________________
૧૬૬
HE Ililtilitiiiiiiiiiiiiiiiiiii Hitiliitil tilitilintistill ill fit till alia Hill ill. ll
ll
ll
માં httitilliantlalitવા [E milli1IE, tmiti
fittlemith
lalithfittl#HilllllHWilliHit/ LulHill itHwwwHHHHHait
#
૩૨. વેદના અધ્યયન
આત્મામાં સુખ-દુઃખ આદિનો અનુભવ થવો વેદના છે. જેનું વેદન કરવામાં આવે છે તેને પણ ઉપચારથી વેદના કહેવામાં આવે છે. બીજી દષ્ટિએ સુખ-દુ:ખ આદિ વેદનાના ઘણા ભેદ છે. આગમ-ગ્રંથોમાં વેદનાના વિવિધ રુપોનું વર્ણન છે. પ્રજ્ઞાપના સૂત્રમાં શીત, દ્રવ્ય, શરીર આદિ સાત ધારોના આધાર પર વેદનાનાં ભેદોનું પ્રતિપાદન છે. વેદનીય કર્મથી વેદનાનો ગાઢ સંબંધ છે. વેદનીય કર્મના બે ભેદ છે- શાતા અને અશાતા. વેદનાનો અનુભવ પ્રાયઃ આ બે જ પ્રકારોમાં વિભક્ત થાય છે. છતાં પણ વેદનાના વિવિધ પક્ષોના આધાર પર તેના અનેક ભેદ બતાવ્યા છે. સ્પર્શનાના આધારે વેદનાના ત્રણ ભેદ છે- (૧) શીત (૨) ઉષ્ણ અને (૩) શીતોષ્ણ. વેદનાનું વેદન- (૧) દ્રવ્યતઃ (૨) ક્ષેત્રત: (૩) કાળતઃ અને (૪) ભાવતઃ હોવાથી વેદનાના ચાર પ્રકાર પણ છે. વેદના શારીરિક, માનસિક કે ઉભયવિધ હોવાથી ત્રણ પ્રકારની પણ વર્ણવી છે. વેદના શાતા, અશાતા કે શાતા-અશાતાના રૂપમાં પણ વેચાય છે. દુઃખરુપ, સુખરુપ અને અદુઃખ-સુખરૂપ હોવાથી વેદના ત્રણ પ્રકારની પણ હોય છે. સમસ્ત વેદનાઓનું વિભાજન બે ભેદોમાં થઈ શકે છે. કેટલીક વેદનાઓ આભ્યપગમિકી હોય છે. અર્થાત એને સ્વેચ્છાપૂર્વક સ્વીકાર કરવામાં આવે છે. જેમ- કેશલોચ આદિ, કેટલીક વેદનાઓ ઔપક્રમિકી હોય છે. જે વેદનીય કર્મના ઉદયથી પ્રગટ થાય છે. આ વેદનાઓનું વેદન જ્યારે સંજ્ઞીભૂત જીવ કરે છે ત્યારે તે વેદના 'નિદા વેદના' કહેવાય છે. તથા જ્યારે આનું વેદન અસંજ્ઞીભૂત જીવ કરે છે ત્યારે તે વેદના અનિદા વેદના' કહેવાય છે. ચોવીશ દંડકોમાં કયો જીવ કઈ વેદનાનું વેદન કરે છે આનું પ્રસ્તુત અધ્યયનમાં વિશદ (વિવેચન) વર્ણન છે.
વેદનાનું વેદન જે કારણથી થાય છે તે કારણ મન, વચન, કાય અને કર્મના ભેદથી ચાર પ્રકારના છે. સમસ્ત પંચેન્દ્રિય જીવોના ચાર પ્રકારના કરણ કહ્યા છે. એકેન્દ્રિય જીવોમાં બે પ્રકારના કરણ હોય છે- કાયકરણ અને કર્મકરણ. વિકલેન્દ્રિય જીવોમાં વચનને મળીને ત્રણ પ્રકારના કરણ થાય છે. જ્યારે વેદનાનું વેદન કર્મબંધના અનુરુપ થાય છે તો તે એવંભૂત વેદના કહેવાય છે તથા જ્યારે કર્મબંધથી પરિવર્તિત રુપમાં વેદનાનું વેદના થાય છે તો તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં અનેવંભૂત વેદના કહેવાય છે. કેટલાય પ્રાણી ભૂત, જીવ અને સત્વ એવંભૂત વેદના વેદે છે તથા કેટલાય અનેવંભૂત વેદનાનું વેદન કરે છે.
એકેન્દ્રિય જીવોને પણ વેદના હોય છે. જેવી રીતે વૃદ્ધ પુરુષને મુષ્ટિ પ્રહાર અનિષ્ટ વેદનાના રૂપમાં અનુભવ થાય છે. તે જ પ્રમાણે પૃથ્વીકાય આદિ જીવોને આક્રાંત કર્યા પછી તેને અનિષ્ટ વેદનાનો અનુભવ થાય છે.
નૈરયિક જીવ દશ પ્રકારની વેદનાનો અનુભવ કરે છે, જેમકે- (૧) શીત (૨) ઉષ્ણ (૩) સુધા (૪) પિપાસા (૫) કંડ (ખુજલી) (૬) પરાધીનતા (૭) જ્વર (૮) દાહ (જલન) (૯) ભય અને (૧૦) શોક. એમાં શીત, ઉષ્ણ આદિ શારીરિક વેદનાઓ છે. તથા પરાધીનતા ભય અને શોક માનસિક વેદનાઓ છે. જો આ છે તે અકામ નિકરણ રુપમાં અર્થાત્ અનિચ્છાપૂર્વક કે અજ્ઞાન રુપમાં વેદના વેદે છે તથા સમર્થ (સંજ્ઞી) જીવ અકામ નિકરણ અને પ્રકામ નિકરણ (તીવ્ર ઈચ્છાપૂર્વક) બંને રુપોમાં વેદનાનું વેદન કરે છે.
અહિં એ આવશ્યક નથી કે જીવ સ્વયંકૃત દુઃખનું જ વેદન કરે તે ઉદયમાં આવેલ દુ:ખનું વેદન કરે છે. અનુદીર્ણ દુઃખને નથી વેદતો. જીવોનું સમસ્ત દુઃખ આત્મકૃત છે. પરકૃતિ અને ઉભયકૃત નથી. એ જૈન દર્શનના કર્મ સિદ્ધાંતનો મુખ્ય આધાર છે. આ જ કારણે બધા જીવ આત્મકૃત દુઃખનું વેદન કરે છે. પરકૃત અને ઉભયકૃતનું નહીં.
Haitianitairew
it Withiiiiiiiiiiiiiધારણlitanimiiiiiiiiiiiારાણા પ્રમાણ
માટitter
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org