________________
૧૯૦પ
fulllllllllllh titlw kwahililtilitihasiliffittinuillllianHill
તાકાતtilali ll
illutiiiiiii ill illululullHWillii lHipHmTatt alli Gill
illitis
જ ડર જ જ વા જ ર ર ર
રર ત્રણ કારણોથી દેવ વિદ્યુતપ્રકાશ અને મેઘ ગર્જના જેવી ધ્વનિ કરે છે- (૧) વૈક્રિયરૂપ કરતી વખતે (૨) પરિચારણા કરતા થકા અને (૩) શ્રમણ-માહનના સમક્ષ પોતાની ઋધ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર અને પરાક્રમનું પ્રદર્શન કરવા માટે. દેવેન્દ્ર દેવરાજ શક્ર વૃષ્ટિકાયિકદેવોના માધ્યમથી વર્ષા કરવાનું કાર્ય પણ કરે છે.
આ અધ્યયનમાં શક્ર અને ઈશાનેન્દ્રના પારસ્પરિક વ્યવહાર, તેની સુધર્મસભા અને ઋધ્ધિ તથા તેના લોકપાલો અને વિમાનાદિનું પણ વિસ્તારથી વર્ણન થયું છે. શક્ર જ્યારે ઈશાનેન્દ્રની પાસે કાર્યવશ જાય છે તો આદર કરતા જાય છે. પરંતુ ઈશાનેન્દ્ર જ્યારે શક્રની પાસે જાય છે તો આદર અને અનાદરપૂર્વક જઈ શકે છે. કારણ કે શક્ર પહેલા દેવલોકનો ઈન્દ્ર છે તથા ઈશાનેન્દ્ર બીજા દેવલોકનો ઈન્દ્ર છે. આ બંને ઈન્દ્રોમાં કાર્યવશ આલાપ - સંલાપ પણ થાય છે. તથા કદાચિત વિવાદ પણ થાય છે. તેમના વિવાદ દેવેન્દ્ર દેવરાજ સનકુમાર દૂર કરે છે. આનું તાત્પર્ય એ છે કે ઉપરના દેવેન્દ્રોનો નીચેના દેવેન્દ્ર આદર સન્માન કરે છે. શક્રનું સૌધર્માવલંશક મહાવિમાન અને ઈશાનનું ઈશાનાવર્તાશક મહાવિમાન સાડાબારલાખ યોજન લાંબુ - પહોળું છે. શક્રની સુધર્મા સભા સુધર્માવતંશક મહાવિમાનમાં તથા ઈશાનેન્દ્રની સુધર્માસભા ઈશાનાવર્તાશક મહાવિમાનમાં કહી છે. આ બંને ઈન્દ્ર મહાઋધ્ધિશાળી વાવતુ- મહાસુખવાળા છે. શક્રના ચાર લોકપાલ સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ છે. તેમના વિમાનોના નામ ક્રમશઃ સધ્યાપ્રભ, વરશિષ્ટ, સ્વયંન્વલ અને વલ્થ છે. તથા ઈશાનેન્દ્રના જે ચાર લોકપાલ સોમ, યમ, વૈશ્રમણ અને વરુણ છે તેમના વિમાનોના નામ ક્રમશઃ સુમન, સર્વતોભદ્ર, વલ્થ અને સુવડ્યુ છે. આ લોકપાલોના આ વિમાન ક્યાં છે ? કેટલા મોટા છે ? તેના અધિનસ્થ દેવ કૌન છે ? આ તથ્યોનું આ અધ્યયનમાં વિસ્તારથી વર્ણન છે. આ લોકપાલોના વિભિન્ન દેવ અપત્યરૂપથી પણ અભીષ્ટ માન્યા છે. આની સ્થિતિનું પણ આ અધ્યયનમાં વર્ણન થયું છે.
