________________
ગમ્મા-અધ્યયન
૨. મવધારભિન્ના ય, ૨. પત્તરવેઽનિયા હૈં |
१. तत्थ णं जे ते भवधारणिज्जा ते समचउरंससंठाणसंठिया पण्णत्ता ।
२. तत्थ णं जे ते उत्तरवेउब्विया ते नाणासंठाणसंठिया पण्णत्ता ।
लेस्साओ चत्तारि ।
दिट्ठी तिविहावि ।
तिण्णि नाणा नियमं तिण्णि अण्णाणा भयणाए ।
जोगो तिविहो वि ।
उवओगो दुविहो वि ।
चत्तारि सण्णाओ ।
चत्तारि कसाया ।
पंच इंदिया ।
पंच समुग्धाया ।
वेणा दुविहावि ।
इत्थवेदगा वि, पुरिसवेदगा वि, नो नपुंसगवेदगा ।
ठिई जहणेणं दसवाससहस्साइं, उक्कोसेणं साइरेगं सागरोवमं ।
अज्झवसाणा असंखेज्जा पसत्था वि, अप्पसत्था वि ।
अणुबंधो जहा ठिई।
भवादेसेणं दो भवग्गहणाई,
कालादेसेणं जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तभहियाई, उक्कोसेणं साइरेगं सागरोवमं बावीसाए वाससहस्सेहिं अब्भहियं, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा ।
एवं नव वि गमगा णं लद्धी नेयब्वा । ठिई कालादेसं च उवउंजिऊण जाणेज्जा ।
नवम गमए- कालादेसेणं जहण्णेणं साइरेगं सागरोवमं बावीसाए वाससहस्सेहिं अब्भहियं, उक्कोसेण वि साइरेगं सागरोवमं बावीसाए वाससहस्से हिं अब्भहियं एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (१-९)
Jain Education International
૨૨૫૫
૧. ભવધારણીય, ૨. ઉત્તરવૈક્રિય. ૧. એમાં જે ભવધારણીય શરીર છે, તેઓ સમચતુરસ્ત્રસંસ્થાન યુક્ત કહેવામાં આવ્યા છે,
૨. જે ઉત્તર વૈક્રિય શરીર છે, તેઓ અનેક પ્રકારના સંસ્થાનયુક્ત કહેવામાં આવ્યા છે.
એમને ચાર લેશ્યાઓ હોય છે.
એમાં ત્રણ દૃષ્ટિઓ હોય છે.
નિયમપૂર્વક એમને ત્રણ જ્ઞાન હોય છે અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી હોય છે.
ત્રણેય યોગ હોય છે.
ઉપયોગ બન્ને હોય છે.
ચારેય સંજ્ઞાઓ હોય છે.
ચારેય કષાયો હોય છે.
પાંચેય ઈન્દ્રિયો હોય છે.
પાંચેય સમુદ્દાત મળી આવે છે.
વેદના બે પ્રકારની હોય છે.
તેઓ સ્ત્રીવેદી અને પુરુષવેદી હોય છે પરંતુ નપુંસકવેદી હોતાં નથી.
તેમની સ્થિતિ જઘન્ય દસહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કાંઈક વિશેષ સાગરોપમની હોય છે.
એમના અધ્યવસાય અસંખ્યાત હોય છે, તેઓ પ્રશસ્ત અને અપ્રશસ્ત હોય છે.
અનુબંધ સ્થિતિને અનુસાર હોય છે. ભવાદેશથી તેઓ બે ભવ ગ્રહણ કરે છે. કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસહજા૨ વર્ષ અને ઉત્કૃષ્ટ બાવીસહજાર વર્ષ અધિક સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે.
આ પ્રમાણે નવ ગમકોની લબ્ધિ જાણવી જોઈએ. ઉપપાત સ્થિતિ કાળાદેશ ઉપયોગપૂર્વક જાણવી જોઈએ.
નવમાં ગમકમાં – કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બાવીસહજાર વર્ષ વધારે સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને તેટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (૧-૯)
For Private Personal Use Only
www.jainelibrary.org