________________
૧૭૪૦
उ. गोयमा ! से जहानामए रण्णो चाउरंतचक्कट्टस्स वण्णगपेसिया तरूणी बलवं जुगवं जुवाणी અપાતા -નાવ- નિકળસિખોવાયા,
तिक्खाए वइरामईए सण्हकरणीए, तिक्खेणं वइरामएणं वट्टावरएणं,
एगं महं पुढविकायं जउगोलासमाणं गहाय पडसाहरिय पडिसाहरिय पडिसंखिवियपडिसंखिविय - जाव- इणामेव त्ति कट्टु तिसत्तखुत्तो ओवीसेज्जा ।
तत्थ गोयमा ! अत्थेगइया पुढविकाइया आलिद्धा, अत्थेगइया नो आलिद्धा,
अत्थेगइया संघट्टिया, अत्थेगइया नो संघट्टिया,
अत्थेगइया परियाविया, अत्थेगइया नो परियाविया,
अत्थेगइया उद्दविया, अत्थेगइया नो उद्दविया, अत्थेगइया पिट्ठा, अत्थेगइया नो पिट्ठा, पुढविकाइयस्स णं गोयमा ! एमहालया सरीरोगाहणा पण्णत्ता ।
- વિયા. સ. ૧૬, ૩. રૂ, સુ. ૩૨ २०. . एगिंदियाणं ओगाहणं पडुच्च अप्पबहुत्तं
प. एएसि णं भंते ! पुढविकाइयाणं आउकाइयाणं तेउकाइयाणं वाउकाइयाणं वणस्सइकाइयाणं सुहुमाणं बादराणं पज्जत्तगाणं अपज्जत्तगाणं जहण्णुकोसियाए ओगाहणाए कयरे कयरेहिंतो અપ્પા વા -નાવ- વિસેનાદિયા વા?
૩. ગયા !
१. सव्वत्थोवा सुहुमनिओयरस अपज्जत्तगस्स जहणिया ओगाहणा ।
२. सुहुमवाउकाइयस्स अपज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा । ३. सुहुमतेउकाइयस्स अपज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा । ४. सुहुमआउकाइयस्स अपज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा ।
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૩
ઉ. ગૌતમ ! જેમ ચારદિશાનાં સ્વામી ચક્રવર્તી રાજાની ચંદન ઘસનારી દાસી હોય, તે દાસી તરુણી, બળવતી, યુગવતી, યુવાવય પ્રાપ્ત, રોગરહિત -યાવર્તુકળાકુશળ હોય,
તે ચૂર્ણ પીસનારી વજ્રમયી શિલા પર, વજ્રમય તીક્ષ્ણ લોઢાથી લાખનાં ગોળાના સમાન, પૃથ્વીકાયનો એક મોટો પિંડ લઈને વારંવાર ભેગું કરતી -યાવ- સમેટતી - "હું આને હમણાં પીસી નાંખું છું”- એવો વિચાર કરી તેને એકવીસ વાર પીસી દે તો પણ -
હે ગૌતમ ! કેટલાક પૃથ્વીકાયિક જીવોનો તે શિલા અને લોઢાથી સ્પર્શ થાય છે અને કેટલાક જીવોનો સ્પર્શ થતો નથી. તેમાંથી કેટલાક પૃથ્વીકાયિક જીવોનું ઘર્ષણ થાય છે અને કેટલાક પૃથ્વીકાયિકોનું ઘર્ષણ થતું નથી.
તેમાંથી કેટલાકને પીડા થાય છે અને કેટલાકને પીડા થતી નથી.
તેમાંથી કેટલાક મરે છે અને કેટલાક મરતા નથી. કેટલાક પીસાય છે અને કેટલાક પીસાતા નથી. ગૌતમ ! પૃથ્વીકાયિક જીવની શરીરની આટલી મોટી અવગાહના કહી છે.
૨૦. એકેન્દ્રિયોનાં અવગાહનાની અપેક્ષાએ અલ્પબહુત્વ : પ્ર. ભંતે ! આ સૂક્ષ્મ- બાદ૨, પર્યાપ્તા-અપર્યાપ્તા
પૃથ્વીકાયિક, અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાઓમાં કોણ કોનાથી અલ્પ -યાવત્વિશેષાધિક છે ?
ઉ. ગૌતમ !
૧. બધાથી અલ્પ અપર્યાપ્તા સૂક્ષ્મનિગોદની જઘન્ય અવગાહના છે.
૨. (તેનાથી) અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિક જીવોની જધન્ય અવગાહના અસંખ્યાતગુણી છે.
૩. (તેનાથી) અપર્યાપ્તા સૂક્ષ્મ અગ્નિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૪. (તેનાથી) અપર્યાપ્તા સૂક્ષ્મ અાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે.
For Private Personal Use Only
www.jainelibrary.org