SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯૬ લોકના એક આકાશ પ્રદેશમાં વ્યવધાન (અવકાશ) ન હોય તો છયે દિશાઓથી પુદ્દગલ આવીને એકત્રિત થાય છે અને વ્યવધાન (અવકાશ) હોવાથી કદાચ ત્રણ, કદાચ ચાર અને કદાચ પાંચ દિશાઓથી પુદ્દગલ આવીને એકત્રિત થાય છે. આ જ પ્રકારે એક આકાશમાં સ્થિત પુદ્દગલ વિભિન્ન દિશાઓની તરફ પૃથક્ થાય છે. એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન અહીં એ છે કે - શું શુભ પુદ્દગલ અશુભ પુદ્દગલોનારૂપે તથા અશુભ પુદ્દગલ શુભ પુદ્દગલોનારૂપે બદલાય છે ?” આગમ અનુસાર એનો ઉત્તર 'હા' (હકરાત્મક)માં આવે છે. શુભ શબ્દ પુદ્દગલ અશુભ શબ્દનારૂપે તથા અશુભ શબ્દ પુદ્દગલ શુભ શબ્દનારૂપે પરિણત થાય છે. આ જ પ્રકારે શુભ રૂપયુક્ત પુદ્દગલ અશુભરૂપે અને અશુભરૂપ યુક્ત પુદ્દગલ શુભરૂપે પરિણત થાય છે. ગંધ, રસ અને સ્પર્શના સંદર્ભમાં પણ આ જ કથન છે. અર્થાત્ એમાં પણ શુભ-અશુભનું પારસ્પરિક પરિણમન થતું રહે છે. વ્યવહારનયમાં જે ગોળને આપણે મધુર સમજીએ છીએ તે નિશ્ચયનયમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શયુક્ત છે. આ જ પ્રકારે જે ભમરાને આપણે કાળો સમજીએ છીએ તે વાસ્તવમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ વડે યુક્ત છે. આ પ્રકારના કથનોની ચર્ચા આ અધ્યયનમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્ર દ્વારા થયેલી છે. જૈનાગમોમાં પરમાણુના ચાર પ્રકાર પ્રતિપાદિત છે - ૧. દ્રવ્ય પરમાણુ, ૨. ક્ષેત્ર પરમાણુ, ૩. કાળ પરમાણુ અને ૪. ભાવ પરમાણુ. દ્રવ્ય પરમાણુના અચ્છેદ્ય, અભેધ, અદાહ્ય અને અગ્રાહ્ય આ ચાર ભેદ કરવામાં આવ્યા છે. ક્ષેત્ર પરમાણુના અનÁ, અમધ્ય, અપ્રદેશ અને અવિભાજ્ય - આ ચાર ભેદ પ્રતિપાદિત છે. કાળ પરમાણુના અવર્ણ, અગન્ધ, અરસ અને અસ્પર્શ આ ચાર ભેદ છે તથા ભાવપરમાણુના વર્ણવાન્, ગન્ધવાન્, રસવાન્ અને સ્પર્શવાન્ આ ચાર પ્રકાર કરવામાં આવ્યા છે. પરમાણુમાં જે સામર્થ્ય નિરુપિત કરવામાં આવ્યું છે તે અદ્ભુત છે તથા વૈજ્ઞાનિકોને માટે તે સંશોધનનો વિષય છે. આગમાનુસાર એક પરમાણુ પુદ્દગલ લોકના પૂર્વી ચરમાન્તથી પશ્ચિમી ચરમાન્ત સુધી, પશ્ચિમી ચરમાન્તથી પૂર્વી ચરમાન્ત સુધી, દક્ષિણી ચરમાન્તથી ઉત્તરી ચરમાત્ત સુધી, ઉત્તરી ચરમાન્તથી દક્ષિણી ચરમાન્ત સુધી, ઉપરી ચરમાન્તથી નીચેના ચરમાન્ત સુધી તથા નીચેના ચરમાન્તથી ઉપરના ચરમાન્ત સુધી એક સમયમાં જાય છે. વૈજ્ઞાનિકો દ્વારા આવા પરમાણુ આવિષ્કૃત થયેલાં નથી. આ પરમાણુ પુદ્દગલ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે તથા વર્ણાદિ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. ૫૨માણુ પુદ્દગલોમાં સંઘાત (જોડ) અને ભેદ વડે અનન્તાનન્ત પુદ્દગલોનો પરાવર્તન (વિનિમય) થાય છે. આ પુદ્દગલ પરાવર્તન સાત પ્રકારનું કહેવામાં આવ્યું છે - (૧) ઔદારિક પુદ્દગલ પરાવર્તન, (૨) વૈક્રિય, (૩) તૈજસ્, (૪) કાર્મણ, (૫) મન, (૬) વચન અને (૭) આનપ્રાણ પુદ્દગલ પરાવર્તન. નૈરિયકથી માંડીને વૈમાનિકો સુધી આ સાતે પુદ્દગલ પરાવર્તન કહેવામાં આવ્યા છે તથા આ પુદ્દગલ પરાવર્તન જાણી-સમજી શકાય છે. આ પુદ્દગલ પરાવર્તન ઉપર અતીતકાળ અને ભવિષ્યકાળની અપેક્ષાએ ચોવીસ દંડકો વિષે પણ આ અધ્યયનમાં વિચારણા કરવામાં આવેલી છે. વર્તમાન ભવની અપેક્ષાએ પણ આ દંડકોમાં વિચારણા કરવામાં આવેલી છે. અલ્પબહુત્વની દૃષ્ટિવડે સૌથી અલ્પ વૈક્રિય પુદ્દગલ પરાવર્તન છે તથા સૌથી વિશેષ કાર્યણ પુદ્દગલ પરાવર્તન છે. આ પુદ્દગલ પરાવર્તનોની પૂર્ણતા (નિષ્પન્નતા) અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં થાય છે. એમાં સૌથી અલ્પ કાર્પણ પુદ્દગલ પરાવર્તનની નિર્વર્તના (નિષ્પત્તિ)નો કાળ છે તથા સૌથી વિશેષ વૈક્રિય પુદ્દગલ પરાવર્તનની નિર્વર્તનાનો કાળ છે. ૫૨માણુઓની ગતિ અનુશ્રેણિ (ક્રમબધ્ધ) હોય છે. અનુશ્રેણિગતિ આકાશ પ્રદેશોની શ્રેણીને અનુસાર (વળાંક વગરની) હોય છે. પરમાણુ-પુદ્દગલોની જેમ દ્વિપ્રદેશિક સ્કંધ -યાવત્- અનન્તપ્રદેશિક સ્કંધોની ગતિ પણ અનુશ્રેણિજ પ્રતિપાદિત કરવામાં આવેલી છે. નૈયિકોથી માંડીને વૈમાનિકો સુધીની ગતિ પણ અનુશ્રેણિજ સ્વીકૃત થયેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy