________________
૧૪૭૯
Eાત રામાનtil IIlliihilli Gill
illulitill ill
illutiitil alliiniiiiiiiiiiiiiiiiitle Hai
Hillallabililllllllulaalal H ilhilisitiminatitivi
sittiiiiiiiiitill mitiguittitutucifittitltftltilittall Iltutiiiiiiit
અસંજ્ઞી જીવની દૃષ્ટિથી ચારે આયુ અસંશી ને પણ હોઈ શકે છે. એમાં દેવ અસંજ્ઞી આયુ સૌથી અલ્પ છે. નરક અસંજ્ઞી આયુ સર્વાધિક છે. તિર્યંચ અને મનુષ્યમાં અકાળમૃત્યુ સંભવ છે માટે આયુક્ષયના સાત કારણ છે(૧) રાગાદિની તીવ્રતા (૨) નિમિત્ત-શસ્ત્રાદિનો પ્રયોગ (૩) આહારની ન્યૂનાધિકતા (૪) વેદનાની તીવ્રતા (૫) પરાઘાત ઘા (૬) સ્પર્શ સાંપ આદિ તથા વિદ્યુતથી અને (૭) શ્વાસોશ્વાસ નિરોધ, બાંધેલા કર્મ જીવની સાથે જેટલા સમય સુધી ટકે છે તેને તેની સ્થિતિકાળ કહેવાય છે. બદ્ધકર્મના ઉદયરુપ કે ઉદીરણારૂપ પ્રવર્તન જે કાળમાં થતું નથી તેને અબાધા કે અબાધાકાળ કહેવાય છે. કર્મોના ઉદયાભિમુખ થવાનો કાળ નિષેક કાળ છે. અબાધાકાળ સામાન્યતયા કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિકાળના અનુપાતમાં હોય છે. એનો નિયમ છે- એક કોટાકોટી સ્થિતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ એકસો વર્ષ. પ્રત્યેકબદ્ધ કર્મના સ્થિતિકાળ અલગ-અલગ હોય છે, માટે તેનો અબાધાકાળ પણ અલગ-અલગ થાય છે. અબાધાકાળથી જૂન કર્મ નિષેક કાળ હોય છે. આ બધાનું પ્રત્યેક કર્મ પ્રકૃતિમાં નિરુપણ આ અધ્યયનમાં થયું છે.
વેદન કર્મોદયનું પ્રમાણ છે. પ્રત્યેક કર્મનું વેદન અલગ-અલગ હોય છે. કારણકે- એનો અનુભવ અર્થાત્ ફળ જુદુજુદુ હોય છે. જીવ દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મનો અનુભાવ શ્રોતાવરણ આદિના ભેદથી દશ પ્રકારના, દર્શનાવરણીય કર્મના અનુભાવ નિદ્રાદિના ભેદથી નવ પ્રકારના, શાતાવેદનીય કર્મના અનુભાવ મનોજ્ઞ શબ્દ આદિના ભેદથી આઠ પ્રકારના હોય છે. અમનોજ્ઞ શબ્દાદિના ભેદથી અશાતાવેદનીયનો અનુભાવ પણ આઠ પ્રકારનો હોય છે. જીવ દ્વારા બદ્ધ -જાવત- પુદ્ગલ પરિણામ ને પ્રાપ્ત મોહનીય કર્મનો અનુભાવ સમ્યક્ત વેદનીય આદિના ભેદથી પાંચ પ્રકારના, આયુકર્મનો અનુભવ નરકા, આદિના ભેદથી ચાર પ્રકારના, શુભ નામ કર્મનો અનુભવ ઈષ્ટ શબ્દ, ઈષ્ટરુપ -યાવતુ- મનોજ્ઞ સ્વરના ભેદથી ૧૪ પ્રકારના. એનાથી વિપરીત અશુભ નામકર્મના અનુભાવ અનિષ્ટ શબ્દ -ચાવત- અકાંત સ્વરના ભેદથી ૧૪ પ્રકારના થાય છે. ઉચ્ચગોત્રનો અનુભાવ જાતિ, કુળ આદિની વિશિષ્ટતાથી આઠ પ્રકારના તથા તેની હીનતાથી નીચગોત્રનો અનુભાવ પણ આઠ પ્રકારનો હોય છે. અંતરાય કર્મના જે દાનાન્તરાયાદિ પાંચ ભેદ છે તે જ તેનો અનુભવ છે.
આ અધ્યયનનાં અંતમાં કર્મ સિદ્ધાંત સંબંધી વિવિધ તથ્યોનું સંકલન પણ છે. જેમ-જ્ઞાનાવરણ આદિ કર્મોના અવિભાગ પ્રતિચ્છેદનું કથન, કર્મોના પ્રદેશાગ્ર અને વર્ણાદિનું પ્રરુપણ, કર્મોપચય અને સાદિ સાન્તતાનું કથન, મહાકર્મ-અલ્પકર્મનું નિરુપણ આદિ. કર્મપુદ્ગલને ન છેદવા યોગ્ય અંતિમ ખંડ અવિભાગ પ્રતિશ્કેદ થાય છે. એક સમયમાં બાંધવાવાળા બધા કર્મોનો પ્રદેશાગ્ર અનંત હોય છે. જ્ઞાનાવરણીયથી અંતરાય સુધી બધા કર્મો પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શવાળા હોય છે. જીવોના કર્મનો ઉપચય મન, વચન અને કાયાના પ્રયોગથી થાય છે સ્વત: નથી થતું. સ્થાવરો અને વિકસેન્દ્રિયોમાં મન પ્રયોગ નથી થતો. કર્મોપચય સાદિ સાન્ત, અનાદિ સાન્ત અને અનાદિ અનંત રૂપ હોય છે. પરંતુ સાદિ અનંતરૂપ થતું નથી. એકેન્દ્રિય અને વિલેન્દ્રિયોમાં ન મહાકર્મ હોય છે ન મહાક્રિયા હોય છે, ન મહાશ્રવ હોય છે અને ન મહાવેદના હોય છે. શેષ જીવ બે પ્રકારના હોય છે- ૧. માયી મિથ્યાદષ્ટિ ઉપપન્નક અને ૨. અમારી સમ્યગ્દષ્ટિ ઉપપન્ક, આમાં જે માયી મિથ્યાદષ્ટિ ઉપપત્નક છે તે મહાકર્મવાળા, મહાક્રિયાવાળા, મહાશ્રવવાળા અને મહાવેદનાવાળા છે તથા જે અમારી સમ્યગૃષ્ટિ ઉપપન્નક છે તે અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પાશ્રવ અને અલ્પવેદનાવાળા છે. સાધનાની દૃષ્ટિ એ મહક્રિયા, મહાકર્મના ત્યાગનું મહત્વ છે. જૈનદર્શનની એક માન્યતા એ પણ છે કે બદ્ધ પાપ કર્મોનું વેદન કર્યા વગર મોક્ષ થતો નથી. આનું સમાધાન આગમમાં કરવામાં આવ્યુ છે. તેના અનુસાર કર્મ બે પ્રકારના છે. પ્રદેશ કર્મ અને અનુભાગ કર્મ. એમાં પ્રદેશ કર્મ અવશ્ય ભોગવવું પડે છે. પરંતુ અનુભાગ કર્મનું વેદન આવશ્યક નથી, જીવ ક્વચિત્ અનુભાગ કર્મનું વેદન કરે છે અને ક્વચિતનું નથી કરતા. કારણ કે- તે સંક્રમણ, સ્થિતિઘાત, રસઘાત આદિના દ્વારા તેને પરિવર્તિત કરી શકે છે અને નિર્જરિત પણ કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org