શક્ર, ઈશાન, સનકુમાર આદિ જે વૈમાનિક દેવેન્દ્ર છે. તેમાં શક્રાદિ પ્રથમ, ત્રીજા, પાંચમાં આદિ દેવેન્દ્ર દક્ષિણ દિશાવર્તી છે તથા ઈશાન આદિ બીજા, ચોથા આદિ દેવેન્દ્ર ઉત્તર દિશાવર્તી છે. આ સમસ્ત દેવેન્દ્રોની સેના સાત પ્રકારની કહી છે, જેમ- (૧) પદાતિસેના (૨) અશ્વસેના (૩) હસ્તિસેના (૪) વૃષભસેના (૫) રથ સેના (૬) નાર્યસેના અને (૭) ગન્ધર્વસેના. આ સેનાઓના સેનાપતિઓના નામ પ્રત્યેક દેવલોકમાં જુદા-જુદા છે. ઉદાહરણ માટે શક્રની પદાતિસેનાના સેનાપતિ હરિણગમૈષી છે તો ઈશાનની પદાતિસેનાના સેનાપતિ લઘુપરાક્રમ છે. શક્રની જેમ જ સનસ્કુમારથી લઈ આરણ કલ્પ સુધીના દક્ષિણ દિશાવર્તી ઈન્દ્રોની સાત સેનાઓ અને સેનાપતિઓના નામ છે તથા ઈશાનની જેમ માહેન્દ્રથી લઈ અય્યત સુધી ઉત્તર દિશાવતી ઈન્દ્રોની સેનાઓ અને સેનાપતિઓના નામ છે. પદાતિસેનાની પ્રથમ કક્ષામાં કયા ઈન્દ્રના કેટલા દેવ છે તેની સંખ્યાનો ઉલ્લેખ પણ આ અધ્યયનમાં ઉપલબ્ધ છે.
અનુત્તરોપપાતિક દેવો, લવસપ્તમદેવો અને હરિણગમૈષી દેવોનું આ અધ્યયનમાં વિશિષ્ટ વર્ણન થયું છે. અનુત્તરોપપાતિક દેવા માટે કહેવામાં આવ્યું છે કે તે દેવ અનુત્તર (શ્રેષ્ઠ) શબ્દ -ચાવતુ- સ્પર્શનો અનુભવ કરવાના કારણે અનુત્તરોપપાતિક કહેવાય છે. શ્રમણ નિગ્રંથ છઠના પ્રત્યાખ્યાન દ્વારા જેટલા કર્મોની નિર્જરા કરે છે તેટલા કર્મ શેષ રહે ત્યારે અનુત્તરોપપાતિક દેવરૂપમાં ઉત્પન્ન થાય છે. તે દેવ ઉપશાંત મોહ હોય છે. ક્ષીણ મોહ અને ઉદીર્ણમોહ હોતા નથી. તેમની અનંત મનોદ્રવ્ય વર્ગણાઓમાની છે જેનાથી તે તીર્થકરોની વાતને જાણે – દેખે છે. જે મનુષ્યોનું આયુષ્ય માત્ર સાત લવ શેષ રહે ત્યારે દેવગતિ પ્રાપ્ત થાય છે તેને લવસપ્તમ દેવ કહેવામાં આવે છે. તે જો સાત લવ હજી જીવતા તો તે જ ભવમાં મોક્ષમાં જઈ શકતા હતા. હરિણગમૈપી દેવને શકેન્દ્રના દૂત માનવામાં આવે છે. આ જ નામના સેનાપતિ પણ થાય છે. તે હરિણગમૈષી દેવ ગર્ભહરણની ક્રિયા કરતા ગર્ભને એક ગર્ભાશયથી ઉઠાવી બીજા ગર્ભાશયમાં નથી રાખતા. યોનિ દ્વારા બીજી સ્ત્રીના ઉદરમાં નથી રાખતા. યોનીથી ગર્ભને કાઢી બીજી સ્ત્રીની યોનીમાં નથી રાખતા પરંતુ ગર્ભનો સ્પર્શ કરી કષ્ટ દીધા વગર એક સ્ત્રીની યોનીથી કાઢી બીજી સ્ત્રીના ગર્ભાશયમાં પહોંચાડી દે છે. જે દેવ બીજાને પીડા આદિ દીધા વગર જ વિક્રિયા આદિ કરે છે તે અવ્યાબાધ દેવ કહેવાય છે.
મહદ્ધિક દેવ બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરી તિરછા પર્વત આદિને ઓળંગી શકે છે. પરંતુ બાહ્ય પુદ્ગલ ગ્રહણ કર્યા વગર તે એવું કરી ન શકે. મહદ્ધિક દેવ અલ્પદ્ધિક દેવોના મધ્યથી જઈ શકે છે. તે તેને પહેલા કે પછી વિમોહિત કરીને પણ જઈ શકે છે તથા વિમોહિત કર્યા વગર પણ જઈ શકે છે. પરંતુ અલ્પદ્ધિક દેવ મહર્તિક દેવોના વચ્ચેથી
ા ાા
ાા ા-II તાપn inણાયાણાનાWIHiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiall-rifi-ilu HIHHHitiatiHitiHiHHHHHHHHHINGiffiliffiliiiiiiiiiRIllulilyHuaweibraulillah Hil/
U
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org