________________
૧૪૮૮
१५. सप्पी जहा अंडउडं, भत्तारं जो विहिंसइ । सेणावई पसत्थारं, महामोहं पकुव्वइ ॥
१६. जे नायगं व रट्ठस्स, नेयारं निगमस्स वा । सेट्ठि बहुरवं हंता, महामोहं पकुब्वइ ॥
१७. बहुजणस्स णेयारं, दीवं ताणं च पाणिणं । एयारिसं नरं हंता, महामोहं पकुव्व ॥
१८. उवट्ठियं पडिविरयं, संजयं सुतवस्सियं । वोकम्म धम्मओ भंसे, महामोहं पकुव्व ॥
१९. हे वाणतणाणीणं, जिणाणं वरदंसिणं । तेसिं अवण्णिमं बाले, महामोहं पकुव्वइ ॥
२०. नेयाउयस्स मग्गस्स, दुट्ठे अवयरई बहुं । तं तिप्पयंतो भावेइ, महामोहं पकुव्वइ ॥
२१. आयरियउवज्झाएहिं सुयं विणयं च गाहिए । ते चैव खिंसती बाले, महामोहं पकुव्वइ ॥
२२. आयरियउवज्झायाणं, सम्मं नो पडितप्पइ । अप्पडिपूयए थद्धे, महामोहं पकुव्वइ ॥
२३. अबहुस्सुए य जे केइ, सुएण पविकत्थइ । सज्झायवायं वयइ, महामोहं पकुव्वइ ॥
२४. अतवस्सिए य जे केइ, तवेण पविकत्थइ । सव्वलोयपरे तेणे, महामोहं पकुव्वइ ॥
२५. साहारणट्ठा जे केइ, गिलाणम्मि उवट्ठिए । पण कुणई किच्वं, मज्झं पि से न कुव्वइ ॥ सढे नियडपणाणे, कलुसाउलचेयसे । अप्पणी य अबोहीए, महामोहं पकुव्वइ ॥
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૧૫. જેમ નાગણ પોતાના અંડ-પુટ બાળકને ખાય જાય છે, તેવી જ રીતે જે વ્યક્તિ પોતાનું પોષણ કરનાર તથા સેનાપતિ અને પ્રશાસ્તાને મારી નાંખે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
૧૬. જે વ્યક્તિ રાષ્ટ્રનાં નાયક, યશસ્વી નિગમ-નેતા અને શ્રેષ્ઠીને મારી નાંખે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
૧૭. જે વ્યક્તિ જન નેતા તથા પ્રાણીઓનાં માટે દ્વીપનાં
સમાન આધારરુપ છે, એવા વ્યક્તિને મારી નાંખે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
૧૮. જે વ્યક્તિ પ્રવ્રજ્યાનાં માટે ઉપસ્થિત છે, સંયત અને સુતપસ્વી થઈ ગયા છે, તેને બહેકાવીને ધર્મથી ભ્રષ્ટ કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૯. જે વ્યક્તિ અનન્તજ્ઞાની અને અનન્તદર્શી જીનેન્દ્ર
ભગવાનનાં અવર્ણવાદ (નિંદા) કરે છે, તે મૂર્ખ મહામોહનીય કર્મનો બંધ કરે છે.
૨૦. જે દુષ્ટ વ્યક્તિ ન્યાય યુક્ત મોક્ષમાર્ગની નિંદા કરે
છે, ઘણા લોકોને તેના પર ચાલવા માટે રોકે છે અને તે દુષ્ટ વિચારોથી આસક્ત કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
૨૧. જે આચાર્ય અને ઉપાધ્યાયોથી શ્રુત અને વિનય
ધર્મની શિક્ષા ગ્રહણ કરેલ છે, તેની જ નિંદા કરનાર અજ્ઞાની મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૨. જે વ્યક્તિ આચાર્ય અને ઉપાધ્યાયોની સમ્યક્ પ્રકારથી સેવા સુશ્રુષા કરતા નથી તેનું સન્માન કરતા નથી. પરંતુ અભિમાન કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
૨૩. જે વ્યક્તિ અબહુશ્રુત હોવા છતાં પણ પોતાને શ્રુત સંપન્ન અને સ્વાધ્યાયશીલ કહે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
૨૪.જે વ્યક્તિ તપસ્વી ન હોવા છતાં પણ પોતાને તપસ્વી કહે છે. તે બધાથી મોટો ચોર છે, આવા વ્યક્તિ મહામોહનીય કર્મનો બંધ કરે છે.
૨૫. જે કોઈ સહાયતા માટે રોગીનાં ઉપસ્થિત થવા પર સમર્થ હોવા છતાં પણ એ મારી સેવા કરતા નથી. આ દૃષ્ટિથી તેની સેવા કરતા નથી, એવો તે ધૂર્ત માયાવી કલુષિત ચિત્તવાળા વ્યક્તિ અબોધિ (રત્નત્રયની અપ્રાપ્તિ)નું કારણ બનતા મહામોહનીય કર્મનો બંધ કરે છે.
For Private Personal Use Only
www.jainelibrary.org