SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વિહાયોગતિના અંતર્ગત ૧૭ પ્રકારની ગતિનું વર્ણન થયું છે. જેમાં સ્પેશગતિ, અસ્પૃશદ્ગતિ આદિની ગણના કરવામાં આવી છે. ગતિનું આ વર્ણન વૈજ્ઞાનિકોના માટે શોધનો વિષય છે. વિશેષરૂપે અસ્પૃશદૂગતિનું વર્ણન આશ્ચર્યજનક છે. જેના અનુસાર પરમાણુ પુદ્ગલોથી લઈ અનંતપ્રદેશી ઢંધોનો પરસ્પર સ્પર્શ કર્યા વગર થવાવાળી ગતિને અસ્પૃશતિ કહેવામાં આવી છે. સ્પેશદ્ગતિના ઉદાહરણ તો આધુનિક વિજ્ઞાનમાં ઉપલબ્ધ છે. જેમકે - રેડિયો, ટી.વી. આદિની તરંગો સ્પૃશદ્ગતિવાળી છે. પરંતુ અસ્પૃશદ્ગતિનું તથ્ય શોધનો વિષય છે. ઉપયોગ - પાસણયા : આગમોમાં જ્ઞાન અને દર્શનને ઉપયોગ કહ્યો છે. જ્ઞાનને સાકાર ઉપયોગ અને દર્શનને નિરાકાર ઉપયોગ કહ્યો છે. બંને ઉપયોગ જીવના લક્ષણ છે. સાકારોપયોગના પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનના આધારે આઠ ભેદ કરવામાં આવે છે. જેમકે – (૧) આભિનિબોધિકજ્ઞાન (મતિજ્ઞાન), (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન, (૬) મતિઅજ્ઞાન, (૭) શ્રતઅજ્ઞાન અને (૮) વિર્ભાગજ્ઞાન. અનાકારોપયોગ (નિરાકાર)ના ચાર ભેદ છે - (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન અને (૪) કેવળદર્શન. જ્ઞાન-અજ્ઞાનના સંબંધમાં આગળ જ્ઞાન શીર્ષકના અંતર્ગત વિચાર કરવામાં આવાનો છે. માટે અહિ દર્શન પર વિચાર કરવો જરૂરી છે. દર્શન શબ્દનો પ્રયોગ વિભિન્ન અર્થોમાં થતો આવ્યો છે. દર્શન શબ્દ દષ્ટિ અને ફિલોસોફીના અર્થમાં તો પ્રયુક્ત થાય જ છે, પરંતુ જૈનદર્શનમાં તેનો પ્રયોગ જ્ઞાનના પહેલા થવાવાળ સામાન્ય ગ્રહણ અથવા સ્વસંવેદનમાં અર્થમાં પણ પ્રયુક્ત થાય છે. દર્શનરૂ૫ અનાકારોપયોગ નિર્વિકલ્પક હોય છે. આના ચક્ષુદર્શન આદિ ચાર પ્રકાર વર્ણવ્યા છે. ચક્ષુથી થવાવાળુ દર્શન ચક્ષુદર્શન કહેવામાં આવે છે તથા ચક્ષુથી ભિન્ન ઈન્દ્રિયો અને મનના દ્વારા થવાવાળા સામાન્ય ગ્રહણને અચક્ષુદર્શન કહેવામાં આવે છે. સામાન્યરૂપે અવધિજ્ઞાન પહેલા અવધિદર્શન ગ્રહણ થાય છે. પરંતુ કેવળદર્શનમાં તે વાત નથી. પ્રારંભમાં કેવળજ્ઞાન પહેલા થાય છે. તેના પછી કેવળદર્શન અને કેવળજ્ઞાનનો ક્રમ પ્રારંભ થાય છે. ઉપયોગના રૂપમાં આગમના અનુસાર જ્ઞાન અને દર્શન યુગપદુભાવી નથી. એક અંતર્મુહૂર્તના પછી જ આ ઉપયોગોમાં પરિવર્તન થતું રહે છે. કેવળજ્ઞાનિઓમાં પણ એક સમયમાં એક જ ઉપયોગ જોવા મળે છે. બંને ઉપયોગ એક સાથે થતા નથી. સિદ્ધસેનસૂરિનું માનવું છે કે કેવળજ્ઞાન અને કેવળદર્શનોપયોગ યુગપદુભાવી છે. કેવળજ્ઞાનાવરણ અને કેવળદર્શનાવરણ કર્મોના સંપૂર્ણ ક્ષય થઈ જવાના કારણે આ બંને ઉપયોગોનો યુગપભાવ માનવો જોઈએ. સિદ્ધસેનસૂરિનો આ તર્ક આગમ વિરુદ્ધ છે. જિનભદ્રગણિ, વીરસેન આદિ અનેક આચાર્યોએ કેવળજ્ઞાન અને કેવળ દર્શનનો યુગપદૂભાવ અને ક્રમભાવને લઈ વિચાર કર્યો છે. આગમમાં કહેવામાં આવ્યું છે કે કેવળજ્ઞાની જે સમયે રત્નપ્રભાપૃથ્વી આદિના આકારો, હેતુઓ, ઉપમાઓ, દૃષ્ટાંતો, વર્ણો, સંસ્થાના પ્રમાણો અને ઉપકરણોથી જાણે છે તે સમયે જોતા નથી તથા જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી. પાસણયા અને ઉપયોગમાં વિશેષ અંતર નથી. એક સ્થૂળ અંતર એ છે કે ઉપયોગમાં જ્ઞાન અને દર્શનના સમસ્ત ભેદ ગૃહિત થાય છે, જ્યારે પાસણયામાં મતિજ્ઞાન, મતિઅજ્ઞાન અને અચક્ષુદર્શનનું ગ્રહણ થતું નથી. પાસણયાના માટે સંસ્કૃતમાં પશ્યતા શબ્દનો પ્રયોગ થયો છે, જે બૌદ્ધ દર્શનમાં પ્રચલિત વિપશ્યનાથી ભિન્ન છે. પાસણયા પણ ઉપયોગની જેમ સાકાર અને અનાકારમાં વિભક્ત છે. સાકાર પાસણયામાં શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાને, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનનો સમાવેશ થાય છે જ્યારે અનાકાર પશ્યતામાં ચક્ષુ, અવધિ અને કેવળદર્શનની ગણના થાય છે. દષ્ટિ : ધૂળરૂપથી દષ્ટિ” શબ્દનો અર્થ આંખ કે આંખથી જોવું લેવામાં આવે છે. પરંતુ જૈનગમોમાં અદૃષ્ટિ” શબ્દ જીવન અને જગતના પ્રત્યે જીવના દૃષ્ટિકોણને વ્યક્ત કરે છે. દષ્ટિનો સંબંધ આત્માથી છે. બાહ્ય શરીર, ઈન્દ્રિયાદિથી નથી. કોઈપણ જીવ દૃષ્ટિવિહીન હોતો નથી. પછી તે એકેન્દ્રિયનો પૃથ્વીકાય જીવ હોય કે સિદ્ધજીવ હોય. બધામાં દષ્ટિ વિદ્યમાન છે. દષ્ટિ ત્રણ 21 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy