________________
૧૩૭)
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૨૨. મુસાવાયા
तं-मुसावयं च पुण वदंति केइ अलियं पावा असंजया, अविरया, कवड-कुटिल-कडुय-चडुलभावा कुद्धालुद्धा भया य, हस्सट्ठिया य सक्खी चोरा चारभडा खंडरक्खा जियजूयकरा य, गहियगहणा कक्ककुरूगकारगा कुलिंगी उवहिया वाणियगा य कूडतूलं-कूडमाणी कूडकाहावणोपजीवियापडकारगाकलाया-कारूइज्जावंचणपराचारियचाडुयार-नगरगोत्तिय-परियारगा दुट्ठवायि-सूयगअणबल-भणिया य पुवकालियवयणदच्छा साहसिका लहुस्सगा असच्चा गारविया असच्चठवणाहिचित्ता उच्चच्छंदा अणिग्गहा अणियत्ता छंदेण मुक्कवाया भवंति अलियाहिं जे अविरया।
નવરે સ્થિવવા વામાવવા મviતિ-! “સુ” ઉત્તા
૨૨. મૃષાવાદી :
તે અસત્ય વચન કેટલાક પાપી, અસંયત, અવિરત, કપટી હોવાથી કુટિલ, અનિષ્ટ અને ચંચળ વૃત્તિવાળા, ક્રોધી, લોભી, સ્વયંભયભીત અથવા અન્યને ભય ઉત્પન્ન કરનાર, હંસી-મજાક કરનાર, ઝૂઠી સાક્ષી આપનાર, ચોર, સી.આઈ.ડી., ખંડરક્ષક, કર લેનાર, પ્રતિસ્પર્ધી, જુગારી દ્વારા પરાજીત થયેલ જુગારી, ઘરેણાં રાખીને નાણાં આપનાર, માયાયુક્ત વચનો બોલનાર, માયાચારી, ખોટા માપતોલ કરનાર, નકલી રૂપિયાથી પોતાનું ગુજરાન ચલાવનાર, વણકર, સોની, છીપા, કારીગર, ઠગ, ગુપ્તચર, ખુશામતીયો, નગર કોટવાલ- પરિચારક, સેવક, અસત્યપક્ષને ગ્રહણ કરનાર, ચુગલીખોર, જબરદસ્તી ધન વસુલ કરનાર, અણબલ ભણિત-દેણદાર, પૂર્વે વચનથી બંધાયેલો મનુષ્ય, વિચાર્યા વગર બોલનાર વ્યક્તિ, પોતાની જાતને તુચ્છ માનનાર, સત્યથી વિમુખ રહેનાર મનુષ્ય, અભિમાનથી યુક્ત બનેલો મનુષ્ય, અસત્યને સત્ય તરીકે સ્થાપનાર મનુષ્ય, પોતાને ઉચ્ચ બતાવનાર, નિરંકુશ, અનિયમિત, જેમ-તેમ બોલનાર લોકો જે અસત્યથી નિવર્યા નથી તેઓ પણ મૃષાવાદી છે. (તે પૂર્વોક્ત વ્યક્તિઓથી જુદા જ પ્રકારનાં) જે નાસ્તિકવાદી છે તે ફક્ત એક પ્રત્યક્ષ પ્રમાણને જ માનનારા ચાર્વાકવાદી, વામલોકવાદી આ રૂપે પ્રતિપાદિત કરે છે- કે આ જગત શૂન્ય છે.' જીવ નામનો કોઈ પદાર્થ નથી.' કોઈપણ આ મનુષ્યલોકમાં અથવા બીજા દેવાદિ લોકમાં જતું નથી.” તે પુણ્ય અને પાપરૂપ કર્મોને સ્પર્શતો નથી.' શુભ અને અશુભ, કર્મોનો સુખ દુઃખરુપ ફલ પણ નથી” તે શરીર પંચમહાભૂત (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ) થી નિર્મિત છે અને વાયુના નિમિત્તથી બધી ક્રિયાઓ કરે છે.' કેટલાક બૌદ્ધ આત્માને પાંચ સ્કંધ (રૂપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા, સંસ્કાર) રૂપ કહે છે. જે મનને જ આત્મા માને છે તે મનોજીવિક' કહેવાય છે. કોઈ-કોઈ વાયુ (શ્વાસોચ્છવાસ) ને જ જીવ માને છે, પરંતુ કેટલાક મૃષાવાદીનું મંતવ્ય છે કે શરીર સાદી અને સાંત છે. જે તેનો ભવ છે તે જ તેનો જન્મ છે. આ શરીરનો નાશ થાય છે ત્યારે આ જીવનો સર્વનાશ થઈ જાય છે. અર્થાતુ આત્મા જેવી કોઈ વસ્તુ બાકી રહેતી નથી.
“નત્યિ નીવો !” “ન ના રૂદ પરે વા કોઇ ,”
“ વિજિ વિપુસ૬ પુજા પાવા” “ત્યિ કર્જ સુય-
સુયા ” "पंचमहाभूतियं सरीरं भासंति हे वातजोगजुत्तं ।”
વંજ ૨ વંધે મMતિ છે”
"मणं च मणजीविका वदंति, “वाउ" जीवोत्ति एवमाहंसु, “सरीरं सादियं सनिधणं इहभवे एगभवे तस्स विष्पणासंमि सव्वनासो त्ति एवं जंपति मुसावादी।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org