________________
૨૨૯૯
જેને કષાય આત્મા હોય છે એને યોગ-આત્મા, ઉપયોગ-આત્મા, દર્શનાત્મા અને વીર્યાત્મા નિશ્ચિતરૂપે હોય છે, પરંતુ જેને યોગ આત્મા, ઉપયોગ આત્મા, દર્શનાત્મા કે વીર્યાત્મા હોય છે એને કષાય આત્મા કદાચિત હોય છે અને કદાચિતું હોતો નથી. કપાયાત્મા સાથે જ્ઞાનાત્મા અને ચારિત્રાત્માનો વૈકલ્પિક સંબંધ છે. આ પ્રકારે પ્રસ્તુત અધ્યયનમાં આઠે આત્માઓના પારસ્પરિક સહભાવ કે અસહભાવ પર વિચાર સંકલિત છે.
આ આઠ પ્રકારની આત્માઓમાં સૌથી અલ્પ (ઓછા) ચારિત્રાત્મા છે, એનાથી જ્ઞાનાત્માઓ અનંતગુણી છે, એનાથી કષાય આત્માઓ અનંતગુણી છે, કષાયાત્માઓથી યોગાત્માઓ વિશેષાધિક છે. એનાથી ઉપયોગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્મા તુલ્ય થઈને વિશેષાધિક છે.
શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શને ક્રમશઃ સાંભળવું, જોવું, સુંઘવું, આસ્વાદ લેવો અને પ્રતિસંવેદના કરવાનું કાર્ય આત્મા બે પ્રકારે કરે છે - શરીરના એક ભાગથી અથવા સમસ્ત શરીરથી.
અવભાસ, પ્રભાસ, વિક્રિયા, પરિચારણા, ભાષા, આહાર, પરિણમન, વેદના અને નિર્જરા વગેરે ક્રિયાઓ પણ આત્મા ઉપર્યુક્ત બે પ્રકારે કરે છે.
પ્રાણાતિપાત -વાવ- મિથ્યાદર્શન શલ્ય, પ્રાણાતિપાત વિરમણ -વાવ- મિથ્યાદર્શન શલ્યવિવેક, ઔત્પાતિકી -યાવત- પારિણામિકી બુદ્ધિ, અવગ્રહ -વાવ- ધારણા, ઉત્થાન -યાવત- પુરુષકાર પરાક્રમ, નૈરયિકત્વ -પાવ- વૈમાનિકત્વ, જ્ઞાનાવરણ -વાવ- અન્તરાયકર્મ, કૃષ્ણ લેશ્યા -યાવતુ- શુક્લલેશ્યા, ત્રણેદૃષ્ટિઓ, ચારે દર્શન, પાંચ જ્ઞાન અને ત્રણે અજ્ઞાન, આહારાદિ ચારે સંજ્ઞાઓ, પાંચે શરીર, ત્રણે યોગ, સાકારોપયોગ અને અનાકારોપયોગ તથા એના જેવા બીજા પણ પદાર્થ આત્માને અતિરિક્ત અન્યત્ર પરિણમન કરતો નથી એ સર્વ આત્મામાં જ પરિણમન કરે છે.
Hitem==iiiiiiiiiiiiiiiFilmsIIHiniwariwaraniiiiiiiiiian Hauluwaliaantina
#HITI
IIII
IIIIIIlaitualithiatriiiiiiiiiiiiiiiiiiiiii iiiiiiiiiiiiiiiiiiiiiiiiiri
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org