્વમોહનીય અને મિશ્ર મોહનીય. જ્યારે મોહકર્મની આ સાત પ્રકૃતિઓ ક્ષીણ થાય છે ત્યારે દૃષ્ટિ સમ્યફ બનતી જાય છે. જ્યારે સમ્યગ્દર્શન પણ ન હોય અને મિથ્યાદર્શન પણ ન હોય તો તેને સમ્યગૃમિથ્યાદષ્ટિ કહેવામાં આવે છે.
તત્ત્વાર્થસૂત્રમાં જીવાદિ તત્ત્વો પર યથાર્થ શ્રધ્ધા કરે તેને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. જીવાદિ સાત કે નવતત્ત્વો પર શ્રધ્ધા થવાનું તાત્પર્ય છે જીવન અને જગતના પ્રત્યે સમ્યગ્દષ્ટિકોણ. સમ્યગ્દર્શનનો એક અભિપ્રાય છે સુદેવ, સુગુરુ અને સુધર્મ પર શ્રધ્ધા કરવી. અરિહંત અને સિદ્ધને સુદેવ માનવા, સુસાધુને ગુરુમાનવા અને જિનેન્દ્ર દ્વારા પ્રરૂપિત ધર્મને ધર્મ માનવો એ સમ્યક્ત્વની એક ઓળખાણ છે. સમ્યક્ત્વના પાંચ લક્ષણ માન્યા છે – (૧) શમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપા અને (૫) આસ્થા. ક્રોધાદિ કષાયોનું શમન' શમ છે. ધર્મના પ્રતિ ઉત્સાહ, સાધર્મિકોના પ્રતિ અનુરાગ કે પંચ પરમેષ્ઠિઓના પ્રતિ પ્રીતિ થવું સંવેગ' છે. વિષયભોગોથી વૈગ્ય નિર્વેદ” છે. દુઃખી પ્રાણિઓના દુ:ખથી અનુકંપિત થવું અનુકંપાર છે. જિનદેવ, સુસાધુ અને જિનપ્રણીત ધર્મ પર શ્રધ્ધા કરવી અને તત્વાર્થો પર શ્રધ્ધા કરવી આસ્થા કે આસ્તિક્ય છે. જે જિનવચનો પર શ્રદ્ધા રાખી તેને જીવનમાં અપનાવે છે તે નિર્મળ અને સંકલેશરહિત થઈ સંસાર ભ્રમણને પરિત અર્થાત સીમિત કરી લે છે. ૨
જ્ઞાન :
જ્ઞાન આત્માનો ગુણ છે અને તે આત્માથી અભિન્ન છે. તે આત્મ સ્વરૂપ જ છે. “ને ગયા સે વિUTય, ને વિનયી મેં માયા” આ વાક્યથી પણ એ વાત સ્પષ્ટ થાય છે કે જે વિજ્ઞાતા છે તે આત્મા છે અને જે આત્મા છે તે વિજ્ઞાતા છે. ન્યાયદર્શનમાં આત્માને જ્ઞાનનું અધિકરણ માનવામાં આવે છે. આત્મા મૂળરૂપે ન્યાયદર્શનમાં જડ છે. તેમાં જ્ઞાનગુણ આગતગુણ છે. વેદાન્તમાં આત્માને નિત્ય, જ્ઞાનાત્મક અને આનંદયુક્ત સ્વીકાર કરવામાં આવે છે. બૌદ્ધદર્શનમાં વિજ્ઞાનવાદના અનુસાર વિજ્ઞાન અથવા જ્ઞાન જ સત્ છે. બૌદ્ધોએ આત્માનું પૃથક અસ્તિત્વ સ્વીકાર નથી કર્યું, વિજ્ઞાન કે જ્ઞાનની સંતતિથી જ પુનર્જન્મ સિદ્ધ કર્યો છે. સાંખ્યદર્શનમાં જ્ઞાનને જડ પ્રકૃતિનું કાર્ય સ્વીકાર કરવામાં આવ્યું છે.
જૈનદર્શનમાં આત્માના વિભિન્ન લક્ષણ છે, જેમાં જ્ઞાન અને દર્શન મુખ્ય છે. જ્ઞાનની દૃષ્ટિથી વિચાર કરવામાં આવે તો આત્મામાં જ્ઞાનની ન્યૂનાધિકતા થતી રહે છે, પરંતુ આત્મા કયારેય જ્ઞાન રહિત થતી નથી. જ્ઞાનનું આવરણ નષ્ટ થવાથી પૂર્ણજ્ઞાન અથવા કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય છે. આત્મા સ્વભાવથી જ્ઞાનાત્મક છે. માટે આ જ્ઞાન બાહ્ય પદાર્થોથી આવેલું નથી, પરંતુ આનાથી બાહ્ય પદાર્થોને અવશ્ય જાણી શકાય છે. જ્ઞાનાવરણ કર્મ આત્માના જ્ઞાનને અવશ્ય ઢાંકે છે. પરંતુ તેનાથી આત્મા કયારેય જ્ઞાન શુન્ય બનતી નથી. આત્મામાં કયારેક જ્ઞાન હોય છે અને કયારેક અજ્ઞાન હોય છે એવું અવશ્ય બને છે. જ્યારે જીવ મિથ્યાદષ્ટિયુક્ત હોય છે ત્યારે તેના જ્ઞાનને અજ્ઞાન” કહેવામાં આવે છે તથા જ્યારે તે સમ્યગુષ્ટિયુક્ત હોય છે ત્યારે તેનું જ્ઞાન સમ્યગુજ્ઞાન” કહેવાય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જાણવાની યોગ્યતાનો વિકાસ થાય છે. બાહ્ય પદાર્થોને જૈનદર્શન જ્ઞાનની ઉત્પત્તિનું કારણ નથી માનતું. પરંતુ જ્ઞાનના દ્વારા તે જ બાહ્ય પદાર્થોને જાણી શકાય છે જે અસ્તિત્વવાનું છે, હતા અને રહેશે.
“તત્ત્વાર્થથદ્ધાનં સ ર્શનમ” - તત્વાર્થ સૂત્ર-૧/૨. “जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करेंति भावेणं । अमला असंकिलिट्ठा, ते होंति परित्त संसारी ॥"
- ઉત્તરાધ્યયનસૂત્ર - ૩૬૨૬૪
22 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org