________________
૧૯૦૪
દેવ અનુત્તર અર્થાત્ શ્રેષ્ઠ શબ્દ -વાવ- સ્પર્શજન્ય સુખોનો અનુભવ કરે છે. બધા વૈમાનિક દેવ મહાનું ઋધ્ધિ, મહાનું યુતિ -યાવત- મહાપ્રભાવશાળી ઋધ્ધિવાળા હોય છે. તેમને ભૂખ - તરસનો અનુભવ થતો નથી.
વૈમાનિક દેવોના વર્ણ, ગંધ અને સ્પર્શ તથા તેની વિભૂષા અને કામભોગોનું પણ આ અધ્યયનમાં વર્ણન છે. સૌધર્મ અને ઈશાનકલ્પના દેવોના શરીરનો વર્ણ તપેલા સ્વર્ણ જેવો લાલ. સનકુમાર અને માહેન વર્ણ પા જેવો ગૌર, બ્રહ્મલોકના દેવોના શરીર ભીના મહુઆના ફૂલના સમાન શ્વેત હોય છે. લાંતક કલ્પથી લઈ અનુત્તરોપપાતિક દેવોના શરીર શુક્લ વર્ણના હોય છે. બધા વૈમાનિક દેવોના શરીરની ગંધ અત્યંત મનમોહક અને સ્પર્શ સ્થિર, મૂદુ, સ્નિગ્ધ રૂપમાં સુકુમાર હોય છે. પહેલાથી બારમાં દેવલોકના દેવોના બે પ્રકાર છે- (૧) વિક્રિયા કરવાવાળા અને (૨) વિક્રિયા ન કરવાવાળા. આમાં જે દેવ વિક્રિયા (ઉત્તર વૈક્રિયા) કરે છે તે હાર આદિ આભૂષણોથી સુશોભિત અને દશે દિશાઓને પ્રકાશિત કરે છે. પરંતુ જે દેવ વિક્રિયા કરતા નથી અને સ્વાભાવિક ભવધારણીય શરીરવાળા છે તે આભૂષણાદિથી રહિત હોય છે તથા તે સ્વાભાવિક વિભૂષાવાળા હોય છે. પહેલા - બીજા દેવલોકની દેવીઓ પણ આ પ્રમાણે બે પ્રકારની છે. એમાં ઉત્તરવૈક્રિયવાળી દેવીઓ વિભિન્ન આભૂષણ અને પરિધાનોથી યુક્ત હોવાના કારણે દર્શનીય અને સૌંદર્ય સંપન્ન હોય છે. જ્યારે અવિકર્વિત શરીરવાળી દેવીઓ આભૂષણાદિથી રહિત સ્વાભાવિક સૌંદર્યવાળી કહી છે. નવરૈવેયક અને અનુત્તરવિમાનવાસી દેવ વિક્રિયા કરતા નથી, માટે તેમને સ્વાભાવિક વિભૂષા હોય છે. આભરણ અને વસ્ત્રાદિવાળા હોતા નથી. સૌધર્મ દેવલોકથી લઈ નવરૈવેયક સુધીના દેવ ઈષ્ટ શબ્દ, ઈષ્ટ રૂપ, ઈષ્ટ ગંધ, ઈષ્ટ રસ અને ઈ સ્પર્શવાળા કામભોગોનો અનુભવ કરે છે. અનુત્તરોપપાતિક દેવ અનુત્તર (શ્રેષ્ઠ) શબ્દો -યાવત- સ્પર્શ જન્ય કામભોગોનો અનુભવ કરે છે.
નિપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચારે પ્રકારના દેવ જ્યારે વિક્રિયા કરે છે ત્યારે પ્રાસાદીય -ચાવતુ- મનોહર લાગે છે. કારણ કે વિક્રિયાના સમયમાં તે અલંકૃત - વિભૂષિત હોય છે. દેવ શરીરના એક ભાગથી પણ શબ્દ સાંભળે છે તથા સંપૂર્ણ શરીરથી પણ શબ્દ સાંભળે છે. આ પ્રમાણે તે બે સ્થાનોથી રૂપને જુએ છે. ગંધને સુંઘે છે. રસનું આસ્વાદન કરે છે. સ્પર્શનું પ્રતિસંવેદન કરે છે. અવભાસિત-પ્રતિભાસિત થાય છે. વિક્રિયા કરે છે. મૈથુન સેવન કરે છે. ભાષા બોલે છે. આહાર કરે છે. પરિણમન કરે છે. અનુભવ કરે છે અને નિર્જરા કરે છે.
