________________
૧૩૭૮
દ્રવ્યાનુયોગ ભાગ-૩
असक्कयमसक्कया अगंधा अचेयणा दुभगा अकंता काकस्सराहीण-भिन्नघोसा, विहिंसा जडबहिरंधया मूया य मम्मणा अकंतविकयकरणा।
णीया णीयजण-निसेविणो लोगगरहणिज्जा भिच्चा असरिसजणस्स पेस्सा दुम्मेहा लोक-वेद-अज्झप्पसमयसुइवज्जिया नरा धम्मबुद्धिवियला।
अलिएण य तेणं पडज्झमाणा असंतएण य अवमाणणપિનિંદિવસુિખ-મેથT--વંધવ-સબ-મિત્તवक्खारणाइयाई अब्भक्खाणाई बहुविहाई पावेंति, अमणोरमाइं हिययमणदूमगाइं जावज्जीवं दुद्धराई।
તેઓ અવ્યક્ત-સ્પષ્ટ વચન રહિત અને નિષ્ફળ વચનવાળા, મલિનો કરતાં પણ વધારે મલિન, દુર્ગંધયુક્ત, વિશિષ્ટ ચેતના શક્તિથી રહિત, કમનસીબ અને અમનોજ્ઞ હોય છે. કાગડાના અવાજ જેવો કર્કશ અવાજ, હીનઇસ્વ અને વચ્ચે-વચ્ચે ત્રુટિત સ્વરવાળા હોય છે. બીજા પાછળ પડીને તેમને દુઃખી કર્યા કરે છે. તેઓ જ્ઞાન શૂન્ય, બહેરા, આંધળા, મૂંગા, તોતડા, અમનોજ્ઞ અને વિકૃત ઈન્દ્રિયોવાળા હોય છે. તે નીચકુળમાં ઉત્પન્ન થાય છે. તે નીચ લોકો સાથે જ રહે છે. લોકો તેમની નિંદા કરે છે. અન્યથા દાસ થઈને રહે છે. અસમાન શીલવાળા લોકોના આજ્ઞાપાલક કે દ્વેષપાત્ર હોય છે. સદ્દબુદ્ધિથી રહિત હોય છે. લૌકિકશાસ્ત્ર - મહાભારત આદિ, વેદ-ઋગ્વદ આદિ, આધ્યાત્મિક શાસ્ત્ર-અહેતુ પ્રવચન આદિથી તેઓ રહિત હોય છે. તે મનુષ્ય ધર્મબુદ્ધિથી વિમુખ રહે છે. મૃષાવાદીજન આ અનુપશાંત મૃષાવાદથી રાતદિન જલતા રહે છે. અપમાન સહન કરે છે. તેની પીઠ પાછળ નિંદા કરે છે. ચુગલીખોર તેમના પ્રેમ સંબંધમાં ભંગાણ પડાવે છે. ગુરુજન, બંધુજન, સ્વજન અને મિત્ર કઠોર વચનો દ્વારા તેમનો અનાદર કરે છે. ગમે તે પ્રકારનું દોષારોપણ કર્યા કરે છે. મનને ન ગમે તેવા અમનોરમ હૃદય અને ચિત્તમાં સંતાપ પેદા કરનાર, આઘાત લગાડનાર એવા અનેક પ્રકારના વચનો જીવે ત્યાં સુધી તેઓ પ્રાપ્ત કરે છે. તેવા એ લોકો અનિષ્ટ, અપ્રિય, અતિકઠોર, મર્મભેદી વચનોથી, હૃદયભેદક નિર્ભર્સનાથી અનાદર પામેલ તે દીનવદનવાળા તથા વિકૃત મનવાળા જીવનપર્યંત સારું ભોજન પ્રાપ્ત નહીં કરનારા, મેલાં તથા ફાટેલા તૂટેલા વસ્ત્ર પહેરનારા, ગંદી જગ્યાઓમાં રહીને અનેક કષ્ટો સહન કરતા, સેંકડો દુ:ખોથી દુઃખી બનેલા તે લોકો કદી પણ શારીરિક સુખ પ્રાપ્ત કરતાં નથી અને કદી પણ નિવૃત્તિ મનથી શાંતિ પણ અનુભવતા નથી. આ પ્રમાણેનું મૃષાવાદનું ફળ કહેલ છે. આ લોક સંબંધી, પરલોક સંબંધી આ મૃષાવાદનું જે ફળરૂપ વિપાક બતાવવામાં આવ્યો છે તે સુનવર્જિત અને અત્યંત દુઃખમય છે. મહાભયજનક અને પ્રચૂર કર્મરૂપી રજથી ભરપૂર છે. દારુણ તથા કઠોર છે. અસાતા વેદનીયકર્મ હજારો વર્ષો સુધી જીવ ભોગવ્યા કરે છે. તે ફળવિપાકને ભોગવ્યા વિના એ જીવ તેનાથી મુક્ત થઈ શકતો નથી.
अणिट्ठ-खर-फरूसवयण-तज्जण-निब्भच्छणदीणवदणविमला-कुभोयणा कुवाससा कुवसहीसु किलिस्संता नेव सुहं नेव निव्वुई उवलभंति अच्चंत- विपुल-दुक्खसવસંપત્તિા |
एसो सो अलियवयणस्स फलविवाओ इहलोइओ परलोइओ अप्पसुहो बहुदुक्खो महब्भओ बहुरयप्पगाढो दारूणो कक्कसो असाओ वाससहस्सेहिं मुच्चइ न अवेदयित्ता अस्थि हु मोक्खो त्ति।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org