દેવોની એ ઈચ્છા (સ્પૃહા) રહે છે કે (૧) મનુષ્યભવ પ્રાપ્ત કરીએ. (૨) આર્યક્ષેત્રમાં જન્મ લઈએ તથા (૩) શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થઈએ. ત્રણ કારણોથી તે પરિતૃપ્ત થાય છે અર્થાતુ પશ્ચાત્તાપ કરતા દુઃખી થાય છે કે આપણે સમસ્ત અનુકૂળતાઓ હોવા છતાં મૃતનું પર્યાપ્ત અધ્યયન ન કર્યું, શ્રમણ્ય પર્યાયનું પાલન ન કર્યું તથા વિશુદ્ધ ચારિત્રનું પાલન ન કર્યું.
દેવોને ત્રણ કારણથી પોતાના ચ્યવનનું જ્ઞાન થાય છે- (૧) વિમાન અને આભૂષણોને નિપ્રભ જોઈને, (૨) કલ્પવૃક્ષને કરમાયેલ જોઈને અને (૩) પોતાની તેજોલેશ્યા (ક્રાંતિ)ને ક્ષીણ જોઈને. ત્રણ કારણોથી તે ઉદ્વિગ્ન થાય છે. (૧) દેવ સમ્પદાને છોડીને (૨) માતા-પિતાના ઓજ - શુક્રનો આહાર ગ્રહણ કરીને (૩) ગર્ભાશયમાં રહેવાનો વિચાર કરવા પર.
ચાર કારણોથી દેવ પોતાના સિંહાસનથી અભ્યત્યિત થાય છે- (૧) અરિહંતોના જન્મ થાય ત્યારે (૨) અરિહંત પ્રવર્જિત થાય ત્યારે (૩) અરિહંતને કેવળજ્ઞાન થાય ત્યારે તથા (૪) અરિહંતોના પરિનિર્વાણ થવા પર. આ ચાર કારણોથી દેવોના આસન અને ચૈત્યવૃક્ષ ચલિત થાય છે તથા તે સિંહનાદ અને એલોટ્સેપ (વર્ષા) કરે છે. આ જ ચાર કારણોથી દેવોનું મનુષ્યલોકમાં પણ આગમન થાય છે તથા તે કલકલ ધ્વનિ અને વર્ષા કરે છે.
દેવેન્દ્ર, સામાનિક, ત્રાયસ્ત્રિશક, લોકપાલ, લોકાંતિક, અગ્રમહિષીદેવીઓ, પરિષદ્રના દેવ, સેનાપતિ, આત્મરક્ષક દેવ આદિ આ જ ચાર કારણોથી શીધ્ર મનુષ્યલોકમાં આવે છે. આ જ ચાર કારણોથી દેવલોકમાં પ્રકાશ પણ થાય છે. ચાર કારણોથી દેવલોકમાં અંધકાર થાય છે- (૧) અરિહંતના બુચ્છિન્ન થવાથી (૨) અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મના બુચ્છિન્ન થવાથી (૩) પૂર્વગતના ચુચ્છિન્ન થવાથી અને (૪) જાતતેજના વ્યચ્છિન્ન થવાથી. આ ચાર કારણ એવા નિર્દિષ્ટ છે કે જેનાથી દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દેવ જલ્દી મનુષ્યલોકમાં આવવા ઈચ્છવા છતાં પણ આવી શકતા નથી તથા કેટલાક એવા પણ દેવ છે જે તત્કાલ ઉત્પન્ન થઈને પણ આ ચાર કારણોથી મનુષ્યલોકમાં આવે છે. જે મનુષ્ય લોકમાં આવે છે તે ત્યાં સુધી ત્યાંના કામભોગોમાં આસક્ત થતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org